- World
- પિતાને દીકરાની ગર્લફ્રેન્ડ સાથે થયો પ્રેમ, દીકરાનું બ્રેકઅપ થતા જ તેની સાથે લગ્ન કરી લીધા
પિતાને દીકરાની ગર્લફ્રેન્ડ સાથે થયો પ્રેમ, દીકરાનું બ્રેકઅપ થતા જ તેની સાથે લગ્ન કરી લીધા
ક્યારેક તમને ઘણી એવી વિચિત્ર વાતો સાંભળવા મળે છે, જેના પર તમે સરળતાથી વિશ્વાસ કરી શકતા નથી. ઘણી વખત તમે સાંભળ્યું જ હશે કે, કોઈપણ સંબંધમાં ભરોસો અને વિશ્વાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને એવા કિસ્સા કે જે પ્રેમના સંબંધમાં હોય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું કહેવાય છે કે પ્રેમમાં વિશ્વાસઘાત કરતાં વધુ પીડાદાયક કંઈ નથી. પરંતુ જ્યારે આવા પ્રેમ સંબંધમાં ત્રીજો વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પોતાના જ પિતા હોય ત્યારે શું થાય છે.
અમેરિકાના ઓહાયો રાજ્યમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના વિશે જાણ્યા પછી તમે વિશ્વાસ નહીં કરો. અહીં એક પુરુષે પોતાના પુત્રની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા, જે તેનાથી 24 વર્ષ નાની છે. હા, 51 વર્ષના પુરુષ સાથે લગ્ન કરનારી એક મહિલા કિશોરાવસ્થામાં તેના પુત્રને ડેટ કરી રહી હતી. કેમ તમે આશ્ચર્યચકિત થઇ ગયા ને! એક મહિલાએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડના પિતા સાથે લગ્ન કર્યા, જે લોકો માટે પચાવવું થોડું મુશ્કેલ છે.
અમેરિકાના ઓહાયોમાં રહેતી 27 વર્ષની સિડની ડીન નામની મહિલાએ ટ્રક ડ્રાઈવર પોલ સાથે લગ્ન કર્યા. પરંતુ અહીં ચોંકાવનારી વાત એ છે કે આ દંપતીની ઉંમરમાં 24 વર્ષનો તફાવત છે. તે પહેલી વાર તેના જીવનસાથીને મળી હતી જ્યારે તે માત્ર 11 વર્ષની હતી અને પોલના પુત્રને ડેટ કરી રહી હતી. પુત્ર સાથે બ્રેકઅપ પછી પણ બંને મિત્રો રહ્યા, પરંતુ તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે ભવિષ્યમાં તેમનો સંબંધ આટલો ચોંકાવનારો વળાંક લેશે.
સિડની ડીને જણાવ્યું કે જ્યારે તેણે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડને નવી ગર્લફ્રેન્ડ સાથે જોયો ત્યારે તેને પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય એવું લાગ્યું અને તે પોતાને સ્પેર વીલ (વધારાનું પૈડું) જેવી માનવા લાગી હતી. તેથી, તે થોડા સમય માટે તેના પિતા સાથે મોબાઈલ પર ચેટ કરતી હતી. સિડનીએ કહ્યું, 'મેં ક્યારેય પોલ સાથે પ્રેમમાં પડવાની અપેક્ષા નહોતી રાખી અને અમે ફક્ત એમ જ મળતા રહ્યા, પરંતુ હું ખૂબ ખુશ છું કે મેં આવું કર્યું.'
સિડની 16 વર્ષની થઈ ત્યારે આ દંપતીએ ડેટિંગ શરૂ કર્યું, જે તેમના રાજ્યમાં સંમતિની ઉંમર છે અને 2016 સુધીમાં તેમના લગ્ન થઈ ગયા. જોકે, આ દંપતી માટે વસ્તુઓ સારી રહી ન હતી, કારણ કે તેમને તેમના પરિવારોને તેમના સાચા પ્રેમ વિશે સમજાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી.

