એક ન્યૂઝ ચેનલનો શોમાં ભાજપના પૂર્વ સાંસદ અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ફરી એકવાર કાશી- મથુરાનો મધપુડો છંછેડી દીધો છે.
જ્યારે શોમાં પત્રકારે ઉમા ભારતીને સવાલ કર્યો કે, એક વિચારધારા ધરાવતા લોકો કહે છે કે, અયોધ્યાં તો ઝાંખી છે, કાશી- મથુરા બાકી છે. તો તમે શું માનો છો?
ઉમા ભારતીએ કહ્યું કે, 1991માં મેં જ આ વાત કરેલી હતી. ઉમા ભારતીએ કહ્યું કે, અયોધ્યા, કાશી- મથુરા ને પોલિટિકલ એજન્ડામાંથી બહાર કાઢી લેવા જોઇ એ અને બેંને સમુદાયના સાધુ- સંતો ભેગા થઇને નિર્ણય લે. મથુરા એ કૃષ્ણની ભૂમિ છે, કાશી એ શિવનું સ્થળ છે અને અયોધ્યા રામની જન્મભૂમિ છે. આ વાત મુસ્લિમ સમાજના લોકો પણ સારી રીતે જાણે છે. મુસ્લિમો ખોટા રાજ નેતાઓના ચક્કરમાં ફસાઇ જાય છે.