વાયુ પ્રદૂષણ સામે લડવા અમેરિકાની બે યુનિવર્સિટી રાજ્યને મદદ કરશે

ગુજરાતમાં વાયુ પ્રદૂષણ સામે લડવા માટે હવે અમેરિકાનું એક સંગઠન રાજ્યને મદદ કરશે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) તરફથી એક MOU સાઇન કરવામાં આવશે. વિશ્વના જાણીતા જમિલ પોવર્ટી એક્શન લેબની મેસાચ્યુસેટ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT) સાથે આ સમજૂતિ થશે. આ લેબ યુનિવર્સિટી ઓફ શિકાગોની એનર્જી પોલિસી ઇન્સ્ટીટ્યૂટ તેમજ હાર્વર્ડ યુનિવર્સિટીની એવિડેન્સ ફોર પોલિસી ડિઝાઇન સાથે સંલગ્ન છે કે જેણે પ્રદૂષણ નિયંત્રણમાં નવી ટેક્નોલોજી અપનાવી છે.

આ સંસ્થાના શૈક્ષણિક નિષ્ણાતો 16મી જાન્યુઆરીએ ગાંધીનગરના GPCBના પર્યાવરણ ભવનના વર્કશોપમાં ભાગ લેવાના છે. રાજ્યના શહેરોમાં હવાનું પ્રદૂષણ ઓછું કરવાની ટેક્નોલોજી અંગે આ વર્કશોપમાં ચર્ચા થવાની છે. ગુજરાતનું પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અમેરિકાની આ સંસ્થા સાથે કરાર કરશે. આ વર્કશોપનો મુખ્ય હેતુ રાજ્યના શહેરોમાં હવાનું પ્રદૂષણ અટકાવવાનો છે.

ભારતમાં વાયુ પ્રદૂષણની માત્રા એટલી હદ સુધી વિસ્તરી છે કે નવી દિલ્હી જ નહીં ગુજરાતના અમદાવાદ અને સુરત જેવા ભરચક વસ્તીવાળા વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ વકર્યું છે. આ પ્રદૂષણને અટકાવવા માટે GPCBએ નવી નવી ટેક્નિકને અપનાવવાનું શરૂ કર્યું છે, જેના ભાગરૂપે અમેરિકાની બે યુનિવર્સિટીઓ સાથે ગુજરાત સરકાર MOU સાઇન કરવા જઈ રહી છે.

GPCBના ચેરમેન રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે ભારતીય પર્યાવરણીય નિયમો પરંપરાગત રીતે કમાન્ડ કન્ટ્રોલ રેગ્મીન્સ પર આધારિત છે, જે પ્રદૂષણને નિયંત્રિત કરવામાં અપૂરતા જણાય છે. પર્યાવરણીય પડકારોનો સામનો કરવા, આર્થિક કાર્યક્ષમતા વધારવા તેમજ ઉત્સર્જનના પાલન માટે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પાયલોટ કેપ એન્ડ ટ્રેડ સ્કીમ પર કામ કરી રહ્યું છે, જે વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે રચાયેલું છે. આ પ્રોજેક્ટ રિયલ ટાઇમ ઉત્સર્જન માળખાને જાળવવાનો પ્રયાસ કરશે.

About The Author

Related Posts

Top News

શું વરાછા બેંકની ચૂંટણી ભાજપ vs AAP થઇ ગઇ છે?

સુરતની વરાછા કો.ઓ. બેંકમાં 31 વર્ષ પછી પહેલીવાર ચૂંટણી થઇ રહી છે. 6 ઉમેદવારોએ ફોર્મ ન ખેંચતા ચૂંટણી કરવાની ફરજ...
Gujarat 
શું વરાછા બેંકની ચૂંટણી ભાજપ vs AAP થઇ ગઇ છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -04-04-2026 વાર - શનિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી ધનની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૈસા ઓછા છતા IPLને છોડીને PSL રમવા કેમ ગયો એડમ ઝમ્પા? જણાવ્યું કારણ

દુનિયાનો દરેક ક્રિકેટરની ઈચ્છા IPLમાં રમવાની હોય છે. તેની પાછળનું કારણમાં અહી મળતા પૈસા અને આ T20 લીગનું હાઇ-ક્લાસ...
Sports 
પૈસા ઓછા છતા IPLને છોડીને PSL રમવા કેમ ગયો એડમ ઝમ્પા? જણાવ્યું કારણ

નિર્મલા સીતારમણના કેસમાં કોર્ટે કહ્યું- ‘Floccinaucinihilipilification’, જાણો આ શું હોય છે?

દિલ્હીની એક કોર્ટે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સામે દાખલ કરાયેલી માનહાનિની અરજી ફગાવી દીધી છે. કોર્ટે અરજીને ‘Floccinaucinihilipilification’ (ફ્લોસીનાઉસિનીહિલિપિલિફિકેશન)...
National 
નિર્મલા સીતારમણના કેસમાં કોર્ટે કહ્યું- ‘Floccinaucinihilipilification’, જાણો આ શું હોય છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.