કિમ જોંગ ઉને દેશમાં કોન્ડોમ પર લગાવી દીધો પ્રતિબંધ; જાણો તેની પાછળનું કારણ

ઉત્તર કોરિયામાં કોન્ડોમના ઉપયોગ કરવા પર પ્રતિબંધિત લગાવી દેવામાં આવ્યો છે. આ કારણે આ દેશમાં તે હવે પ્રતિબંધિત વસ્તુ બની ગઈ છે. દેશના જન્મદરમાં વધારો કરવાના પ્રયાસ હેઠળ કિમ જોંગ ઉનના શાસનમાં કોન્ડોમના ઉત્પાદન અને વેચાણ પર કડક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. કોન્ડોમનો ઉપયોગ અને તેને રાખવાનું હજુ પણ કાયદેસર છે, તેને લઈને તસ્કરીનું એક મોટું નેટવર્ક બની ચૂક્યું છે. ખાસ કરીને ચીનથી તો કોન્ડોમને ભેટ તરીકે લાવવામાં આવે છે અને પછી તસ્કર તેને કળા બજારમાં વધુ કિંમતે વેચે છે.

ખાસ વાત એ છે ઉત્તર કોરિયામાં કોન્ડોમ હવે સૌથી વધુ માંગવામાં આવતી ભેટ બની ગઈ છે. પડોશી ચીનથી જે લોકો ઉત્તર કોરિયા જાય છે, તેઓ એક ખાસ ગિફ્ટના રૂપમાં કોન્ડોમ લઈ જાય છે. કિમ જોંગ ઉનના આદેશને કારણે ઉત્તર કોરિયામાં કોન્ડોમનું ઉત્પાદન અને વેપાર કરવા પર પૂરી રીતે પ્રતિબંધિત છે. આ જ કારણ છે કે અહીંના લોકો માત્ર તસ્કરી દ્વારા જ તેનો ઉપયોગ કરી શકે છે. કોન્ડોમની તસ્કરી કરનારા તેમના નફા માટે વેશ્યાવૃત્તિ અથવા અન્ય ગેરકાયદેસર ગતિવિધિઓમાં તેનો ઉપયોગ કરે છે.

Kim-Jong-Un
ft.com

ઉત્તર કોરિયામાં યૌન શિક્ષણ પૂરી રીતે પ્રતિબંધિત છે. બાળકો અને કિશોરોને આ વિષય પર કોઈ જાણકારી આપવામાં આવતી નથી. શાળાઓમાં કોન્ડોમનો ઉપયોગ કરવા અથવા સુરક્ષિત યૌન સંબંધનું શિક્ષણ આપવું  ગેરકાયદેસર છે. એવું માનવામાં આવે છે કે ત્યાંના લોકો આ વિષયમાં એટલા અજાણ છે કે ઘણા કિશોરોને કોન્ડોમ બાબતે કોઈ જાણકારી જ હોતી નથી.

એક વ્યક્તિએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે પ્યોંગયાંગમાં મોટો થયો છે પરંતુ તેણે ક્યારેય કોન્ડોમનું નામ સાંભળ્યું નહોતું. દક્ષિણ કોરિયામાં જઈને તેણે યૌન શિક્ષણ બાબતે અનુભવ કર્યો અને કોન્ડોમ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાયું.

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.