20 લીટર દૂધ આપતી 'લાડલી' ભેંસ જેટલી કિંમતે વેચાઈ, એટલી કિંમતમાં તો 3 કાર આવી જાય

ગુજરાતનો કચ્છ જિલ્લો ભૌગોલિક, સાંસ્કૃતિક રીતે જ નહીં પણ પશુધનની રીતે પણ મહામૂલો પ્રદેશ છે. કચ્છમાં એક ભેંસની કિંમત લાખોમાં આંકાઈ છે. કચ્છ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં બન્ની જાતિની એક ખાસ ભેંસ 14 લાખ 10 હજાર રૂપિયામાં વેચાઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ભેંસનું વેચાણ છે. સામાન્ય રીતે કચ્છમાં 5 થી 7 લાખ સુધીના સોદા થતા હોય છે, ત્યારે આ સોદાએ સૌને ચોંકાવી દીધા છે. આ ભેંસના ઊંચા અને પહોળા કદ, જાડા અને ગાઢ શિંગડા અને કાળા ચમકદાર ચામડીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

Kutch Banni Buffalo
zeenews.india.com

આ ભેંસ કચ્છના લખપત તાલુકાના સાંધ્રો ગામના પશુ સંવર્ધક ઝકારિયા જાટની હતી. તેમણે તેને ભુજ તાલુકાના સેરવા ગામના પશુ સંવર્ધક શેર મામદને વેચી દીધી છે. આ ભેંસનું નામ 'લાડલી' રાખવામાં આવ્યું છે. લાડલી દરરોજ લગભગ 20 લિટર દૂધ આપે છે. તેનો રંગ ઘેરો કાળો છે અને શરીર મજબૂત અને સ્વસ્થ છે, જેના કારણે તે દૂરથી ખાસ દેખાય છે.

Kutch Banni Buffalo
indiatv.in

શેર મામદે જણાવ્યું કે, તેમણે આ ભેંસ ફક્ત દૂધ માટે જ નહીં, પરંતુ તેના વાછરડાઓની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને ખરીદી છે. તેમનું કહેવું છે કે, બન્ની જાતિની ભેંસોમાંથી જન્મેલા વાછરડા પણ ઉત્તમ જાતિના હોય છે અને પછીથી તે સારી કિંમતે વેચાય છે. આ જાતિની બીજી ખાસિયત એ છે કે, તે કોઈપણ હવામાનમાં પોતાને અનુકૂળ કરી લે છે. કચ્છની 50 ડિગ્રી ગરમી હોય કે 2 ડિગ્રી ઠંડી, લાડલીનું દૂધ 10 થી 11 મહિના સુધી સતત આવતું રહે છે. આ જ કારણ છે કે તેની કિંમત આટલી ઊંચી છે.

Kutch Banni Buffalo
divyabhaskar.co.in

બન્ની જાતિના પશુપાલક રહેમતુલ્લાહ જાટે જણાવ્યું હતું કે, દૂધ આપવું એ આ જાતિની એક વિશેષતા છે, અસલી આવક તેમના વાછરડા વેચવાથી થાય છે. તેમણે જણાવ્યું હતું કે બન્ની જાતિની માંગ દરેક જગ્યાએ છે, પછી ભલે તે નર હોય કે માદા. આ ભેંસના વાછરડાઓને ઉછેરતા અને વેચતા પશુપાલકોને અનેક ગણો નફો મળે છે.

Kutch Banni Buffalo
bombaysamachar.com

હાલમાં લાડલી સાડા ત્રણ વર્ષની છે. તેના નવા માલિક શેર મામદે જણાવ્યું હતું કે, જ્યારે લાડલી માત્ર 12 મહિનાની હતી, ત્યારે તેણે તેને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને 3.5 લાખ રૂપિયા ચૂકવવા તૈયાર હતો. પરંતુ તે સમયે માલિકે ભેંસ વેચી ન હતી. ત્યાર પછી, અમદાવાદના પ્રભાત ભાઈ રબારીએ લાડલીને 7 લાખ રૂપિયામાં ખરીદી. ત્યારપછી, લખપતના માલિકે અમદાવાદથી ભેંસને 10 લાખ 11 હજાર રૂપિયામાં ખરીદી.

About The Author

Top News

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે

(ઉત્કર્ષ પટેલ) બાળકો અરીસા જેવા હોય છે જેમાં તમારું વ્યક્તિત્વ, વર્તન અને વિચારો પ્રતિબિંબિત થાય છે. તમે લોકો સાથે જે...
Opinion 
તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.