બારડોલીમાં દારૂબંધીના લીરેલીરે ઉડ્યા, ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બુટલેગરનો દીકરો જાહેરમાં બીયર પીતો દેખાયો

ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંદી છે, પરંતુ દારૂબંદીની પોલ અવારનવાર ખૂલતી રહે છે. ગુજરાતમાં ડ્રિંક અને ડ્રાઈવના કેસો પણ છેલ્લા કેટલાક સમયથી વધારે જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનો પુત્ર પીધેલી હાલતમાં ઝડપાયો હતો અને તેણે પોલીસકર્મીઓ સાથે મગજમારી પણ કરી હતી. ત્યારે હવે બારડોલીથી દારૂબંદીના લીરેલીરા ઉડાવાતો કિસ્સો જોવા મળ્યો છે.

tournament1
mediarelations.gwu.edu

બારડોલીમાં બારડોલીમાં સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી હતી. અને તે હવે વિવાદોમાં ફસાઈ ગઈ છે, ચાલુ મેચમાં જાહેરમાં બીયર પીતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. સંદેશના અહેવાલ મુજબ, આ યુવકનો પિતા બુટલેગર છે, એટલે તેને પોલીસનો કોઈ ડર નથી. આ સાથે જ બીયર જેવી વસ્તુ સ્ટેડિયમમાં અંદર કેવી રીતે આવી તેને લઈ સવાલ ઉભા થઇ રહ્યા છે.

યુવક બીયર પીતો હતો ત્યારે ત્યા બાઉન્સર પણ ઊભો હતો છતા બાઉન્સરને ખબર ના પડી. શું આ બાઉન્સર તેને ઓળખતો હતો, જેને કારણે તેને જાહેરમાં બીયર પીવા દેવાયો? મળતી માહિતી મુજબ, તરસ છિપાવવા લોકો પાણી પી રહ્યા હતા તો, બુટલેગરના પુત્ર જાહેરમાં બીયર પીધો હોવાની વાત સામે આવી છે. ટૂર્નામેન્ટ, ચાલુ મેચમાં જાહેરમાં બીયર પીતા યુવકનો વીડિયો વાયરલ થતા પોલીસના કાયદના પણ લીરેલીરા ઉડ્યા છે, બારડોલીના બુટલેગરનો પુત્ર જાહેરમાં પ્રેક્ષક બોક્સમાં બિયર પીતો વીડિયો વાયરલ થયો છે, બિયર પીતો હતો ત્યાજ બાઉન્સર પણ ઊભો હતો છતા બાઉનસરને ખબર ના પડી. ટૂર્નામેન્ટના નામે ચાલતા આવા આયોજનો સામે પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી છે.

beer
velp.com

વીડિયો વાયરલ થયા બાદ ટૂર્નામેન્ટના આયોજકો સામે સવાલ ઉભા થઈ રહ્યા છે, આ મામલે પોલીસે હજી સુધી યુવક સામે કોઈ ફરિયાદ નોંધી નથી, ત્યારે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિકોનું કહેવું છે કે, આ યુવક વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધવી જોઈએ. હવે જોવાનું એ રહેશે કે શું બારડોલી પોલીસ દારૂબંદીના લીરેલીરા ઉડાવનારા આ યુવક સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરશે ખરી?

About The Author

Related Posts

Top News

પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ

(ઉત્કર્ષ પટેલ) પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ...
Opinion 
પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ

બારડોલીમાં દારૂબંધીના લીરેલીરે ઉડ્યા, ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બુટલેગરનો દીકરો જાહેરમાં બીયર પીતો દેખાયો

ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંદી છે, પરંતુ દારૂબંદીની પોલ અવારનવાર ખૂલતી રહે છે. ગુજરાતમાં ડ્રિંક અને ડ્રાઈવના કેસો પણ છેલ્લા કેટલાક...
Gujarat 
બારડોલીમાં દારૂબંધીના લીરેલીરે ઉડ્યા, ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બુટલેગરનો દીકરો જાહેરમાં બીયર પીતો દેખાયો

માતાની હાથમાંથી છટકીને પાણીની ટાંકીમાં પડી ગઈ દીકરી, પોતાની ભૂલ પર પડદો નાખવા ઢાંકણું બંધ કરી દીધું અને ઉપરથી..

‘મા તે મા, બીજા બધા વગડાના વા’ આ કહેવત તો સાંભળી જ હશે. મા માટે આવી જ...
Gujarat 
માતાની હાથમાંથી છટકીને પાણીની ટાંકીમાં પડી ગઈ દીકરી, પોતાની ભૂલ પર પડદો નાખવા ઢાંકણું બંધ કરી દીધું અને ઉપરથી..

મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી

(ઉત્કર્ષ પટેલ) 7 ઓક્ટોબર 1969ના રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બાદલપર ગામે જન્મેલા મનહરભાઈએ એચ.એસ.સી. સુધીનું શિક્ષણ પ્રાપ્ત...
Opinion 
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી

Opinion

પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
(ઉત્કર્ષ પટેલ) પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ પર...
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.