- Gujarat
- સાસુ-સસરા સામે વહુએ કરેલી ફરિયાદ સામે ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ
સાસુ-સસરા સામે વહુએ કરેલી ફરિયાદ સામે ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ

કેસની વિગત મુજબ સાસુ-સસરા નિરુબેન પટેલ તથા ચંદ્રેશ પટેલ કે જેઓ સુરત ખાતે રહેતા હતા. તેમના પુત્ર હિતેશના લગ્ન રાજકોટ ખાતે રહેતી નિશીતા પટેલ સાથે થયા હતા. બંનેના લગ્ન જીવન થકી સંતાનમાં પુત્ર હતો. પત્ની તેમના પતિ સાથે વિદેશ ઓસ્ટ્રેલિયામાં સેટ થાય તેવા પ્રયત્નો સાસુ-સસરાએ કર્યા હતા. પત્નીને ઓસ્ટ્રેલિયામાં પણ મોકલેલ હતા. છતાં તેમનું વર્તન ઉગ્ર રહેતું હતું. વિદેશથી પત્ની સુરત એકલા રહેવા માટે આવી ગયા હતા. ત્યારબાદ પણ સાસુ-સસરા સાથે ક્રુરતા ભર્યું વર્તન કરતા હતા. ત્યારબાદ પત્ની પિયરે રહેલા જતા રહ્યા હતા.
અરજદારના પુત્ર હિતેશે સુરત ફેમીલી કોર્ટમાં પત્ની વિરુધ એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી મારફતે છુટાછેડાની અરજી દાખલ કરી હતી. જ્યારે પત્નીએ અરજી કરી જેમાં ગંભીર આક્ષેપોવાળી ફોજદારી ફરીયાદ કરેલી અને બીજી બાજુ લગ્નજીવન નિભાવવાની તૈયારી બતાવેલી. પત્નીએ ગોંડલ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરી પક્ષ વિરુધ ગુનો નોંધવાતા ફરિયાદ રદ કરવા માટે સાસુ-સસરા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી દ્વારા અરજી કરવામાં આવી હતી.
જે અરજી ચાલી જતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમગ્ર હકીકત જોતા સાસુ-સસરાની એફઆઇઆર રદ કરવાની અરજીમાં તપાસ અને ટ્રાયલ ચલાવવા ઉપર સ્ટે આપવામાં આવેલો અને તેઓ વિરુધ ફોજદારી કાર્યવાહી ઉપર રોક લગાવવામાં આવી હતી. અરજદાર સાસરી પક્ષ તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષીએ તથા દિવ્યમ જોષી તરફે રજૂઆત થયી હતી.