પિતા રાજકારણમાં આવવાના વિરોધી હતા, પરંતુ હું લોકસભા 2024 લડીશ: મુમતાઝ પટેલ

કોંગ્રેસના દિવગંત નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર રહી ચૂકેલા અહેમદ પટેલના દીકરી મુમતાઝે લોકસભાની ચૂંટણીને લઇને મોટી વાત કરી છે. મુમતાઝ પટેલે એક જાહેર કર્યક્રમમમાં કહ્યુ કે આગામી લોકસભા ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહી છે. મુમતાઝે રાજકારણમાં આવવા વિશે પિતા સાથે થયેલી વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અમદાવાદમાં FICCI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુમતાઝ પટેલે કહ્યું કે મારા પિતા મારા રાજકારણમાં આવવાની વિરુદ્ધ હતા, પરંતુ હું આવતા વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી લડવા માંગુ છું. મુમતાઝે કહ્યું કે તે આ માટે તૈયારી કરી રહી છે.

પોતાના પિતાના અંતિમ દિવસોનો ઉલ્લેખ કરતા મુમતાઝે કાર્યક્રમમાં કહ્યું કે કોવિડ મહામારી દરમિયાન મેં મારા પિતા સાથે વાતચીતમાં એકવાર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પિતાએ કહ્યું હતું કે મહિલા માટે ચૂંટણી જીતવી સરળ નથી. મુમતાઝે કહ્યું કે આ વાતચીતમાં અમે પિતાને ગુમાવી દીધા હતા. મુમતાઝે કહ્યુ કે જ્યાંથી મારા પિતા ચૂંટણી લડીને સંસદમાં પહોંચ્યા હતા એ બેઠક પરથી હું ચૂંટણી લડવા માંગુ છુ. મુમતાઝે લોકસભાની ભરૂચ બેઠકની વાત કરી હતી.

મુમતાઝ પટેલ જે ભરૂચ બેઠકની વાત કરી રહ્યા હતા તે વર્ષો પહેલાં કોંગ્રેસના કબ્જામાં હતી, પરંતુ છેલ્લાં 35 વર્ષથી આ બેઠક પર ભાજપનો કબ્જો છે. આદિવાસી નેતા મનસુખ વસાવા સતત છઠ્ઠીવાર અહીંથી સાંસદ છે.

ભરૂચ બેઠક પરથી કોંગ્રેસની ટીકિટ પર મુમતાઝ પટેલે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકિત કરી તે બેઠક પર આમ આદમી પાર્ટીની પણ નજર છે. આદિવાસી નેતા અને AAP નેતા ચૈતર વસાવાએ પણ તાજેતરમાં ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી હતી. એવામાં INDIA ગઠબંધનનો ઉમેદવાર કોણ હશે? એ મહત્ત્વનું રહેશે.

મુમતાઝ પટેલે FICCIના કાર્યક્રમમાં કહ્યુ હતુ કે ભરૂચ 45થી વધારે વર્ષથી મારા પિતાનું ચૂંટણી ક્ષેત્ર રહ્યું છે. મારા પિતા 3 વખત લોકસભા સાંસદ રહ્યા હતા અને તેમણે 6થી વધારે વખત રાજ્યસભાથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. ભરૂચ અમારું ઘર છે. મારો જન્મ પણ ત્યાં જ થયો છે એટલે હું ભરૂચથી જ ચૂંટણી લડીશ.મેં મારી તૈયારી પણ શરૂ કરી દીધી છે.

મુમતાઝે કહ્યુ કે મારા પિતાએ એક ફાઉન્ડેશન સ્થાપિત કરેલું છે, તેના માધ્યમથી હું આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહી છું. કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં ઘટાડા વિશે પુછાયેલા સવાલના જવાબમાં મુમતાઝે કહ્યું હતું કે, હું પોતે આગળ વધી રહી છું અને મને આશા છે કે વધારે મહિલાઓ આગળ આવશે.

FICCIના કાર્યક્રમમમાં ભાજપ નેતા ચારુ પ્રજ્ઞા પણ હાજર રહ્યા હતા. ‘Can Women Be A Mother And Leader’ વિષય પર ચર્ચા રાખવામાં આવી હતી. ચારુ પ્રજ્ઞાએ કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ 350 સીટ પર જીત મેળવશે.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.