- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 20-07-2025
વાર - રવિવાર
મેષ - પૈસાનો સાચો ઉપયોગ કરી શકશો, આજના દિવસે ધાર્મિક યાત્રા મંદિર જવાથી માનસિક શાંતિ મળશે.
વૃષભ - ખૂબ જ આનંદ આપતો આ દિવસ પૈસાની લેવડ દેવડમાં ખાસ ધ્યાન આપવું.
મિથુન - મહેનતના આ દિવસોમાં પરિવાર પાછળ ધ્યાન આપી શકો, આરામ દાયક દિવસમાં માનસિક શાંતિને પ્રાપ્ત કરી શકશો.
કર્ક - અકારણ ગુસ્સો ન કરવો વિદ્યા અભ્યાસ અને સંતાનો પાછળ ધ્યાન આપી શકશો, સમાજમાં નામ પ્રતિષ્ઠામાં વધારો થાય.
સિંહ - ઘર પરિવારથી આનંદ રહે પૈસાનો ખર્ચ પણ થઈ શકે, જુના મિત્રો ને મળવાનું થઈ શકે.
કન્યા - આસપાસની જગ્યાઓમાં ફરવાથી આનંદ રહે, પિતા સાથે સલાહ સૂચન કરી કામમાં આગળ વધાય.
તુલા - બહાર ભોજનનો પરિવાર સાથે કે મિત્રો સાથે આનંદ માણી શકો, સંતાનો સાથે સમય કાઢી તેમના વિષયની ચિંતાઓમાં ઘટાડો થાય.
વૃશ્ચિક - પત્નીને ઉપહાર આપી ખુશ કરો બહારનું આહલાદક ભોજન સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે.
ધન - ભાગીદારીમાં સારા પરિણામ જોવા મળી શકે છે, મોસાળ તરફથી સારા સમાચારની પ્રાપ્તિ થાય આર્થિક સ્થિતિ મજબૂત થાય.
મકર - સંતાનો તરફથી સારા સમાચાર મળશે, સામાજિક કામોમાં ભાગ લઈ શકો, પરિચિતોને મળી આનંદની પ્રાપ્તિ થાય.
કુંભ - ઘર પરિવારમાં લાગણીનું વાતાવરણ રહે સ્વાસ્થ તરફ વધારે ધ્યાન આપવું પત્નીને સમય ફાળવવો.
મીન - આપની સાહસ વૃતિની પ્રશંસા થાય પ્રવાસ લાભદાયક નીવડે સ્વાસ્થ્યની ચિંતા રહે, આપનો દિવસ મંગલમય રહે. દિવ્યાંગ ભટ્ટ

