- National
- શાળાની છત પડી ગઈ, અનેક બાળકોએ જીવ ગુમાવ્યો, શિક્ષણમંત્રી કહે- કોંગ્રેસનું પાપ છે, અમે ધીમે-ધીમે સુધા...
શાળાની છત પડી ગઈ, અનેક બાળકોએ જીવ ગુમાવ્યો, શિક્ષણમંત્રી કહે- કોંગ્રેસનું પાપ છે, અમે ધીમે-ધીમે સુધારીશું
રાજસ્થાનના ઝાલાવાડમાં એક શાળા ધરાશાયી થવાથી ઘણા બાળકોના મોત થઈ ગયા છે અને ઘણા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ચૈતર વિદ્યાર્થીઓને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘણા બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત બાદ રાજ્યના શિક્ષણ મંત્રી તરફથી એક અજીબોગરીબ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે તેના માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. આ સાથે તેમણે કહ્યું કે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે અને ઇજાગ્રસ્ત બાળકોની સરકારી ખર્ચે સારવાર કરવામાં આવશે.
અકસ્માત બાદ ચીસાચીસની અવાજો સંભળાયા હતા. શાળામાં થયેલ આ અકસ્માત સરકારી સિસ્ટમ પર સવાલ ઊભા કરે છે કે તંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે. બાળકો સવારે વહેલા તૈયાર થઈને અભ્યાસ કરવા ગયા અને પછી સમાચાર આવ્યા કે તેઓ અકસ્માતનો શિકાર થઈ ગયા છે. કોટાના સર્કિટ હાઉસમાં 24 જુલાઈના રોજ શિક્ષણ મંત્રી મદન દિલાવરને પૂછ્યું હતું કે, ‘શાળાઓની હાલત જર્જરિત છે, તેના પર તમે શું કહેશો, જેના પર તેમણે કહ્યું હતું કે આ કોંગ્રેસનું પાપ છે, અમે તેને ધીમે ધીમે સુધારીશું.’
https://twitter.com/BhajanlalBjp/status/1948604388991533443
આજે શાળામાં થયેલા અકસ્માત બાદ શિક્ષણ મંત્રીને ફરીથી સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે અજીબોગરીબ જવાબ આપતા કહ્યું કે, ‘એક સાથે બધી શાળાઓનું સમારકામ સંભાવ નથી.’ સવાલ એવો ઊભો થાય છે કે, જ્યારે બધી શાળાઓનું સમારકામ એક સાથે ન થઈ શકે, તો શું બાળકો પોતાનો જીવ આપી દે? જે જગ્યાએ અકસ્માત થયો તે વિસ્તાર પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનો વિસ્તાર કહેવાય છે. આ પ્રકારના VIP વિસ્તારોની હાલત એવી છે કે બાળકોની શાળાઓની છત ગમે ત્યારે તૂટી શકે છે. રેસ્ક્યૂ કરવા માટે ગ્રામજનો દોડી આવ્યા હતા અને JCB મશીનોથી કાટમાળ સાફ કરવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો. પ્રશાસનને ઘટનાસ્થળે પહોંચવામાં 45 મિનિટથી એક કલાકનો સમય લાગી ગયો. જ્યારે પણ શાળાઓની જર્જરિત સ્થિતિ બાબતે સવાલ કરવામાં આવે આવે છે, તો શાળાના મુખ્ય શિક્ષક કહે છે કે અમે DOને લેખિતમાં જાણ કરી છે. DOનું કહેવું છે કે અમે સરકારને લેખિતમાં જાણ કરી છે. સરકાર કહે છે કે ક્રમબદ્ધ રીતે શાળાઓનું સમારકામ કરવામાં આવશે.
https://twitter.com/PMOIndia/status/1948618722593128661
મળતી માહિતી મુજબ, આ મામલે એક મોટી બેદરકારી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે શાળાની છત ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી. સતત ભારે વરસાદને કારણે છત તૂટી પડવાની શક્યતા હતી. તેમ છતા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. પરિણામે, બાળકોએ જીવ ગુમાવ્યા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકોને ઝાલાવાડ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ગ્રામજનો પણ કાટમાળ દૂર કરવામાં બચાવ ટીમ સાથે જોડાયા છે. આ શાળા પીપલોદી ગામમાં બનાવવામાં આવી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે કાટમાળમાં દબાયેલા બધા બાળકો ધોરણ 7ના હતા. અકસ્માત સમયે, બાળકો તેમના વર્ગમાં અભ્યાસ કરી રહ્યા હતા. અત્યારસુધીમાં 7 બાળકના મોતની ખબર સામે આવી છે.
https://twitter.com/ashokgehlot51/status/1948594968961880526
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાલાવાડ શાળા અકસ્માતમાં બાળકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. એક ટ્વીટના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ પ્રભાવિત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે છે. હું ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.' આ સાથે, પ્રધાનમંત્રીએ શક્ય તમામ મદદની વાત પણ કરી.
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ટ્વીટ કરતા આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું કે, ઝાલાવાડના પીપલોદીમાં શાળાની છત ધરાશાયી થવાની દર્દનાક ઘટના અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. ઇજાગ્રસ્ત બાળકોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. ભગવાન દિવંગત દિવ્ય આત્માઓને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે અને શોકમગ્ન પરિવારને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે X પર પોસ્ટ કરી કે, ‘ઝાલાવાડના મનોહરથાણામાં સરકારી શાળાની ઇમારત ધરાશાયી થવાથી ઘણા બાળકો અને શિક્ષકો ચૈતર થયા હોવાના અહેવાલ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જાનહાનિ ઓછી થાય અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય.’

