લોકસભામાં 9 માર્ચે આવશે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ; ભાજપ અને કોંગ્રેસે જાહેર કર્યા વ્હીપ

લોકસભાના બજેટ સત્રનો બીજો હાફ સોમવાર 9 માર્ચથી શરૂ થવાનો છે. બીજા હાફના પહેલા દિવસનો એજન્ડા સામે આવી ગયો છે. બજેટ સત્રના પહેલા જ દિવસે સ્પીકર ઓમ બિરલાને તેમના પદ પરથી હટાવવા માટેનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ પ્રસ્તાવની નોટિસ કોંગ્રેસના સાંસદો ડૉ. મોહમ્મદ જાવેદ, કે. સુરેશ અને ડૉ. મલ્લુ રવિ તરફથી આપવામાં આવ્યો છે.

કોંગ્રેસ સાંસદો દ્વારા સ્પીકરને પદ પરથી હટાવવાના પ્રસ્તાવની નોટિસમાં વિપક્ષી મહિલા સાંસદો પર ગેરવાજબી આરોપો લગાવવાથી લઈને સમગ્ર સત્ર માટે વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા સુધીના વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં વિપક્ષી સભ્યો તરફથી સ્પીકરના વર્તન પર પ્રશ્નાર્થ લગાવતા શાસક પક્ષના સભ્યોની તરફેણ કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

Om-Birla1
ndtv.com

નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, સ્પીકર શાસક પક્ષના સાંસદોને અયોગ્ય વર્તન માટે ટોકતા નથી. સ્પીકર પર એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, વિવાદાસ્પદ મુદ્દાઓ પર તેઓ શાસક પક્ષનો સાથ આપે છે. 9 માર્ચની કાર્યવાહીમાં જે એજન્ડા સામે આવ્યો છે, તેમાં રૂટિનના મુદ્દાઓ સિવાય માત્ર એક આ પ્રસ્તાવનો ઉલ્લેખ છે. પહેલા દિવસના એજન્ડામાં સરકાર તરફથી કોઈ કાયદાકીય કાર્ય નથી.

લોકસભાના વર્તમાન સભ્ય ડૉ. રિકી એન્ડ્રૂ જે. સિંગકોનનું તાજેતરમાં અવસાન થયું હતું. 9 માર્ચે લોકસભામાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. નોંધનીય છે કે બજેટ સત્રનો પહેલો હાફ તોફાની રહ્યો હતો. હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી ઘણા દિવસો સુધી ખોરવાઈ હતી. સ્પીકરે કેટલાક વિપક્ષી સાંસદોને અમર્યાદિત વર્તન બદલ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કર્યા હતા.

Om-Birla
thehindu.com

વિપક્ષી કોંગ્રેસના સાંસદોએ લોકસભા સચિવાલયમાં સ્પીકરને તેમના પદ પરથી હટાવવા માટે પ્રસ્તાવની નોટિસ રજૂ કરી હતી. હવે, આ પ્રસ્તાવ 9 માર્ચે ગૃહમાં રજૂ થવાનો છે, જેને લઈને શાસક NDAના નેતૃત્વ હેઠળના ભાજપ અને વિપક્ષી કોંગ્રેસ બંનેએ તેમના સભ્યોને 3 લાઇનનો વ્હીપ જાહેર કરીને તે દિવસે ગૃહમાં હાજર રહેવાનું કહ્યું છે.

About The Author

Related Posts

Top News

સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’

ગત માર્ચમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત  (VNSU સંલગ્ન કોલેજોમાં પરીક્ષાઓ લેવાઈ હતી, જેમાં ગેરરીતિના અનેક કિસ્સાઓ સામે આવ્યા...
Gujarat 
સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’

પુરાવાનો અભાવ કે ધરપકડમાં ખામી... સોનમને જામીન કેમ મળ્યા? રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક

ઇન્દોરના કુખ્યાત હનીમૂન કેસમાં એક મોટો સુધારો સામે આવ્યો છે. કોર્ટે મુખ્ય આરોપીની પત્ની સોનમ રઘુવંશીને જામીન આપી દીધા છે....
પુરાવાનો અભાવ કે ધરપકડમાં ખામી... સોનમને જામીન કેમ મળ્યા? રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક

ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માએ મંગળવારે દારૂ કંપની ડિયાજિયો સ્કોટલેન્ડ સાથે સંકળાયેલા કથિત લાંચ કેસના સંદર્ભમાં કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ...
National 
ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?

રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે

IPL 2026માં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ કેપ્ટન રિયાન પરાગ ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયો છે....
Sports 
રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.