- Politics
- ‘દા’ અને ‘બાબૂ’માં શું ફરક છે, જેને કારણે PM મોદીને સંસદમાં ભૂલ સ્વીકારી સુધાર્યું
‘દા’ અને ‘બાબૂ’માં શું ફરક છે, જેને કારણે PM મોદીને સંસદમાં ભૂલ સ્વીકારી સુધાર્યું
બંગાળમાં જેને ‘બાબૂ’ કહેવામા આવે છે, તેને જો તમે ‘દા’ કહેશો તો ગરબડ છે. લોકો તેના માટે વડાપ્રધાનને પણ ટોકે છે. 8 ડિસેમ્બર સોમવારના રોજ લોકસભામાં કંઈક આવું જ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘વંદે માતરમ’ પર ચર્ચા દરમિયાન ભાષણ આપી રહ્યા હતા. તેઓ વારંવાર બંકિમચંદ્ર ચેટર્જીને ‘બંકિમ દા’, ‘બંકિમ દા’ કહી રહ્યા હતા. 4 વખત આ વાતનું પુનરાવર્તન કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રોયથી ન રહેવાયું. ભાષણ વચ્ચે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટોકી દીધા. વડાપ્રધાનને તરત જ પોતાની ભૂલ સમજાઈ અને તેમણે પોતાને સુધાર્યા, રોય પર પણ કટાક્ષ કર્યો.
ભારતનું રાષ્ટ્રગીત છે વંદે માતરમ. જેને મહાન બંગાળી લેખક બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવ્યું છે. 1875માં લખાયેલ આ ગીતને આ વર્ષે 150 વર્ષ પૂર્ણ થઈ ગયા. આ અવસર પર ભારતીય સંસદમાં વંદે માતરમ પર ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે આ વિષય પર બોલવા માટે ઉભા થયા. તેમણે વંદે માતરમની મહિમા વચ્ચે લેખક બંકિમચંદ્ર ચેટર્જીની પણ વાત કરી, આ દરમિયાન તેમણે બંકિમ ચંદ્રને 4 વખત ‘બંકિમ દા’ કહ્યા.
પહેલી વખત બોલ્યા- ‘વંદે માતરમની યાત્રા શરૂઆત બંકિમ ચંદ્રજીએ 1857માં કરી હતી, અને આ ગીત એવા સમયે લખવામાં આવ્યું હતું જ્યારે 1857ના સ્વતંત્રતા સંગ્રામ બાદ બ્રિટિશ સામ્રાજ્ય બોખલાયું હતું. તેઓ ભારત પર દબાણ કરી રહ્યા હતા, જુલમ કરી રહ્યા હતા, અને ભારતના લોકો પર દબાણ કરવામાં આવી રહ્યું હતું, અને અંગ્રેજો પોતાના રાષ્ટ્રીય ગીત, ‘ગોડ સેવ ધ ક્વીન’ને ભારતના દરેક ઘર સુધી પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા હતા. આવા સમયે ‘બંકિમ દા’એ પડકાર ફેંક્યો અને જવાબ આપ્યો અને તેમાંથી ‘વંદે માતરમ’નો જન્મ થયો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત કહ્યું કે, જ્યારે ‘બંકિમ દા’એ વંદે માતરમની રચના કરી તો સ્વાભાવિક રીતે સ્વતંત્રતા આંદોલનનો અવાજ બની ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત કહ્યું કે, બ્રિટિશ યુગ દરમિયાન ભારતને નબળા, નકામા, આળસુ અને કર્મહીન તરીકે બતાવવાની ફેશન હતી. ભારતને જેટલું નીચું બતાવી શકાય, તેટલું બતાવવામાં આવી રહ્યું હતું. ત્યારે ‘બંકિમ દા’એ આ હીનભાવનાને ઝટકો આપવા માટે ‘વંદે માતરમ’માં ભારતના સામર્થ્યસ્વરૂપ દર્શાવતા લખ્યું હતું: ‘ત્વં હિ દુર્ગા દશપ્રહરણધારિણી. કમલા કમલદલવિહારિણી. વાણી-વિદ્યાદાયિની.’
ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળના ભાગલાના સમયનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ‘બંગાળનું વિભાજન તો થયું, પરંતુ એક વિશાળ સ્વદેશી આંદોલન ઊભું થયું. ત્યારે ‘વંદે માતરમ’ ચારેય તરફ ગુંજી ઉઠ્યું. અંગ્રેજો સમજી ગયા કે બંગાળની ધરતીમાંથી નીકળેલું ‘બંકિમ દા’નું આ ભાવના સૂત્ર..’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આટલું બોલતા જ સૌગત રોયે તેમને ટોક્યા. તેમના ભાષણની વચ્ચે તેમણે કહ્યું કે, તમે ‘બંકિમ દા’ બોલી રહ્યા છો. બંકિમ બાબૂ-બંકિમ બાબૂ...’ આના પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બંકિમ બાબૂ. આભાર, આભાર. હું તમારી લાગણીઓનું સન્માન કરું છું. ‘બંકિમ બાબૂ’એ. ‘બંકિમ બાબૂ’એ. આભાર દાદા (સૌગત રોય). આભાર. હા... હું તમને દાદા કહી શકું છું ને? નહિંતર, તમે તેનો પણ વિરોધ કરશો. ત્યારબાદ સાંસદમાં હાસ્ય ગુંજી ઉઠ્યું. વડાપ્રધાન પોતાનું ભાષણ ચાલુ રાખે છે.
‘બાબૂ’ અને 'દા' વચ્ચે શું તફાવત છે?
બંગાળમાં બંને જ સંબોધનોનો સન્માન માટે પ્રયોગ કરવામાં આવે છે. રવિન્દ્રનાથ ટાગોરના જીવન પર આધારિત પુસ્તક ‘ઠાકુરબાડી’ના લેખક અનિમેષ મુખર્જી જણાવે છે કે ‘બાબૂ’ અને ‘દા’ બંને જ સન્માનનો મામલો છે. ‘દાદા’ અથવા ‘દા’નો અર્થ થાય છે મોટા ભાઈ. પરંતુ સુભાષચંદ્ર બોઝ, શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને રવીન્દ્રનાથ ટાગોર... આ બધાને મોટા ભાઈ કરતા વધુ પિતાતુલ્ય માનવામાં આવે છે. જેમ હિન્દીમાં, મહાત્મા ગાંધી માટે ‘ગાંધીભાઈ’ ભગતસિંહ માટે ‘ભગતભાઈ’, મુનશી પ્રેમચંદ માટે ‘પ્રેમચંદભાઈ’ નહીં કહીએ તેવી જ રીતે બંકિમચંદ્રને ‘બંકિમ દા’ કહેવામાં આવતું નથી. બસ આટલી જ વાત છે, બીજું કંઈ નથી.

