ઝૂંપડપટ્ટી આંદોલનના સહારે કેજરીવાલ શું દિલ્હીમાં કમબેક કરવાની તૈયારીમાં છે?

પંજાબ અને ગુજરાત પેટાચૂંટણીમાં મળેલી જીત અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP) માટે આશાનું કિરણ બનીને આવી છે. કદાચ આજ કારણ છે કે હવે તેમને 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલી કારમી હારમાંથી બહાર નીકળવાની તાકત પણ મળી ગઈ છે. આજ કારણ છે કે કેજરીવાલ દિલ્હી પર પોતાની રણનીતિ ફરીથી કેન્દ્રિત કરી રહ્યા છે. જે પ્રકારે આમ આદમી પાર્ટી દિલ્હીમાં ઝૂંપડપટ્ટીવાસીઓના મુદ્દાઓ પર આક્રમક બની છે, ઓછામાં ઓછું તેના પરથી તો એમ જ લાગે લાગે છે.

ઝૂંપડપટ્ટીવાસીઓને જ્યાં અરવિંદ કેજરીવાલ આશ્વસ્ત કરે છે કે જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી કોઈ તેમના ઘર તોડી નહીં શકે. તો ગોપાલ રાયે 29 જૂન 2025ના રોજ જંતર-મંતર પર  આયોજિત ઘર ઔર રોજગાર બચાવો આંદોલન દરમિયાન આપેલું નિવેદન વધુ આક્રમક છે. તેમણે ચીમકી આપી હતી કે જો ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવશે, તો લોકો વડાપ્રધાનના નિવાસસ્થાનમાં ઘૂસીને કબજો કરશે. જો કે, આમ આદમી પાર્ટીના નેતાઓની ઝૂંપડપટ્ટીવાસીઓ માટે અતિસક્રિયતાને જોખમી રણનીતિ તરીકે જોવામાં આવી રહી છે.

arvind-kejriwal1
facebook.com/AAPkaArvind

AAP દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં હાર બાદ ઝૂંપડપટ્ટીવાસીઓને ફરીથી એકજૂથ કરવા માટે કામ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે દિલ્હીમાં લગભગ 40 લાખ ઝૂંપડપટ્ટીવાસીઓ છે જે કુલ વસ્તીના 15-16 ટકાની આસપાસ છે. અગાઉ 2013, 2015 અને 2020ની ચૂંટણીઓમાં પાર્ટીને આ સમુદાયનું પૂરું સમર્થન મળ્યું હતું. 2025ની હારમાં આમ આદમી પાર્ટીને માત્ર 22 બેઠકો મળી હતી જે 2020માં જીતેલી 62 બેઠકો કરતા ખૂબ ઓછી હતી.

પાર્ટીને લાગે છે કે તેમની હારનું કારણ ઝૂંપડપટ્ટીવાસીઓના મુખ્ય મતોમાં ભાજપે સેંધ લગાવી દીધી હતી. કદાચ આ જ કારણ છે કે પાર્ટી ઝૂંપડપટ્ટીવાસીઓના મુદ્દાઓ પર વધુ આક્રમક વલણ અપનાવવા તૈયાર થઈ છે. 29 જૂનના રોજ જંતર મંતર પર ગોપાલ રાય અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં AAPએ ભાજપની કથિત ઝૂંપડપટ્ટી તોડી પાડવાની નીતિ સામે આક્રમક વિરોધ દર્શાવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી કોઈની ઝૂપડી નહીં તૂટે. ગોપાલ રાયે તો બધી હદ ઓળંગી દીધી. તેમણે PM હાઉસ પર કબજો કરવાની ચીમકી આપી. પાર્ટીએ દિલ્હીની વિવિધ ઝૂંપડપટ્ટીઓમાં ઝૂંપડપટ્ટી સંવાદ કાર્યક્રમો શરૂ કર્યા છે. જેમ ટિગરી-1 JJ ક્લસ્ટર અને મોતી નગરમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી. અહીં આતિશી અને સૌરભ ભારદ્વાજે ભાજપની નીતિઓની આકરી ટીકા કરી.

