કોર્ટે પતિની એન્ટ્રી પર લગાવી રોક તો ચૈતરની બંને પત્નીઓએ સંભાળ્યો પ્રચારનો મોરચો

ભરૂચ લોકસભા સીટ પર ચૂંટણીમાં મુકાબલો ખૂબ રસપ્રદ માનવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)એ અહીથી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે અને કોંગ્રેસે પોતાનું સમર્થન આપ્યું છે. ચૈતર વસાવા માટે એક તરફ મુશ્કેલી એ છે કે કોર્ટના આદેશના કારણે તેઓ લોકસભાના કેટલાક વિસ્તારોમાં પ્રચાર માટે નહીં જઇ શકે, તો બીજી તરફ તેમના માટે સારું પહેલું એ છે કે તેની બંને પત્નીઓ તેના માટે ચૂંટણી પ્રચાર કરી રહી છે. ચૈતર વસાવા સામે 6 વખતના સાંસદ મનસુખ વસાવા મેદાનમાં છે.

ભરૂચ એ 2 સીટોમાંથી એક છે જેને કોંગ્રેસે ગુજરાતમાં INDIA ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી માટે છોડી દીધી છે. ભરૂચ લોકસભા સીટની ચૂંટણી એટલે પણ રસપ્રદ છે કે અહી છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા ભારતીય આદિવાસી પાર્ટી (BAP) તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તો ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)એ પણ અહીથી ઉમેદવાર ઉતારવાની વાત કહી છે. દિલીપ વસાવાની એન્ટ્રીથી ચૈતર વસાવાને નુકસાન થવાની સંભાવના છે. જો કે, તેમની પત્નીઓ શકુંતલા વસાવા અને વર્ષ વસાવા ચૂંટણી પ્રચારમાં પૂરો જોર લગાવી રહી છે.

ગુજરાતમાં મોટા ભાગના આદિવાસી સમુદાયોમાં બહુવિવાહ એક સ્વીકૃત સામાજિક પ્રથા છે અને અનુસૂચિત જનજાતિઓને હિન્દુ મેરેજ એક્ટના પ્રાવધાનોમાંથી છૂટ આપવામાં આવી છે. ચૈતર વસાવા અને શકુંતલાના લગ્ન 15 વર્ષ અગાઉ થયા હતા, જ્યારે વર્ષ સાથે તેના લગ્ન 13 વર્ષ અગાઉ થયા હતા. આ બધા પોત પોતાના બાળકો સાથે એક સાથે રહે છે. ચૈતર વસાવા માટે તેમની બંને પત્નીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. વર્ષાએ જાન્યુઆરીમાં નેત્રંગ તાલુકામાં એક રેલીમાં ચૈતર તરફથી મોરચો સંભાળ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા હતા.

ચૈતર વસાવા એ સમયે વન અધિકારીઓ પર હુમલો કરવાના એક કથિત કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા. તેમની પત્ની વર્ષાએ રેલીમાં ચૈતર વસાવાનો સંદેશ પણ વાંચ્યો હતો. ચૈતર વસાવાને જામીન તો મળ્યા, પરંતુ કોર્ટે આદેશ આપ્યો કે, તેઓ પોતાના ગૃહ જિલ્લા નર્મદામાં પ્રવેશ નહીં કરી શકે છે. આ જિલ્લો ભરૂચ લોકસભા સીટ અંતર્ગત આવે છે એટલે જ્યારે ચૈતર ભરૂચના બાકી હિસ્સામાં પ્રચાર કરી રહ્યા છે તો શકુંતલા અને વર્ષા ઘરે ઘર જઈને નર્મદામાં તેમના માટે વોટ માગી રહી છે.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.