‘AI રેસમાં અમેરિકા-ચીન આગળ, ભારત પાછળ...,’ રાહુલ ગાંધીએ ડેટા કંટ્રોલ પર ઉઠાવ્યા સવાલ

આ વર્ષે કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, અને તમામ પક્ષો પોતાનો રાજકીય પ્રભાવ મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ જ અનુસંધાને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીવાળા રાજ્ય કેરળ (હવે કેરળમ)માં કુટ્ટીક્કનમ સ્થિત મેરિયન કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કેન્દ્ર સરકાર અને ભારતની ટેક્નોલોજીકલ ક્ષમતાઓ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, ‘ભારત હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટેની વૈશ્વિક રેસમાં ક્યાંય દેખાતું નથી.

રાહુલ ગાંધીના મતે, આ રેસમાં વાસ્તવિક ખેલાડીઓ અમેરિકા અને ચીન છે, જ્યારે ભારત ટેકનોલોજી વિકસાવવાને બદલે અન્ય લોકો પર નિર્ભર બની રહ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે જો ભારતે પોતાના ડેટા પર નિયંત્રણ ન રાખ્યું, તો ભવિષ્યમાં તેને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.

rahul-gandhi1
facebook.com/rahulgandhi

શિક્ષણ વ્યવસ્થા પર વૈચારિક હુમલાના આરોપો

રાહુલ ગાંધીએ વાતચીતની શરૂઆત દેશની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાથી કરી. તેમણે આરોપ લગાવ્યો કે ભારતની શિક્ષણ પ્રણાલી પર એક ચોક્કસ વિચારધારા થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘જો તમે યુનિવર્સિટીના કુલપતિઓને જુઓ, તો તેમાંથી મોટી સંખ્યામાં એવા લોકોની નિમણૂક કરવામાં આવી છે જેમના RSS સાથે જોડાણ છે. તેમણે આને ખતરનાક ગણાવતા કહ્યું કે, શિક્ષણ પ્રણાલીને કોઈના વિભાજનકારી દૃષ્ટિકોણ સુધી મર્યાદિત ન રાખવી જોઈએ અને આવા વૈચારિક હુમલાઓ તાત્કાલિક રોકવા જોઈએ.

AIની ગ્લોબલ રેસમાં ભારતની સ્થિતિ

ટેક્નોલોજીના મુદ્દા પર બોલતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે ભારતે AI અને રોબોટિક્સ જેવા અદ્યતન ક્ષેત્રોમાં કોઈ ખાસ સફળતા મેળવી નથી. તેમણે કહ્યું કે, ‘જ્યારે આપણે અમેરિકા કે ચીનની સરખામણી કરીએ છીયે, ત્યારે ભારત એક મુખ્ય ખેલાડી તરીકે નજરે પડતું નથી. તેમણે તાજેતરના ઇન્ડિયા AI સમિટમાં થયેલા વિવાદનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં એક ચીની રોબોટને ભારતીય શોધ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. તેમનો ઈશારો ગલગોટિયાસ યુનિવર્સિટીમાં બનેલી એ ઘટના તરફ હતો, જેની ખૂબ ચર્ચા થઈ હતી. આ નિવેદનને PM મોદીના ભારતને વૈશ્વિક ખેલાડી બનાવવાના વિઝન પર પણ નિશાન સાધવાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

રાહુલ ગાંધીએ ડેટા સુરક્ષા પર PM મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ‘જો તમે AIની દુનિયામાં શક્તિશાળી બનવા માંગતા હો, તો તમારે પોતાના ડેટાને નિયંત્રણ રાખવું પડશે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા સાથેના તાજેતરના કરારથી ભારતનો ડેટા અમેરિકાને સોંપાઈ ગયો છે. રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી કે, જે સોફ્ટવેર અને સર્વિસ સેક્ટર જે પહેલા ભારતની તાકાત હતા, હવે AIને કારણે નોકરીઓ ઓછી થઈ શકે છે. તેમણે કહ્યું કે ડેટા, ઉત્પાદન અને મોબીલીટીના ક્ષેત્રોમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે, અને આપણે માત્ર જોઈ રહ્યા છીએ.

વોટ્સએપ ડેટા પર પ્રશ્નો

ડેટાનું મહત્ત્વ સમજાવતા રાહુલ ગાંધીએ ચીનનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, અમેરિકા સફળ છે કારણ કે તેની પાસે વિશ્વભરના ડેટાની સુધી પહોંચ છે. રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે, ‘જ્યારે તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો, ત્યારે તમારો ડેટા કોની પાસે હોય છે? ભારત પાસે નહીં, પરંતુ અમેરિકા પાસે છે. તેમણે કહ્યું કે આપણા ફોન અને સંદેશાવ્યવહાર પ્રણાલીઓ સાથે સંબંધિત ડેટા અમેરિકાના નિયંત્રણમાં જતા રહે છે, જ્યારે ચીને પોતાની સિસ્ટમ વિકસાવી છે અને ત્યાં વોટ્સએપ જેવી વિદેશી એપ્લિકેશનોનો ઉપયોગ થતો નથી.

rahul-gandhi2
indiatoday.in

ઉદ્યોગપતિઓ પર કટાક્ષ

રાહુલ ગાંધીએ દેશના મોટા ઉદ્યોગપતિઓની પણ ટીકા કરી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ભારત AI ક્ષેત્રમાં પાછળ છે કારણ કે અહીં ઉત્પાદન પર કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. રાહુલ ગાંધીના મતે, ભારતીય ઉદ્યોગપતિઓ પોતે કઈક બનાવવાને બદલે, ભારતમાં ચીની વસ્તુઓ વેચવાના કારોબારમાં વ્યસ્ત છે.

About The Author

Related Posts

Top News

બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...

મધ્ય પૂર્વમાંથી તેલ અને ગેસ પુરવઠો ખોરવાયા બાદ, સરકાર અને તેલ કંપનીઓએ ગભરાટ ટાળવા અને સરળ કામગીરી સુનિશ્ચિત કરવા...
Business 
બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...

EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે, અને પરિણામો આવવાના હજુ બાકી છે. જોકે, મતદાન...
National 
EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મોટો ખુલાસો થયો છે, જેણે સસરા-જમાઈ અને પતિ-પત્ની વચ્ચેના સંબંધોને કલંકિત કર્યા છે. આ ખુલાસો...
National 
આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, CEO, સંબોધન

ભારતના કુલ જમીન વિસ્તારના માત્ર 6 ટકા ધરાવતા ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ અને રોકાણમાં દેશના અગ્રણી યોગદાનકાર્તા તરીકે સ્થાન મળ્યું...
Gujarat 
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા,  CEO, સંબોધન
Copyright (c) Khabarchhe All Rights Reserved.