રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બે દિવસીય મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકની ચર્ચા બાદ આજે ફરી લોન લેનારાઓ માટે સારા સમાચાર આપ્યા છે. RBI એ રેપો રેટમાં 0.50 બેસિસ પોઈન્ટનો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા સાથે, હવે રેપો રેટ 6 ટકાથી ઘટીને 5.50 ટકા પર આવી ગયો છે.

આ વર્ષે RBI દ્વારા રેપો રેટમાં આ ત્રીજો ઘટાડો છે. અગાઉ ફેબ્રુઆરી અને એપ્રિલમાં પણ અનુક્રમે 25-25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જેના કારણે રેપો રેટ વર્ષની શરૂઆતના 6.5 ટકાથી ઘટીને 6 ટકા થયો હતો.

RBI2
swadesh.news

ઉલ્લેખનીય છે કે, 1 ઓક્ટોબર 2019 પછી લેવાયેલી બધી નવી ફ્લોટિંગ રેટ લોન એક બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલી હોય છે, જેમાં મોટાભાગની બેંકો માટે રેપો રેટ મુખ્ય છે. આનો અર્થ એ છે કે, લોનનો વ્યાજ દર રેપો રેટ, બેંકનું માર્જિન અને તમારા ક્રેડિટ સ્કોર પર નિર્ભર કરતું ક્રેડિટ રિસ્ક પ્રીમિયમ એમ ત્રણ ઘટકોને મળીને બને છે. આજના ઘટાડાથી હોમ લોન, ઓટો લોન સહિતની વિવિધ લોનના વ્યાજ દરો ઘટવાની શક્યતા છે, જે ગ્રાહકોને સીધો ફાયદો કરાવશે.

જો તમે પણ બેંક પાસેથી લોન લીધી હોય, તો તમારી લોનના EMIમાં ઘટાડો થવાની શક્યતા છે. રેપો રેટ ઘટાડ્યા પછી, તમારી બેંક લોનના વ્યાજ દરમાં પણ ઘટાડો કરશે. ચાલો જાણીએ કે 20, 30 અને 50 લાખની હોમ લોન પર તમારી EMI કેટલી હશે અને તે પહેલા કરતા કેટલી ઓછી થશે.

RBI1
jagran.com

50 લાખની લોન પર કેટલી ઘટશે EMI 

ધારો કે તમે 30 વર્ષ માટે બેંક પાસેથી 50 લાખની હોમ લોન લીધી છે અને તેના બદલામાં તમે 9% વ્યાજ ચૂકવી રહ્યા છો, તો તમારી માસિક EMI 40,231 રૂપિયા થશે. બીજી તરફ, RBIના રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના ઘટાડા પછી, આ EMI ઘટીને 38,446 રૂપિયા થઈ જશે. એટલે કે, માસિક EMIમાં 1785 રૂપિયાનો ઘટાડો થશે.

30 લાખની લોન પર કેટલી ઘટશે EMI 

જો કોઈ વ્યક્તિએ 20 વર્ષ માટે 8.5% વ્યાજે 30 લાખની હોમ લોન લીધી હોય, તો તેનો માસિક હપ્તો ₹26,035 થશે. હવે રેપો રેટમાં ઘટાડા પછી, જ્યારે બેંક રેપો રેટ દ્વારા લોનના વ્યાજમાં ઘટાડો કરશે, ત્યારે વ્યાજ 8% થશે. આવી સ્થિતિમાં, ૩૦ લાખની લોન પર માસિક હપ્તો ₹25,093 થશે. એટલે કે દર મહિને 942 રૂપિયા ઘટશે.

25 લાખની લોન પર કેટલી ઘટશે EMI 

જો તમે 20 વર્ષ માટે ૨૫ લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય, જેના માટે તમે 8.5% વ્યાજ ચૂકવી રહ્યા છો, તો તમારા માસિક EMI ₹21,696 થશે. હવે રેપો રેટમાં ઘટાડા પછી, તમારા બેંક EMIમાં મોટો ઘટાડો થશે. આ વ્યાજ ઘટીને 8% થશે, જેના કારણે તમારી હોમ લોન EMI ₹20,911 થઈ જશે. એટલે કે, માસિક હપ્તામાં 785 રૂપિયાનો ઘટાડો થશે.

20 લાખની લોન પર કેટલી ઘટશે EMI 

ધારો કે 20 લાખની લોન 20 વર્ષ માટે 9% વ્યાજ પર લેવામાં આવી હોય, તો માસિક EMI ₹17,995 થશે. હવે લોનના વ્યાજમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયા પછી, તમારી લોન EMI ₹17,356 થઈ જશે. એટલે કે, તમારે દર મહિને EMIમાં 639 રૂપિયા ઓછા ચૂકવવા પડશે.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.