અંબાલાલ અને પરેશ ગોસ્વામીના મતે ગુજરાતમાં આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ

અત્યારે દેશભરમાં ઉનાળો ચાલી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં કમૌસમી વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. તો ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તેને લઇને હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં 17 મે સુધી વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારબાદ ફરી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. ગુજરાતના વાતારણને લઇને હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે જણાવ્યુ કે, આગામી 16 મે સુધીમાં હજુ પણ પ્રી-મોનસુન એક્ટિવિટી થશે.

ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે. એ સિવાય 19 મે સુધીમાં પ્રી-મોનસુન એક્ટિવિટી થશે. વાવાઝોડનું પ્રમાણ વધારે રહેશે. 17 મે બાદ અકળાવી મુકનારી ગરમી પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી જેવું થવાની સંભાવના રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે. બનાસકાંઠા, પાલનપુર ડીસા, કાંકરેજ, રાધનપુર વગેરેમાં વોવાઝોડાનુ પ્રમાણ વધારે રહેશે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધારે રહેશે. 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, મે મહિનાના અંતમાં પણ પ્રી-મોનસુન એક્ટિવિટી થવાની સંભાવના રહેશે. 24 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતના ઘણા ભાગોમાં થવાની સંભાવના રહેશે. 16 મે બાદ બંગાળના ઉપસાગરમાં લગભગ 24 મે સુધીમા અંદમાન નિકોબારમાં ચોમાસું બેસી જવાની સંભાવના રહેશે. આ વર્ષે ચોમાસુ વહેલું બેસી જવાની સંભાવના રહેશે. મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરુઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રિય થઇ શકે છે.

પશ્ચિમ મહાસાગર અન્ય મહાસાગરો કરતા ગરમ રહેશે. જેના કારણે ચક્રવાત સર્જાવાની સંભાવના રહેશે. મૃગશિર્ષ નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના રહેશે. ચોમાસાની શરુઆતનો વરસાદ પણ ભારે વાવાઝોડા સાથે પડવાની સંભાવના રહેશે. વાવાઝોડાના કારણે બાગાયતી પાકો પર અસર થશે અને વિષમ હવામાનની વિપરિત અસરના કારણે શાકભાજીના પાકોમાં રોગ આવવાની સંભાવના વધારે રહેશે.

તો ગુજરાતના જાણીતા હવામાન હજુ પણ પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં 16 મે સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. તેની સાથે તેમણે મે મહિનાની 17 તારીખથી ભયંકર ગરમી પડશે તેવી પણ આગાહી કરી છે. 15 તારીખે વરસાદની તીવ્રતા વધશે. આજે ગુજરાતને અડીને આવેલા મધ્ યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પાસેના વિસ્તારોમાં વરસાદની ગતિમાં ઘટાડો નોંધાશે, પરંતુ બીજી તરફ વરસાદી સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ખસી રહી છે. જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં અને રાજસ્થાનથી લઇને અરબ સાગરના ઉભા પટ્ટામાં વરસાદની ગતિમાં વધારો નોંધાવાની સંભાવના છે.

Top News

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા...
Politics 
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
World 
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

ઉત્તર પ્રદેશના આગ્રામાં, નવપરિણીત દુલ્હને લગ્નની રાત્રે વરરાજાને દૂધ પીવડાવ્યું. આ પછી એવી 'ગેમ' થઈ કે બધા ચોંકી ગયા. મામલો...
National 
લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.