- National
- મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ સત્રમાં મોદી સરકારને ઘેરવા માટે તેની રણનીતિ ઘડવા માટે શનિવાર, 19 જુલાઈના રોજ સાંજે 7 વાગ્યે એક ઓનલાઈન બેઠક યોજવા જઈ રહ્યું છે. પરંતુ આ મહત્વપૂર્ણ બેઠક પહેલા જ, કેટલાક સંકેતો મળ્યા હતા, જે દર્શાવે છે કે દેશના કેટલાક પક્ષોનો મોહ તૂટી રહ્યો છે. તો ચાલો જાણીએ કે શું વિપક્ષી એકતા નબળી પડી રહી છે?
એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, સંસદના ચોમાસુ સત્ર પહેલા, INDIA બ્લોકના પક્ષો શનિવારે એક ઓનલાઈન બેઠક કરશે. આ અંગે, કોંગ્રેસના સંગઠન પ્રભારી સચિવ K.C. વેણુગોપાલે X પર પોસ્ટ કરી: 'દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે શનિવાર, 19 જુલાઈ, 2025ના રોજ સાંજે 7 વાગ્યે INDIA પક્ષોના નેતાઓની એક ઓનલાઈન બેઠક યોજાશે.' સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠકનું સંકલન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને વેણુગોપાલ દ્વારા કરવામાં આવ્યું હતું. ગાંધીએ ઘણા ટોચના નેતાઓ સાથે વાત કરી હોવાનું કહેવાય છે.

જોકે, AAP અને TMC આ બેઠકમાં હાજરી આપી રહ્યા નથી. AAP કહે છે કે તે હવે INDIA બ્લોકનો ભાગ નથી, જ્યારે TMCએ સત્તાવાર રીતે વાર્ષિક પાર્ટી કાર્યક્રમની વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો છે.
https://twitter.com/kcvenugopalmp/status/1945895270115610712
TMCએ સત્તાવાર રીતે કહ્યું છે કે, તેના નેતાઓ 21 જુલાઈએ કોલકાતામાં યોજાનારી વાર્ષિક રેલીની તૈયારીમાં વ્યસ્ત છે. આ રેલી 1993માં પશ્ચિમ બંગાળમાં ડાબેરી સરકાર દરમિયાન પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા 13 લોકોની યાદમાં યોજાઈ રહી છે. પરંતુ પક્ષના આંતરિક સૂત્રો કહે છે કે વાસ્તવિક કારણ આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. એક TMC સાંસદે કહ્યું, 'અમે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે વારંવાર સ્ટેજ શેર કરી શકતા નથી, કારણ કે તેઓ બંગાળમાં અમારા વિરોધી છે. અમે રાષ્ટ્રીય મુદ્દાઓ પર INDIA ગઠબંધન સાથે છીએ, પરંતુ વારંવાર તેમની સાથે સંમત થવાથી અમારા કાર્યકરો મૂંઝવણમાં મુકાઈ શકે છે.' TMC બંગાળમાં પોતાની અલગ ઓળખ જાળવી રાખવા માંગે છે જેથી ચૂંટણીમાં કોઈ નુકસાન ન થાય.

જ્યારે, ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં ગઠબંધન સાથે કામ કરનાર AAP, પરંતુ હવે કદાચ AAPનો રસ્તો અલગ છે. AAPના આ વલણને ગઠબંધન માટે મોટો આંચકો માનવામાં આવે છે, કારણ કે ગયા વર્ષે 5 જૂન 2024ના રોજ યોજાયેલી ગઠબંધન બેઠકમાં AAP સામેલ હતી.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના સંગઠન પ્રભારી K.C. વેણુગોપાલે આ બેઠકનું આયોજન કર્યું છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), DMK, NCP (શરદ પવાર જૂથ), ડાબેરી પક્ષો, RJD, JMM અને IUML જેવા પક્ષો તેમાં ભાગ લેશે. બેઠકનો હેતુ ચોમાસા સત્રમાં મોદી સરકારને ઘેરવાની રણનીતિ બનાવવાનો છે.

ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનનું પ્રદર્શન સારું રહ્યું હતું, પરંતુ તે પછી હરિયાણા જેવા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારથી ગઠબંધનની એકતા પર પ્રશ્નો ઉભા થયા. ઘણા સાથી પક્ષોએ કોંગ્રેસના નેતૃત્વ પર પણ આંગળી ચીંધી હતી. તેમ છતાં, આ પક્ષો સંસદની અંદર અને બહાર ઘણા મુદ્દાઓ પર એક થયા છે. પરંતુ TMC અને AAPની ગેરહાજરીને કારણે, સત્ર શરૂ થાય તે પહેલાં જ વિપક્ષી એકતા નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.
Related Posts
Top News
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Opinion
