મહિલાએ બ્લાઉઝ વિના પહેરી સાડી, મહેંદી એક્સપરિમેન્ટ પર ભડક્યા લોકો

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર મેરેજ ફંક્શન અટેન્ડ કરતા લોકોના ફોટાઓની ભરમાર જોવા મળી રહી છે. ખાસ કરીને મહિલાઓ પોતાના નવા-નવા ટ્રેન્ડ અને ફેશનને લઈને ખૂબ જ એક્ટિવ છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમા એક મહિલાએ બ્લાઉઝ પહેરવાને બદલે અનોખું એક્સપરિમેન્ટ કર્યું છે. મહિલાએ સાડીની સાથે ટ્રેડિશનલ બ્લાઉઝ પહેરવાને બદલે મહેંદીથી બ્લાઉઝ બનાવી છે. 

View this post on Instagram

A post shared by Thanos (@thanos_jatt)

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, કપડાંની બ્લાઉઝ પહેરવાને બદલે આ મહિલાએ પોતાના શરીરના ઉપરના હિસ્સા પર મહેંદીની ડિઝાઈન બનાવડાવી છે. મહિલાએ તેની સાથે સફેદ રંગની સાડી પહેરી છે. જોવામાં તે એકદમ અસલી ડિઝાઈનર બ્લાઉઝ જેવી જ દેખાઈ રહી છે. મહેંદીથી બનેલી આ બ્લાઉઝનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મહેંદીનો એક રીતે ટેમ્પરરી ટેટૂ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને લગ્નોમાં દુલ્હન તેને પોતાના આખા હાથ અને પગમાં જરૂર મુકાવે છે. 

View this post on Instagram

A post shared by Face Painting by Jain (@creativefaces_facepainting)

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો હિના બ્લાઉઝ વોટ નેક્સ્ટ? કેપ્શનની સાથે શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો વિવિધ પ્રકારની કમેન્ટ્સ આપી રહ્યા છે. કોઈ આ મહિલાની ક્રિએટિવિટીના વખાણ કરી રહ્યા છે, તો ઘણા લોકો તેની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર લખ્યું છે, ફેશનના નામ પર કંઈ પણ? કંઈક તો શરમ કરો. અન્ય એક યુઝરે લખ્યું છે, સિલાઈના પૈસા બચાવવાની આ સારી રીત છે. એક અન્યએ લખ્યું, લાગે છે હવે નવી ફેશન હિના સાડીની આવશે. તો કેટલાક યુઝર્સે કહ્યું કે, ક્રિએટિવિટીના નામ પર કોઈપણ ટ્રેન્ડ બનાવી દેવામાં આવે છે. 

View this post on Instagram

A post shared by Meenu Gupta MRS. ASIA USA ?? (@mrsasiausa2022)

તે મહિલાએ બીજો પણ એક વીડિયો શેર કર્યો છે, જેમા તેણે હિના બ્લાઉઝની સાથે ડિઝાઈનર લાલ કલરનો ચણિયો અને ઓઢણી પહેર્યા છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, હવે ફરજિયાતપણે બ્લાઉઝ પહેરવાની જરૂર નથી. તમે આ રીતે હિના બ્લાઉઝ સાથે પણ સાડી કે ડિઝાઈનર ચણિયો અને ઓઢણી પહેરી શકો છો.

Related Posts

Top News

આ લોકોને વીઝા આપવા પર અમેરિકાએ મૂક્યો પ્રતિબંધ, કારણ છે એક ભારતીય

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે એક મોટો અને વિવાદાસ્પદ નિર્ણય લીધો છે, જેના હેઠળ ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વીઝા...
World 
આ લોકોને વીઝા આપવા પર અમેરિકાએ મૂક્યો પ્રતિબંધ, કારણ છે એક ભારતીય

ઉમા ભારતીએ કહ્યું- મુસ્લિમ સમાજના લોકો પણ સારી રીતે જાણે છે કે કાશી-મથુરા...

એક ન્યૂઝ ચેનલનો શોમાં ભાજપના પૂર્વ સાંસદ અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ફરી એકવાર કાશી- મથુરાનો મધપુડો છંછેડી...
Politics 
ઉમા ભારતીએ કહ્યું- મુસ્લિમ સમાજના લોકો પણ સારી રીતે જાણે છે કે કાશી-મથુરા...

રખડતા કૂતરાઓને છોડી દેવાશે પણ..., સુપ્રીમ કોર્ટના આદેશમાં જાણો શું-શું છે

સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓને લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં 11 ઓગસ્ટના આદેશમાં સુધારો કર્યો છે, જેમાં રખડતા...
National 
રખડતા કૂતરાઓને છોડી દેવાશે પણ..., સુપ્રીમ કોર્ટના આદેશમાં જાણો શું-શું છે

ભારતીય ટીમનો હેડ કોચ બનશે મહેન્દ્ર સિંહ ધોની? પૂર્વ ક્રિકેટરે કર્યો મોટો દાવો

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધાને 5 વર્ષથી વધુ સમય થઈ ગયો છે....
Sports 
ભારતીય ટીમનો હેડ કોચ બનશે મહેન્દ્ર સિંહ ધોની? પૂર્વ ક્રિકેટરે કર્યો મોટો દાવો
Copyright (c) Khabarchhe All Rights Reserved.