પોતાની જ પાર્ટીની સરકાર છતા MLA કુમાર કાનાણી જન આંદોલનની ચીમકી આપી, આ છે મામલો

વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકાના કમિશ્નરને પત્ર લખીને ધમકી આપી છે કે ખાડી વિસ્તારમાં આવેલી અસંખ્ય સોસાયટીઓની સમસ્યાના ઉકેલ નહીં આવશે તો જન આંદોલન કરવામાં આવશે, જેની નોંધ લેશો. ધારાસભ્ય કુમાર કાનાણી વરાછા વિસ્તારના લોકોના અનેક પ્રશ્નો માટે લડત આપતા રહેતા હોય છે.

કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકા, કાર્યપાલક ઇજનેર, ફાયલેરિયા વિભાગને લખેલા પત્રમાં કહ્યું છે કે, મારા એરિયામાં ખાડી વિસ્તારમાં આવેલી અસંખ્ય સોસાયટીઓના લોકો ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાનાણીએ લખ્યું છે કે, વર્ષોથી આ સમસ્યા માટે અમે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ ખાડીના ત્રાસમાંથી મૂક્ત કરવા માટે કોઇ પણ ઝડપી કે નકકર પગલાં લેવામાં આવ્યા નથી. વહીવટી તંત્ર દ્રારા કામગીરીનો કોઇ રિપોર્ટ પણ આપવામાં આવતો નથી.

કુમાર કાનાણીએ આગળ લખ્યું છે કે, જ્યારે અધિકારીઓને પુછવામાં આવે છે તો તેઓ  મને ફોન પર એટલું કહે છે કે, કામ ચાલું છે, થઇ જશે. પરંતુ સમસ્યા એ છે કે કામ થતા નથી. હવે લોકો આ સમસ્યાથી કંટાળી ગયા છે અને મારી પાસે રજૂઆત કરવા માટે આવે છે.

કુમાર કાનાણીએ કહ્યું કે, લોકો હવે મને જન આંદોલનની ધમકી આપી રહ્યા છે. જો ખાડીની સમસ્યાનું નિવારણ નહીં આવશે અને લોકો જન આંદોલન કરશે તો નાછુટકે મારે પણ જોડાવું પડશે. આ અગાઉ કાનાણીએ ટ્રાફીક પોલીસ લોકો પાસે દંડની રકમ ઉઘરાવતી હતી તેનો પણ વિરોધ કર્યો હતો. અગાઉ કુમાર કાનાણીએ એક પત્રમાં એવું પણ લખ્યું હતું કે 25 વર્ષથી અમારા કામ થતા નથી.

કુમાર કાનાણીના પત્ર પરથી એ વાત સામે આવે છે કે ગુજરાતમાં ભાજપનું શાસન છે, કુમાર કાનાણી ભાજપના ધારાસભ્ય છે, છતા તેમના કામ જો થતા નથી તો સામાન્ય પ્રજાની શું હાલત થતી હશે?  જો કે કેટલાંક લોકોનું એવું પણ કહેવું છે કે, કુમાર કાનાણી પત્ર લખીને એવી ઇમેજ ઉભી કરી રહ્યા છે કે તેઓ લોકોના કામ કરી રહ્યા છે, પરંતુ ,હકીકતમાં એ બહાને તેઓ દર લખતે ચૂંટણી જીતી જાય છે. પત્ર લખવાનો તેમનો માત્ર સ્ટંટ છે. કોરોના મહામારી વખતે પણ કુમાર કાનાણી રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી હતા છતા લોકોના કામ થતા નહોતા એવી વ્યાપક ફરીયાદો પણ ઉઠી હતી.

Top News

આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવામાં આવી હતી અને પછી તેમને દેશની બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો....
National 
આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો

ફેશન હંમેશા બદલાતી રહે છે, પરંતુ ક્યારેક એવો ટ્રેન્ડ આવે છે, જેને સામાન્ય લોકોમાં લોકપ્રિય બનાવવો મુશ્કેલ બની...
Offbeat 
રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો

કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની  કાકી હિરલબા જાડેજા અત્યારે ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં છે. પોલીસે આ કેસની તપાસ હાથ...
Gujarat 
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.