- National
- પોલીસે રસ્તા પર સજાવી દીધા એક્સિડન્ટ થયેલા વાહનો
પોલીસે રસ્તા પર સજાવી દીધા એક્સિડન્ટ થયેલા વાહનો
રીવા જિલ્લાને પ્રયાગરાજ સાથે જોડતા NH-30 પર સ્થિત સોહાગી ખીણમાં થતા ગંભીર માર્ગ અકસ્માતોથી તમે વાકેફ જ હશો. મોતની ખીણ તરીકે ઓળખાતી સોહાગી ખીણમાં અત્યાર સુધી ઘણા આવા હૃદયદ્રાવક અકસ્માતો થયા છે, તેમને યાદ કરવતા જ રૂવાડા ઉભા થઇ જાય છે. આ ખીણમાં થયેલા માર્ગ અકસ્માતોમાં અત્યાર સુધીમાં સેકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતોને રોકવા માટે રીવા પોલીસે એક ગજબની રીત શોધી કાઢી અને મુસાફરોને એલર્ટ કરવા માટે ખીણના રસ્તાના કિનારે અકસ્માતગ્રસ્ત વાહનો લટકાવી દીધા.
પોલીસનું કહેવું છે કે, અકસ્માતગ્રસ્ત વાહનોને જોઈને લોકોમાં જાગૃતિ આવે એટલે માર્ગ અકસ્માતનો શિકાર થયેલા વાહનોને હાઇવે લટકાવ્યા છે. અકસ્માતનો શિકાર થયેલા આ અકસ્માતગ્રસ્ત ફોર વ્હીલર્સ હાઇવે પરથી પસાર થતા મુસાફરો માટે સાઇન બોર્ડ તરીકે કામ કરશે, જે લોકોને કાળજીપૂર્વક વાહન ચલાવવાનું યાદ અપાવશે કેમ કે તેઓ સંભાવિત અકસ્માતગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે. વાહન ચલાવતી વખતે નાનકડી બેદરકારી પણ જીવ લઈ શકે છે.
તાજેતરમાં જ કલેક્ટર પ્રતિભા પાલે જણાવ્યું હતું કે, જલદી જ MPRDC, 24 કરોડ રૂપિયા ખર્ચ કરીને સોહાગી પહાડી ચિહ્નિત બ્લેક સ્પોટ વિસ્તારોની ડિઝાઇન બદલશે. જેમાં એન્જિનિયરિંગ અને ટેક્નિકલ મદદ પણ લેવામાં આવશે. તેનાથી ખીણમાં અકસ્માતોનો અંત આવશે. SDOP ઉદિત મિશ્રાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘પોલીસ અધિક્ષક વિવેક સિંહ દ્વારા ખીણમાં થનારા અકસ્માતોને રોકવા માટે નવીનતા લાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ સોહાગી ઘાટીના રસ્તાના કિનારે 2 પોઈન્ટ પર અકસ્માતગ્રસ્ત ફોર વ્હીલર્સ મૂકવામાં આવી, જેથી ત્યાંથી પસાર થતા લોકો તેને જોઈ શકે અને તેમને ચેતવણી રૂપ સમજે કે, તમે નાનકડી બેદરકારીથી અકસ્માતના શિકાર થઈ શકો છો. આ વાહનોની સાથે જ, જલદી જ હોર્ડિંગ્સ અને સાઇન બોર્ડ પણ લગાવવામાં આવશે જેમાં ટ્રાફિક સુરક્ષા સંબંધિત જરૂરી નિર્દેશ હશે.
માર્ગ અકસ્માતો પછી, જિલ્લાના સામાજિક કાર્યકર્તાઓએ સોહાગી પહાડ પર સ્થિત રસ્તાની ડિઝાઇનને લઇને ઘણા સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ખીણમાં રસ્તાના નિર્માણ દરમિયાન માનક માપદંડોનું પાલન કરવામાં આવ્યું નથી. આ કારણે, સોહાગી પહાડ અકસ્માતોનું કેન્દ્ર બની ગયો.

