CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'

PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારપછી કટરાથી શ્રીનગર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી. આ સાથે, કાશ્મીર હવે રેલ માર્ગ દ્વારા દેશના બાકીના ભાગો સાથે જોડાઈ ગયું છે. આ પ્રસંગે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા પણ હાજર હતા. આ પ્રસંગે કટરા ખાતે આયોજિત જાહેર સભાને સંબોધતા CM ઓમર અબ્દુલ્લાએ PM નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને ટૂંક સમયમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવાની આશા વ્યક્ત કરી.

PM Modi CM Omar Abdullah
amarujala.com

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, ઘણા લોકોએ આ રેલનું સ્વપ્ન જોયું હતું. અંગ્રેજોએ પણ કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે જોડવાનું સ્વપ્ન જોયું હતું, પરંતુ તેઓ તે પૂર્ણ કરી શક્યા નહીં. તેમણે કહ્યું કે તેમનું (બ્રિટિશ) સ્વપ્ન ઉરી ઝેલમના કિનારે રેલ્વે લાવીને કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે જોડવાનું હતું. જે અંગ્રેજો પૂર્ણ કરી શક્યા ન હતા, તે આજે તમારા દ્વારા પૂર્ણ થયું છે અને કાશ્મીર દેશના બાકીના ભાગ સાથે જોડાઈ ગયું છે. CM ઓમરે વધુમાં કહ્યું કે, જો હું આ પ્રસંગે ભૂતપૂર્વ PM અટલ બિહારી વાજપેયીનો આભાર ન માનું તો તે એક મોટી ભૂલ હશે.

તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટનો પાયો ચોક્કસપણે 1983-84માં નાખવામાં આવ્યો હતો. જ્યારે આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે હું આઠમા ધોરણનો બાળક હતો. આજે હું 55 વર્ષનો છું અને મારા બાળકો પણ કોલેજ પાસ કરી ચૂક્યા છે અને હવે તે પૂર્ણ થઈ ગયું છે. CM ઓમરે કહ્યું કે, વાજપેયીજીની સરકારે આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટનો દરજ્જો આપ્યો, બજેટની જોગવાઈ કરી અને પછી હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે.

PM Modi CM Omar Abdullah
business-standard.com

તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરને આ પ્રોજેક્ટથી ઘણો ફાયદો થશે. CM ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, જ્યારે અહીં વરસાદ શરૂ થતાં જ હાઇવે બંધ થઈ જતો હોય છે, ત્યારે જહાજ માલિકો આપણને લૂંટવાનું શરૂ કરે છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જહાજ માલિકોની લૂંટ બંધ થઈ જશે, અમારૂ આવવા જવાનું ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, આનાથી પર્યટન પણ વધશે.

Related Posts

Top News

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...

અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
National 
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.