ગુજરાતમાં રોકાણ કરેલો એક એક રૂપિયો જીવનભર સુરક્ષિત રહેશેઃ હર્ષ સંઘવી

10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે સુરતના સરસાણા ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘જ્વેલરી, જેમસ્ટોન્સ એન્ડ ગુજરાત: રિનાઈસન્સ ફોર રેડિઅન્ટ ભારત’ની થીમ પર જેમ્સ અને જ્વેલરી સેક્ટર પર પ્રી-વાઈબ્રન્ટ સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત સહિત રાજ્યના લાખો નાગરિકો, પરિવારોના જીવન ધોરણ સુધારવા અને તેમને સમૃદ્ધિના માર્ગ પર અગ્રેસર કરવામાં હીરા ઉદ્યોગ નિમિત્ત બન્યો છે. જેમાં બદલતા સમય સાથે જેમ્સ એન્ડ જ્વેલરી અને લેબ ગ્રોન ડાયમંડ સેક્ટરમાં પણ સુરતે કાઠું કાઢ્યું છે એમ જણાવી રિયલ ડાયમંડમાં નંબર-1 પર રહેલા સુરતને હવે લેબગ્રોન ડાયમંડ સેક્ટરમાં નંબર-1 બનાવવા રાજ્ય સરકાર તમામ સહયોગ આપશે, ત્યારે અગ્રણી ઉદ્યોગકારોએ સુરતમાં જ્વેલરી પ્રોડક્શનનું યુનિટ શરૂ કરવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

ગુજરાતની ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલિસી અને ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ જ ગુજરાતના વિકાસના પાયાના પથ્થર છે એમ જણાવતાં હર્ષ સંઘવીએ રાજ્યના ઉદ્યોગકારોની સમસ્યાઓ, રજૂઆતો સાંભળવા અને સેતુરૂપ બનવા માટે પ્રી વાઈબ્રન્ટ ઈવેન્ટ્સ યોજી તેમને મદદરૂપ બનવાનો પણ સરકારનો હકારાત્મક અભિગમ હોવાનું કહ્યું હતું. ગુજરાતમાં રોકાણ કરેલો એક-એક રૂપિયો જીવનભર સુરક્ષિત રહેશે એમ સ્પષ્ટપણે જણાવતા તેમણે ઈન્વેસ્ટમેન્ટના નાણાંનું સવાયું અને સાચું વળતર આપવામાં ગુજરાતની ભૂમિ લાભકારક બની છે એમ પણ ઉમેર્યું હતું.

તેમણે રાજ્ય સરકાર ઉદ્યોગકારોની દુવિધાઓને સુવિધાઓમાં બદલવા હરહંમેશ તત્પર છે એમ સ્પષ્ટપણે જણાવી હીરા અને જેમ્સ જ્વેલરી ઉદ્યોગકારોને અભિનંદન આપતા ઉમેર્યું કે, ગુજરાતે ડાયમંડ સહિત જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં પણ અગ્રેસર રહી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનું કાર્ય કર્યું છે તે સરાહનીય છે. વાઈબ્રન્ટ ગુજરાતની આ પ્રી-ઈવેન્ટ ડાયમંડ તેમજ જેમ્સ જ્વેલરી સેક્ટરને સાચી દિશામાં આગળ વધવા માટે મદદ કરશે. આ ઈવેન્ટમાં વૈચારિક આદાન-પ્રદાનથી આ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓ ઉજાગરને થશે.

વિશ્વને ગુજરાત અને દેશની વ્યાપાર ઉદ્યોગ ક્ષમતાનો પણ પરિચય કરાવવા વડાપ્રધાને વર્ષ 2003માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટના વાવેલા બીજ આજે બે દાયકામાં વિકાસનું વટવૃક્ષ બન્યા છે, એમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાતની 20 વર્ષની સફળતા અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસને પચાવી ન શકનારા ગુજરાત વિરોધીઓએ ગુજરાતના વિકાસને બદનામ કરવાના ષડ્યંત્રો રચ્યા, નકારાત્મકતા ફેલાવવાના નિમ્ન પ્રયાસો કર્યા પણ તેમાં તેઓ જરા પણ સફળ થયા નથી.

ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આગામી સમયમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે, ત્યારે સુરતમાં આગામી તા.17મીએ વડાપ્રધાન ના હસ્તે ખુલ્લું મૂકાનાર સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું કોમર્શિયલ હબ બનવાનું બહુમાન મેળવી ચૂક્યું છે. અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટું આ બુર્સ આર્થિક ગતિવિધિઓનું ગ્લોબલ સેન્ટર બનશે એમ જણાવી ડાયમંડ ટ્રેડિંગની સાથે ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગની નવી દિશા ખૂલશે એમ ગર્વ સાથે તેમણે ઉમેર્યું હતું.

 SGCCIના પ્રમુખ રમેશ વઘાસિયાએ આભારવિધિ કરી SGCCIના 84000 કરોડની નિકાસના લક્ષ્ય સાથે શરૂ કરેલ મિશન ગ્લોબલ કનેક્ટનો ખ્યાલ આપ્યો હતો. પ્રારંભે એસોચેમ ગુજરાત કાઉન્સિલના ચેરમેન ચિંતન ઠાકરના સ્વાગત પ્રવચન કરી ‘વિકસિત ભારત @2047’ માટે ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની ભૂમિકા રજૂ કરી પ્રી ઈવેન્ટની રૂપરેખા આપી હતી.

About The Author

Related Posts

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.