રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

ઘણા એવા વાહન ચાલકો છે જેમને કાનમાં ફૂંકીને કહીએ કહી તો પણ તેઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે, કરશે ને કરશે જ..., ઘણા લોકોને તમે રોંગ સાઇડમાં વાહન ચલાવતા પણ જોયા હશે. અને જો તમને પણ રોંગ સાઈડ પર ચલાવવાની આદત હોય અથવા રોંગ સાઇડમાં જવાનું વિચાર પણ કરતાં હોવ તો આ સમાચાર તમારા માટે જ છે.

ગુજરાત હાઇ કોર્ટમાં ખરાબ રસ્તા, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરોની સમસ્યાઓને લઈને કન્ટેમ્પ અરજી પર 15 જૂને સુનવણી થઈ હતી. જેમાં સરકારે સુનવણી માટે સમય માગ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તેમણે અમદાવાદમાં રોંગ સાઇડ ડ્રાઇવનો એક રિપોર્ટ ન્યૂઝ પેપરમાં વાંચ્યો હતો. 2-3 વર્ષ અગાઉ ઓથોરિટીએ રોંગ સાઇડ વાહન ચલાવનારાઓ ઉપર કામ કરવાની બાહેંધરી આપી હતી, પરંતુ હવે પરિસ્થિતિઓ વધુ વણસી છે. અગાઉ કોર્ટે પોતાના આદેશોની અવગણના માટે અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમ કરવા કહ્યું હતું, હવે કોર્ટ ચાર્જ ફ્રેમ કરશે. જો કાયદાનું કોઈ પાલન ન કરતું હોય તો અમલ ન કરાવો! કોર્ટના નિર્દેશ બાદ કાયદાનું પાલન થવુ જોઈએ, પરંતુ અહીં તો કાયદાનું ઉલ્લંઘન થાય છે! બુધવારે અમદાવાદ પોલીસે એક જ દિવસમાં રોંગ સાઈડમાં ડ્રાઈવ કરતા 100 કરતા વધુ વાહનચાલકો સામે FIR નોંધી હતી.

gujarat-high-court2
swarajyamag.com

આજે જજ આર.ટી.વાછાણી અને જજ એ.એસ.સુપેહિયાએ આ મુદ્દે વધુ સુનવણી હાથ ધરી હતી. જેમાં હાઈકોર્ટના કોઈ પણ નિર્દેશ વિના અમદાવાદ ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. સરકારી વકીલે આંકડા આપ્યા હતા કે રોંગ સાઇડ ડ્રાઇવના આરોપીઓ સામે જાન્યુઆરીમાં 75, ફેબ્રુઆરીમાં 42, માર્ચમાં 329, એપ્રિલમાં 133, મેમાં 95, જૂનમાં 226, જુલાઇમાં 16 દિવસમાં 329 FIR નોંધવામાં આવી છે. ટ્રાફિક નિયમોન ઉલ્લંઘન માટે  89,000 ચલણ ઇસ્યૂ કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આયોજિત ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર સામે રોંગ સાઇડ આવતા વાહનોને અટકાવવા કોર્ટની સૂચના ધ્યાને મૂકવામાં આવી હતી. શહેર પોલીસ કમિશનરે રોંગ સાઇડ વાહન ચલાવનારાઓ સામે સખત પગલા પોલીસ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. જો કે કોર્ટે કહ્યું હતું FIR નોંધવાથી કઈ નહીં થાય, રોંગ સાઇડ આવતા વાહનો જપ્ત કરો. સુરતમાં જ્યારે જજ આર.ટી. વાછાણી હતા ત્યારે તેનો અમલ કરવામાં આવ્યો હતો, જેને સફળતા મળી હતી. કોર્ટે કહ્યું હતું કે જાણો અને મીડિયા રિપોર્ટ રોંગ સાઇડની ડ્રાઇવિંગ જુએ છે.

