હ્યુન્ડાઇએ આ કારને ભારતની વેબસાઇટ પરથી કેમ હટાવી દીધી?

Hyundaiની ફ્લેગશિપ SUV ટક્સન (Tucson)ને લઈને બજારમાં ખૂબ જ હલચલ મચી ગઈ છે. કંપનીએ તેની સત્તાવાર વેબસાઇટ પરથી આ પ્રીમિયમ SUVને હટાવી દીધી છે, જેના કારણે એવી અટકળો શરૂ થઈ છે કે Hyundaiએ ભારતમાં Tucson બંધ કરી દીધી છે. ચાલો જાણીએ કે શું છે મામલો અને શું હવે Tucsonની જગ્યાએ કોઈ નવી SUV આવવાની છે?

Hyundai Tucson એક લક્ઝરી SUV છે જેની પોતાની ઓળખ હતી. Hyundai Tucsonબી ચોથી જનરેશનને ઓગસ્ટ 2022માં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. આ SUV કંપનીની સૌથી પ્રીમિયમ ઓફરિંગમાંથી એક હતી, જે સુધી રીતે જીપ મેરિડિયન, સ્કોડા કોડિએક અને ટોયોટા ફોર્ચ્યૂનર જેવી કારોને ટક્કર આપતી હતી. Tucson તેની સ્ટાઇલિશ ડિઝાઇન, હાઇ-ટેક સુવિધાઓ અને ADAS સેફ્ટી સિસ્ટમને કારણે માટે ખાસ ચર્ચામાં રહી.

car1
hyundai.com

Hyundai Tucsonને 2 એન્જિન વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવી હતી. તેમાં એક 2.0-લીટર પેટ્રોલ એન્જિન છે, જે 154 bhp અને 192Nmનો ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે, તેમાં 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવેલું છે. તેમાં 2.0 લિટર ડીઝલ એન્જિન પણ આપવામાં આવ્યું છે, જે 183bhpનો પાવર અને 416Nm ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. તેમાં 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ મળે છે, તેમાં AWD (ઓલ-વ્હીલ ડ્રાઇવ) માત્ર ટોપ વેરિયન્ટમાં જ મળતું હતું.

Hyundai Tucson, એ પસંદગીની SUVઓમાંથી એક હતી, જેમાં લક્ઝરી અને ટેક્નોલોજી બંનેનું શાનદાર મિશ્રણ હતું. તેમાં 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ડ્યૂઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, 360° કેમેરા, લેવલ 2 એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS), 6 એરબેગ્સ, હિલ-હોલ્ડ આસિસ્ટન્સ, ABS, EBD અનેTPMS  જેવા ફીચર્સ મળે છે, જે એક લક્ઝરી SUVમાં હોવી જોઈએ.

car2
carwale.com

વેબસાઇટ પરથી દૂર કરવાનો અર્થ શું છે?

Hyundai ઇન્ડિયાએ નવેમ્બર 2025માં તેની વેબસાઇટ પરથી Tucsonને હટાવી દીધી, જે એવા સંકેત આપે છે કે SUV હાલમાં પ્રોડક્શનમાં નથી. જો કે, કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે Hyundai ટૂંક સમયમાં Tucsonનું નવું અપડેટેડ વર્ઝન અથવા ફેસલિફ્ટેડ મોડલ લોન્ચ કરી શકે છે, જે BS6 ફેઝ-2 અને નવા સેફ્ટી નોર્મ્સને અનુરૂપ હશે.

Hyundai Tucsonને નવા સેફ્ટી અને એમીશન નોર્મ્સને કારણે અપડેટની જરૂર હતી. વધુ કિંમતને કારણે તેનું મર્યાદિત વેચાણ થઈ રહ્યું હતું. તો Hyundaiનું ફોકસ ક્રેટા EV અને અલ્કાઝાર ફેસલિફ્ટની તૈયારી પર છે. ઘણા અહેવાલો અનુસાર, Hyundai ટૂંક સમયમાં નવું Tucson (2026 મોડેલ) લાવી શકે છે, જેમાં નવી ડિઝાઇન, હાઇબ્રિડ એન્જિન અને અપડેટેડ ADAS સિસ્ટમ મળશે. જો આવું થાય છે, તો Tucson ફરી એકવાર ભારતમાં લક્ઝરી મિડ-સાઇઝ SUV સેગમેન્ટને હલાવી શકે છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.