70 વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ 95 વર્ષીય વરરાજા અને 90 વર્ષની દુલ્હને કર્યા લગ્ન

રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગલંદર ગામમાં એક અનોખા અને પ્રેરણાદાયક લગ્ન જોવા મળ્યા. અહીં 70 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા 95 વર્ષીય રામાભાઈ અંગારી અને 90 વર્ષીય જીવલી દેવીએ પારંપારિક રીતિ-રિવાજો સાથે લગ્ન કરીને એક ઉદાહરણ કાયમ કર્યું. રામાભાઈ અને જીવલી દેવીના જીવનસાથીનો સંબંધ 7 દાયકા સુધી મજબૂત રહ્યો, પરંતુ તેમણે ક્યારેય સામાજિક રૂપે લગ્ન કર્યા નહોતા. તેમના 8 બાળકો અને ઘણા પૌત્ર-પૌત્રીઓ પણ છે. જ્યારે દંપતીએ સમાજ સામે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી, તો તેમના બાળકોએ સહર્ષ સ્વીકાર કરીને ધામધૂમથી લગ્નનું આયોજન કર્યું.

marriage
jagran.com

1 જૂનના રોજ હલ્દી અને લગ્નના રીત-રિવાજો થયા. ત્યારબાદ 5 જૂને DJના તાલે ગામમાં બિન્દોરી કાઢવામાં આવી. આ દરમિયાન તેમના પુત્રો, પૌત્રો અને ગામના લોકો નાચતા-ગાતા સામેલ થયા. ત્યારબાદ, રીત રિવાજ મુજબ 7 ફેરા લઈને વરરાજા અને દુલ્હન બનેલા રમા અને જીવલીએ એકબીજાને જીવનસાથીના રૂપમાં સ્વીકાર્યા. લગ્ન ઉપરાંત, એક સમુદાય ભોજન સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં આખા ગામે ભાગ લીધો હતો. રામાભાઈ અંગારીએ આખી જિંદગી ગુજરાતમાં કૂવા ખોદવા અને ખેતી-વાડી કરીને પોતાના પરિવારનું પાલન-પોષણ કર્યું. જીવલી દેવીએ 12 વર્ષ સુધી MADA સંસ્થામાં હેન્ડલૂમ પર ગાલીચા બનાવ્યા. ત્યારબાદ, જ્યારે તેમની આંખોની દૃષ્ટિ બગડી ગઈ, ત્યારે તેણે પણ ખેતી-વાડી સાંભળી.

Girl-Slaps-Electricity-Team1
amarujala.com

આ વૃદ્ધ દંપતીના 4 પુત્રો અને 4 પુત્રીઓ છે. સૌથી મોટો પુત્ર બખુ ખરાડી (ઉંમર 60 વર્ષ) ખેડૂત છે. શિવરામ ( ઉંમર 57 વર્ષ), કાંતિલાલ (ઉંમર 48 વર્ષ ) અને સુનિતા (ઉંમર 53 વર્ષ) સરકારી શિક્ષક છે, જ્યારે અનિતા (ઉંમર 50 વર્ષ) સરકારી નર્સ છે. પુત્ર લક્ષ્મણ લાલ (ઉંમર 44 વર્ષ ) ખેતી-વાડી કરે છે. ત્રીજી પુત્રી જંતુનું 55 વર્ષની ઉંમરે મોત થઈ ગયું હતું, જ્યારે સૌથી નાની પુત્રી સીતાના લગ્ન બાદ  કોઈ જાણકારી નથી.

Related Posts

Top News

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!

તે દીક્ષાંત સમારોહનો પ્રસંગ હતો. એક પછી એક ડિગ્રીધારકોને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી રહી હતી. રાજ્યપાલ પોતે આ ખાસ પ્રસંગે...
National 
Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.