ગાડીના ઈ-ચલણ તો ભરવા જ પડશે, નહિતર RTOના કામ નહીં થાય

દ્વારા ફટકારવામાં આવેલા દંડની રકમ સતત વધી રહી હોવાથી એક મોટો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત ટ્રાફિકના બાકી ઈ-ચલણ ન ભરનારા વાહનચાલકો હવે બાકી લેણાં નહીં ચૂકવે ત્યાં સુધી વિવિધ RTO સેવાઓનો લાભ લઈ શકશે નહીં.

VTV ગુજરાતીના અહેવાલ મુજબ, રાજ્ય સરકારે અમલમાં મૂકેલી સંકલિત ડિજિટલ સિસ્ટમ હેઠળ વાહન સંબંધિત અરજી કરતા પહેલા અરજદારના નામે નોંધાયેલાં તમામ વાહનોનાં બાકી ઈ-ચલણની આપોઆપ ચકાસણી કરવામાં આવશે. દંડ બાકી હોવાનું જણાય તો અરજી પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે અને પહેલાં દંડ ભરવાની સૂચના અપાશે.

39

નવી વ્યવસ્થા હેઠળ વાહનની માલિકી પરિવર્તન, RC બૂકમાં સરનામું બદલવું, હાઇપોથિકેશન દૂર કરાવવું, ડુપ્લિકેટ RC મેળવવી સહિતની સેવાઓ માટે અરજી કરતી વખતે સિસ્ટમ બાકી ઈ-ચલણની તપાસ કરશે. આધાર અને મોબાઇલ નંબર સાથે જોડાયેલા અરજદારના નામે અન્ય કોઈ વાહન પર પણ દંડ બાકી હશે તો તેની અસર અરજી પર પડશે.

સરકારે 2024થી અત્યાર સુધીમાં રાજ્યમાં અંદાજે 1.80 કરોડ ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. જ્યારે 1 જાન્યુઆરીથી 31 જુલાઈ, 2026 દરમિયાન જ 50.6 લાખ ઈ-ચલણ ફટકારાયાં છે. તેમ છતાં દંડ વસૂલાતનો દર હજુ સંતોષકારક નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, દેશભરમાં મે મહિનામાં જારી થયેલાં 88.2 લાખ ઈ-ચલણમાંથી ૭૫.૨૧ લાખ (85 ટકાથી વધુ) ઈ-ચલણની રકમ બાકી રહી હતી.

38

અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજ્યમાં વાહન સંબંધિત મળતી આશરે 50 ટકા અરજીઓ બાકી ઈ-ચલણના કારણે અટવાઈ રહી છે. જોકે અમદાવાદમાં આ પેન્ડન્સીનો દર માત્ર આશરે 35 ટકા છે. તેનું મુખ્ય કારણ એજન્ટ અરજી દાખલ કરતા પહેલાં જ બાકી દંડ ભરાવી દેતા હોવાનું માનવામાં આવે છે.

સૂત્રો મુજબ, જ્યારે  ઘણા વાહનમાલિકોને RTO સેવાની અરજી શરૂ કરે છે ત્યારે જ બાકી ચલણ વિશે જાણ થાય છે. એકવાર વ્યક્તિને ખબર પડે કે ચલણ બાકી છે, તો તેઓ સામાન્ય રીતે દંડ ભરી દે છે. આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ટ્રાફિક પોલીસ અને ટ્રાન્સપોર્ટ ડેટાબેઝ વચ્ચેના સંકલનને વધુ મજબૂત કરી રહી છે. એકવાર આ પ્રક્રિયા પૂર્ણપણે અમલમાં આવી જશે, પછી સિસ્ટમ બાકી ચલણ ધરાવતા વાહનો સાથે જોડાયેલી કોઈપણ અરજીની પ્રક્રિયાને આપમેળે જ બ્લોક કરી દેશે, જેથી વાહન સંબંધિત તમામ વ્યવહારો માટે બાકી લેણાં ચૂકવવાનું ફરજિયાત બની જશે.

About The Author

Related Posts

Top News

ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

NITI આયોગના એક નવા અહેવાલમાં ચિંતાજનક ખુલાસો થયો છે. ભારતમાં 15 થી 29 વર્ષની વયના આશરે 87 મિલિયન યુવાનો ન...
National 
ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે ભાવવધારા...
Business 
સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત બની

ભારતમાં ચોમાસું હજુ પૂરું થયું નથી, પરંતુ વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત અને પસંદગીયુક્ત બની રહી છે. ઉત્તર-પૂર્વ મધ્ય...
National 
ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત બની

સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

રવિવારે (23 ઓગસ્ટ) કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારને જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમાપ્ત કરતી વખતે આપેલા વચનો...
National 
સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.