સરકારી વકીલે કહ્યું કે, મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટ્રાફિક જવાનો કામ કરી રહ્યા છે. અમદાવાદમાં પ્લેન ક્રેશમાં શહેરના 40 ટકા પોલીસ કર્મચારીઓએ 24 કલાક કામ કર્યુ હતું. ત્યારબાદ અમદાવાદમાં રથયાત્રા પણ સફળતાપૂર્વક પૂર્ણ કરાવી હતી. વરસાદ, ભેજવાળા અને ધૂળિયા વાતાવરણમાં પોલીસ જવાનો રોડ ઉપર કામ કરે છે. વરસાદ અને ભેજથી બચવા અને કંટાળેલા લોકો શોર્ટકર્ટ્સ માટે રોંગ સાઇડ વાહનો હાંકે છે, આ લોકોના મનની નબળાઈ છે. અમે રખડતા ઢોર અટકાવ્યા તેમ રોંગ સાઇડ આવતા વાહનોને પણ અટકાવીશું. કોર્ટને અઠવાડિક પ્રોગ્રેસ રિપોર્ટ આપીશું.

gujarat-high-court1
thewalkers.co.in

કોર્ટે કહ્યું હતું કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો બેદરકાર છે. સરકારી વકીલે કહ્યું હતું કે અમદાવાદીઓમાં સેલ્ફ રેગ્યુલેશન જાળવવામાં ગંભીર ઉદાસીનતા જોવા મળે છે. કોર્ટે કહ્યું હતું કે SUV સાયન્સ સિટી રોડ ઉપર રોંગ સાઈડમાં આવે છે. અંકુર ક્રોસ રોડથી નારણપુરા રોડ ઉપર પણ આવી પરેશાની છે. રોંગ સાઇડ આવવાથી અકસ્માત સર્જાય છે. જજીસ બંગલો અને પકવાન ચાર રસ્તા રોડ ઉપર ગેરકાયદેસર પાર્કિંગ જોવા મળે છે.

સરકારી વકીલે કહ્યું હતું કે પોલીસને અપાયેલા બોડીવોર્ન કેમેરામાં વકીલો પણ ટ્રાફિક નિયમોના પાલનમાં છૂટછાટ લેતા પોલીસ સાથે ઝઘડો કરતા જોવા મળ્યા છે. અમદાવાદમાં તાજ હોટેલથી સિંધુ ભવન રોડ ઉપર રોંગ સાઇડ મોટું જંક્શન બની ગયું છે. કોર્ટે કહ્યું હતું કે પિક અવર્સમાં લોકો ટ્રાફિકથી બચવા શોર્ટ કર્ટ માટે રોંગ સાઇડ આવે છે, એટલે ભારે વાહનો માટે પિક અવર્સમાં પ્રતિબંધનું કડક પાલન કરાવો. અમદાવાદ શહેરમાં રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને ટાળવા માટે લગાવાયેલા ટાયર કિલર નીકળી જવાની વાત પણ કોર્ટ સામે રાખવામા આવી હતી. જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે ટાયર કિલર મેઇન્ટેન નથી થતા, બીજા શહેરોમાં પણ ફેઇલ ગયા છે. હવે ખરાબ રોડ, ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોર ઉપરની કન્ટેમ્પ અરજીની સુનવણી દર બુધવારે થશે અને ઓથોરિટી રિપોર્ટ રજૂ કરશે. હવે આ મુદ્દે વધુ સુનાવણી બુધવારે થશે.

gujarat-high-court
sociolegalcorp.com

ઉલ્લેખનીય છે કે, વાહનચાલકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અને તોફાની તત્વો પર લગામ લગાવવા માટે અમદાવાદ શહેર પોલીસ ગઇકાલે મેદાનમાં ઉતરી હતી. રોંગ સાઇડમાં ગાડી ચલાવનારા, દારૂ પીને, પુરઝડપે વાહન ચલાવનારા વાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત કારમાં નંબર પ્લેટ ન હોય, બ્લેક ફિલ્મ લગાવવામાં આવી હોય અથવા તો લાયસન્સ ન હોય તેવા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.ગઇકાલે પોલીસ દરેક જંકશન પર ઉંભી રહેલી જોવા મળી હતી અને વાહનચાલકો વિરૂદ્ધ લાલઆંખ કરી હતી.

અમદાવાદ પોલીસ 100 કરતા વધુ વાહનચાલકો સામે ગુનો નોંધ્યો હતો. ઘણા વાહનચાલકો રોંગસાઇડમાં આવી રહ્યા હતા, જેથી પોલીસે તેમની ધરપકડ કરી છે. પકડાયેલા વાહનચાલકોમાથી મોટાભાગના લોકો યુવાનો હતા અને તેમની પાસે લાયસન્સ પણ નહોતું. 2 દિવસથી પોલીસ સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવતા વાહનચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.