IG નિર્લિપ્ત રાયના એક નિર્ણયથી ફફડાટ, પોલીસકર્મીઓના સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર છે કે નહીં તેની માહિતી મંગાવાઇ

રાજકોટ રેન્જમાં આવતા ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના D-સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રેન્જ IG નિર્લિપ્ત રાયે તમામ પોલીસ વડાઓ પાસેથી તમામ પોલીસકર્મીઓ અને તેમના સગા-સંબંધીની પણ માહિતી માંગી છે. પોલીસકર્મીઓના સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર, હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી માંગવી છે. આ માહિતીના આધારે D-સ્ટાફમાં ફરજ બજાવતા કર્મચારીઓની કામગીરી અને તેમની ભૂમિકા અંગે રેન્જ સ્તરે સમીક્ષા કરવામાં આવી શકે છે. સાથે જ આ માહિતીના આધારે આગામી દિવસોમાં તમામ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા D-સ્ટાફના કર્મચારી અને તેમની કાર્યપદ્ધિમાં મોટો ફેરફાર કરી શકાય.

રેન્જ IG નિર્લિપ્ત રાયે પોલીસ સ્ટાફ પાસેથી 7 અલગ અલગ મુદ્દાની માહિતી માંગી છે. આ માહિતી તૈયાર કરી રેન્જ IGને મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, D-સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી-કર્મચારીનું નામ, મૂળ વતન, હાલનું સરનામું, કેટલા સમયથી D-સ્ટાફમાં ફરજ બજાવે છે સહિતના મુદ્દાઓ અંગે વિગતો તૈયાર કરવામાં આવી રહી છે.

VTV ગુજરાતીના અહેવાલ મુજબ, પોલીસ વિભાગ પાસેથી માગવામાં આવેલી વિગતોમાં મુખ્યત્વે પોલીસ કર્મચારીનું નામ અને હોદ્દો, મૂળ વતન અને હાલનું સરનામું, હાલ કયા પોલીસ સ્ટેશનના D-સ્ટાફમાં ફરજ બજાવે છે, કેટલા સમયથી D-સ્ટાફમાં ફરજ બજાવે છે, સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર છે કે નહીં, કોઈ સગા હિસ્ટ્રીશીટર અથવા બુટલેગર છે કે નહીં. આવા વ્યક્તિનું નામ અને પોલીસ કર્મચારી સાથેનો સંબંધ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે: ચારેય જિલ્લાના પોલીસ સ્ટેશનોમાંથી માહિતી એકત્ર થયા બાદ રેન્જ IG કક્ષાએ તેની સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ D-સ્ટાફમાં ફરજ બજાવતા કર્મચારીઓની જવાબદારી, કામગીરી અને તૈનાતીમાં ફેરફાર અંગે નિર્ણય લેવાઈ શકે છે.

nirlipt rai
bhaskar.com

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ માહિતી તૈયાર કરી રેન્જ IGને મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તમામ જિલ્લા પોલીસ સ્ટેશનથી આવેલી માહિતીના આધારે તપાસ કરી ડી સ્ટાફની અંદર સ્વચ્છ છબી ધરાવતા અને લાયક પોલીસ અધિકારી-કર્મચારી જ ફરજ બજાવે અને તેમની કાર્યપદ્ધતિ LCB માફક જવાબદારી પૂર્વક બનાવવા માટે નિર્દેશ આપવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, D-સ્ટાફની કામગીરીને વધુ જવાબદારીપૂર્વક અને પારદર્શક બનાવવા માટે આગામી દિવસોમાં નવી સૂચનાઓ આપવામાં આવે તેવી શક્યતા છે. ખાસ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતી ટીમમાં પોલીસ કર્મચારીઓની ભૂમિકા અને તેમની કામગીરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે.

રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મચારીઓની કામગીરીમાં કાયદાકીય બાંધછોડ ન થાય તે અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પોલીસ કર્મચારીની કામગીરી સામે ગંભીર બાબત સામે આવે ત્યારે વિભાગીય કાર્યવાહી સહિતના પગલાં લેવામાં આવ્યા હોવાના બનાવો પણ અગાઉ સામે આવ્યા છે.

nirlipt rai
x.com/nirliptrai

હવે D-સ્ટાફના કર્મચારીઓ અને તેમના સંબંધિત લોકો અંગેનો આ વિગતવાર રિપોર્ટ તૈયાર કરાવવાના નિર્ણયને કારણે પોલીસ વિભાગમાં પણ ચર્ચા શરૂ થઈ છે. આ રિપોર્ટના આધારે D-સ્ટાફની કામગીરી અને જવાબદારીમાં આગામી દિવસોમાં મહત્વના ફેરફાર થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટ રેન્જમાં આવતા જિલ્લાઓના કેટલાક બનાવો પોલીસ અને તેમાં પણ ડી સ્ટાફના માણસોની જવાબદારી સામે આવી હતી. કેટલાક કિસ્સામાં તો પોલીસકર્મીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી પણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસની કાર્યપદ્ધતિમાં એક મોટો સુધારો લાવવા આ એક માહિતી સભર રિપોર્ટ મંગાવવામાં આવ્યો હોઈ શકે છે અને પોલીસ પ્રજાનો સાચો રક્ષક સાબિત થઈ શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય પોતાની કાર્યશૈલીથી આખા ગુજરાતમાં જાણીતા છે. કાયદામાં કોઈપણ પ્રકારે બાંધછોડ કરવામાં તેઓ માનતા નથી અને તેમાં પણ ખાસ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ જો પોતાના કામમાં બાંધછોડ કરી કાયદા વિરૂદ્ધ કામ કરે તો તેમની સામે સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરતા તેઓ ખચકાતાં નથી.

રેન્જ IG તરીકે નિમણૂંક થયા બાદ આખા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે અને પોલીસની કોઈ ભૂમિકા સામે આવે તો સસ્પેન્ડ કરવાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે, ત્યારે નિર્લિપ્ત રાય દ્વારા એક ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે અને રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લામાં પોલીસની કામગીરી સારી રીતે થયા તે માટે અલગ અલગ 7 મુદ્દાની માહિતી માંગવામાં આવી છે.

About The Author

Top News

સ્મશાને જવાનો રસ્તો જ નહોતો, તો ગ્રામજનોએ રસ્તા પર ચિતા તૈયાર કરી દીધી, અધિકારીઓ દોડતા થયા

મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના બારી વિકાસ બ્લોકના ખેરી મુગલી ગામમાં એક ખૂબ જ ચિંતાજનક ઘટના સામે આવી છે, જે લોકોને...
National 
સ્મશાને જવાનો રસ્તો જ નહોતો, તો ગ્રામજનોએ રસ્તા પર ચિતા તૈયાર કરી દીધી, અધિકારીઓ દોડતા થયા

IG નિર્લિપ્ત રાયના એક નિર્ણયથી ફફડાટ, પોલીસકર્મીઓના સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર છે કે નહીં તેની માહિતી મંગાવાઇ

રાજકોટ રેન્જમાં આવતા ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના D-સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ...
Gujarat 
IG નિર્લિપ્ત રાયના એક નિર્ણયથી ફફડાટ, પોલીસકર્મીઓના સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર છે કે નહીં તેની માહિતી મંગાવાઇ

ઓરેન્ડા ગ્રુપ અને સાંઇરામ દવે દ્વારા ‘રાધા – એક પ્રેમ અવતાર’નું પ્રસ્તુતિકરણ

અમદાવાદ (ગુજરાત) [ભારત], 23 સપ્ટેમ્બર: ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં રાધાના ચરિત્રને એક નવા અને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરવાના ઉદ્દેશ્ય...
Gujarat 
ઓરેન્ડા ગ્રુપ અને સાંઇરામ દવે દ્વારા ‘રાધા – એક પ્રેમ અવતાર’નું પ્રસ્તુતિકરણ

3000 કરોડના હવાલા કૌભાંડ; કારમાંથી મળ્યા 30 લાખ રોકડા, ગુજરાતના 3 લોકો પકડાયા

પટનાના બુદ્ધ કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મંગળવારે રાત્રે એક ઇનોવા ક્રિસ્ટા કારમાંથી 30 લાખ રૂપિયા...
National 
3000 કરોડના હવાલા કૌભાંડ; કારમાંથી મળ્યા 30 લાખ રોકડા, ગુજરાતના 3 લોકો પકડાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.