jagannath-rath-yatra3
mytravaly.com

AAP નેતાઓએ આરોપ લગાવ્યો કે ભાજપ સરકારે 1 લાખથી વધુ લોકોને બેઘર કરી દીધા છે. તેની સાથે જ, જ્યાં ઝૂંપડપટ્ટી છે ત્યાં મકાન આપવાના વાયદાથી યુટર્ન લેવાનો આરોપ પણ લગાવ્યો. તેમાં કોઈ શંકા નથી કે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ AAPના પરંપરાગત સમર્થક રહ્યા છે. જાહેર છે કે આ મુદ્દો દિલ્હીમાં ભાજપ સરકાર સામે AAP માટે રામબાણના રૂપમાં કામ કરશે. ઓછામાં ઓછું વિપક્ષના રૂપમાં અત્યારે તેની સ્થિતિ મજબૂત કરવા માટે સારું છે.

AAPની ઝૂંપડપટ્ટીવાસીઓ માટે અતિસક્રિયતા ખૂબ મોંઘી સાબિત થઈ શકે છે. ગોપાલ રાયનું વડાપ્રધાન નિવાસસ્થાન પર કબજો કરવાનો અને વડાપ્રધાનને બહાર કરવા માટેનું નિવેદન કાયદેસર રીતે જોખમી છે. IPC કલમ 124A (રાજદ્રોહ) હેઠળ, આ નિવેદનને સરકાર સામે અરાજકતા ઉશ્કેરનારું માની શકાય. સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા મામલાઓ સાથે જોડ્યું, જ્યાં સરકારી સંપત્તિઓ પર કબજો કરવામાં આવ્યો હતો. જો દિલ્હી પોલીસ અથવા ગૃહ મંત્રાલય ફરિયાદ નોંધાવે છે, તો ગોપાલ રાય સામે FIR નોંધી શકાય છે, જેમ કે 2024માં અમાનતુલ્લાહ ખાન સામે ધમકી માટે કરવામાં નોંધાવવામાં આવી હતી.

arvind-kejriwal2
facebook.com/AAPkaArvind

AAPની છબીને વધુ નુકસાન પહોંચાડી શકે છે. ભાજપે રાયના નિવેદનને નક્સલવાદી માનસિકતા અને દેશદ્રોહ ગણાવ્યું છે. ભાજપ સરકારે જહાં ઝુગ્ગી, વાહન મકાનયોજના હેઠળ ઝૂંપડપટ્ટીવાસીઓ માટે ઘરોનું ઉદ્ઘાટન કર્યું છે. કોંગ્રેસે પણ AAPના આંદોલનને મગરના આંસુ ગણાવ્યું છે અને દાવો કર્યો છે કે પાર્ટીએ તેની સરકાર દરમિયાન ઝૂંપડપટ્ટીવાસીઓ માટે કંઈ કર્યું નથી. ઝૂંપડપટ્ટીઓ બનાવી રાખવી AAPને એક અરાજક પાર્ટીના રૂપમાં ચિત્રિત કરી શકે છે, જે મધ્યમ વર્ગ અને શહેરી મતદારોને દૂર કરી શકે છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
Business 
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

સુરતના અનેક વિસ્તારોની અંદર અશાંત ધારો લાગૂ પાડવામાં આવેલો છે. પરંતુ તેનો યોગ્ય રીતે અમલ નથી થતો તેવી ફરિયાદ ખુદ...
Gujarat 
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે

ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરત બારડનો પાલિકાની ચૂંટણી આવે તે પહેલા વ્હોટસએપ ગ્રુપમાં એક મેસેજ ફરતો થતા ભાવનગરના રાજકારણમાં હડકંપ...
Politics 
ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.