- World
- આ લોકોને વીઝા આપવા પર અમેરિકાએ મૂક્યો પ્રતિબંધ, કારણ છે એક ભારતીય
આ લોકોને વીઝા આપવા પર અમેરિકાએ મૂક્યો પ્રતિબંધ, કારણ છે એક ભારતીય
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે એક મોટો અને વિવાદાસ્પદ નિર્ણય લીધો છે, જેના હેઠળ ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વીઝા તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જેનું સીધું નુકસાન ભારત સહિત વિદેશી કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરોને થશે, જેઓ અમેરિકા જઈને ટ્રક ચલાવીને પોતાનું જીવન પસાર કરવા માંગતા હતા. ચાલો તમને આખી વાત સમજાવી દઈએ.
એક સમાચાર એજન્સીમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, US સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું હતું કે, 'અમે તાત્કાલિક અસરથી કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વીઝા આપવા પર પ્રતિબંધ મૂકી રહ્યા છીએ. અમેરિકન રસ્તાઓ પર મોટા ટ્રેક્ટર-ટ્રેલર ટ્રક ચલાવતા વિદેશી ડ્રાઇવરોની વધતી સંખ્યા અમેરિકન લોકોના જીવનને જોખમમાં મૂકી રહી છે અને અમેરિકન ટ્રક ડ્રાઇવરોની આજીવિકાને અસર કરી રહી છે.' તેમણે વધુમાં કહ્યું, 'અમેરિકન રસ્તાઓ પર મોટા ટ્રેક્ટર-ટ્રેલર ટ્રક ચલાવતા વિદેશી ડ્રાઇવરોની વધતી સંખ્યા અમેરિકન લોકોના જીવનને જોખમમાં મૂકી રહી છે અને સ્થાનિક ડ્રાઇવરોની આજીવિકા છીનવી રહી છે.'
https://twitter.com/ANI/status/1958774951630024987
આ નિર્ણયનું કારણ 12 ઓગસ્ટ, 2025ના રોજ ફ્લોરિડામાં થયેલો એક ભયાનક માર્ગ અકસ્માત પણ છે, જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ભારતીય ટ્રક ડ્રાઇવર હરજિંદર સિંહની બેદરકારીને કારણે ત્રણ લોકોના મોત થયા હતા. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, હરજિંદરે ગેરકાયદેસર U-ટર્ન લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેના ટ્રકે હાઇવેની બધી લેન બ્લોક કરી દીધી હતી, અને આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટના પછી, હરજિંદરને ફ્લોરિડા લાવવામાં આવ્યો હતો, જ્યાં તેના પર બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગનો કેસ ચલાવવામાં આવશે.
https://twitter.com/FoxNews/status/1958705694766514530
આ અકસ્માતે અમેરિકામાં માર્ગ સલામતી અને ઇમિગ્રેશન નીતિઓ પર ચર્ચા જગાવી છે. US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ કહ્યું કે, હરજિંદર એક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ હતો જેને કેલિફોર્નિયા DMV દ્વારા કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવ્યું હતું. DHSના આસિસ્ટન્ટ સેક્રેટરી ટ્રિશિયા મેકલોફલિને X પર કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ પર નિશાન સાધતા કહ્યું, 'ન્યૂસમના DMVએ એક ગેરકાયદેસર ઇમિગ્રન્ટને લાઇસન્સ આપ્યું હતું, જેના કારણે ત્રણ નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા.'
આ ઉપરાંત, ટ્રમ્પે એપ્રિલ 2025માં કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરો માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજિયાત બનાવવાનો એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડી દીધો છે. આદેશમાં જણાવાયું છે કે, ડ્રાઇવરો ટ્રાફિક સંકેતો વાંચી શકે, કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે વાત કરી શકે અને અંગ્રેજીમાં સૂચનાઓ આપી શકે અને લઈ શકે. ટ્રમ્પનું માનવું છે કે, માર્ગ સલામતી માટે અંગ્રેજી ભાષામાં નિપુણતા મહત્વપૂર્ણ છે, કારણ કે ઓબામા વહીવટીતંત્રના સમયથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો ન હતો, ત્યારપછી ટ્રકિંગ અકસ્માતોમાં વધારો થયો હતો.

