- Gujarat
- સુરતમાં 10 લાખની લાંચ માંગનાર AAPનો કોર્પોરેટર પકડાયો, બીજો ફરાર
સુરતમાં 10 લાખની લાંચ માંગનાર AAPનો કોર્પોરેટર પકડાયો, બીજો ફરાર
By Khabarchhe
On

એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સોમવારે મોડી સાંજે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરી છે.સુહાગીયા સામે 10 લાખની લાંચ માંગી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસમાં પુરતા પુરાવા મળતા એસીબીએ વિપુલની ધરપકડ કરીને તેની સામે ગુનો દાખલ કર્યો છે. આમ આદમી પાર્ટીના અન્ય કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા સામે પણ ફરિયાદ થયેલી, પરંતુ કાછડીયા ફરાર થઇ ગયો છે.
પુણા વિસ્તારના વોર્ડ નંબર 16 અને 17ના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ સુરત મહાનગર પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી આપી હતી. જો કોન્ટ્રાક્ટ ચાલું રાખવો હોય તો 11 લાખ આપવા પડશે. એવી ચીમકી આપી હતી. જો કે, આખરે 10 લાખ આપવાનું નક્કી થયું હતું. પરંતુ કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ કરી હતી. જે તપાસમાં પુરતા પુરાવા મળતા વિપુલ સુહાગીયાની ધરપકડ કરી દેવામાં આવી છે.
Related Posts
Top News
Published On
NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે
Published On
By Kishor Boricha
જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની
Published On
By Vidhi Shukla
છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
Published On
By Parimal Chaudhary
દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.