- National
- મહુઆ મોઇત્રાએ PM મોદી પર કટાક્ષ કરતા કહ્યું- 'મહાકાળી મા ઢોકળા નથી ખાતા...' તેમણે આવું કેમ કહ્યું?
મહુઆ મોઇત્રાએ PM મોદી પર કટાક્ષ કરતા કહ્યું- 'મહાકાળી મા ઢોકળા નથી ખાતા...' તેમણે આવું કેમ કહ્યું?

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ બંગાળમાં એક રેલી દરમિયાન મા કાલીનું આહ્વાન કરવા બદલ PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. મહુઆએ કહ્યું, 'આ યુક્તિ દ્વારા બંગાળી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં થોડું મોડું થઇ ગયું છે.' અહીં તમને જણાવી દઈએ કે, શુક્રવારે દુર્ગાપુર રેલીને સંબોધતા પહેલા PM નરેન્દ્ર મોદીએ બંગાળી ભાષામાં ભીડનું અભિવાદન કરીને અને મા કાલી અને દેવી દુર્ગાનું આહ્વાન કરીને પોતાનું ભાષણ શરૂ કર્યું હતું.
PM નરેન્દ્ર મોદીએ તેમના સામાન્ય નારા 'જય શ્રી 'રામ'થી અલગ થઈને કહ્યું, 'જય મા કાલી, જય મા દુર્ગા'. આ અંગે PM નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા તેમના કટ્ટર ટીકાકાર મહુઆએ કહ્યું, તેમણે બંગાળી મતો માટે માનું આહ્વાન કરવામાં મોડું કર્યું. મા ઢોકળા ખાતા નથી અને ક્યારેય ખાશે નહીં. અહીં તમને જણાવી દઈએ કે, PM નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં ઢોકળા એક લોકપ્રિય નાસ્તો છે.

'ઢોકળા'નો ઉલ્લેખ BJPના નેતાઓ પર લોકોના ભોજનની પસંદગી નક્કી કરવા બદલ તેમના અગાઉના હુમલાઓ સાથે સુસંગત છે. હકીકતમાં, બંગાળના ઘણા કાલી મંદિરો દેવીને ભોગ તરીકે માંસાહારી પ્રસાદ ચઢાવે છે. 2022માં, મોઇત્રાએ કાલીને માંસાહારી અને દારૂ પીતી દેવી કહીને વિવાદ ઉભો કર્યો હતો, જેના કારણે તેમની સામે FIR દાખલ કરવામાં આવી હતી.
કૃષ્ણનગરના ગરમ મિજાજના સાંસદે આ વર્ષની શરૂઆતમાં 'ઢોકળા' પર કટાક્ષ કર્યો હતો, જ્યારે એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક લોકો દિલ્હીના ચિત્તરંજન પાર્કમાં માછલી બજારના દુકાનદારોને મંદિરની નજીક હોવા બદલ ધમકી આપતા જોવા મળ્યા હતા.
https://twitter.com/Saurabh_MLAgk/status/1909619928204034268
અહીં તમને બતાવી દઈએ કે, આ વર્ષે એપ્રિલમાં, દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે એક વીડિયો શેર કર્યો હતો જેમાં BJP સમર્થકો પર ચિત્તરંજન પાર્કની આસપાસ માછલી વેચતા દુકાનદારોને ધમકી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ વીડિયો મહુઆ મોઇત્રાએ પણ શેર કર્યો હતો.

તે સમયે મોઇત્રાએ વીડિયો શેર કરતા દાવો કર્યો હતો કે, ધમકી આપનારા લોકો BJP સાથે સંકળાયેલા હતા. તેમણે લખ્યું હતું, 'ચિત્તરંજન પાર્કમાં બંગાળીઓને ધમકી આપનારા લોકો BJPના ગુંડા છે. ચિત્તરંજન પાર્ક એક બંગાળી વસાહત છે. બંગાળીઓ ગર્વથી માછલી ખાનારા છે. શું BJP અમને કહેશે કે અમારે શું ખાવું જોઈએ અને અમારી દુકાનો ક્યાં હોવી જોઈએ? જોકે, BJPએ તે વીડિયોને બનાવટી અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને ફગાવી દીધો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2026માં યોજાવાની છે અને CM મમતા બેનર્જીએ લગભગ એક વર્ષ પહેલા કહ્યું હતું કે, 2026માં બંગાળમાં ફરી એક રમત થશે અને તે ખુબ જોરદાર થશે. પશ્ચિમ બંગાળમાં કુલ 292 વિધાનસભા બેઠકો છે. અહીં બહુમતીનો આંકડો 147 બેઠકોનો છે.
Related Posts
Top News
શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું
Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Opinion
