- Lifestyle
- કોલસો દૂધમાં બોળીયે સફેદ ના જ થાય, અવગુણી માણસનું પણ એવું જ હોય
કોલસો દૂધમાં બોળીયે સફેદ ના જ થાય, અવગુણી માણસનું પણ એવું જ હોય

(Utkarsh Patel) કોલસાને દૂધમાં નાખો તો સફેદ થાય?
આ સવાલનો જવાબ તમે જાણો જ છો...
કોલસો દૂધમાં બોળીયે સફેદ ના જ થાય.
અવગુણી માણસનું પણ એવું જ હોય.
માણસમાં અવગુણ કોલસા જેવા હોય અને સદ્ગુણ સાકર જેવા હોય!!
કોલસો દૂધમાં નાખ્યે દૂધમાં ભળે નહીં અને દૂધને બગાડે. સાકર દૂધમાં નાખ્યે દૂધમાં ભળી જાય અને દૂધને ગળ્યું કરે.
બોલો કોલસાવાળુ દૂધ પીવાનું ગમશે કે સાકાર વાળું ગળ્યું દૂધ??
અવગુણી વ્યક્તિ કોલસા જેવા હોય છે, દૂધ જેવા ગુણિયલ લોકોમાં ભળી ના શકે અને અવગુણ ફેલાવે.
અવગુણીને સદ્ગુણ અને સારી વાતોની સમજ હોતી જ નથી અને તેઓ પોતાના અવગુણ છોડતાં પણ નથી.
તમે જોયું હશે એકવાર ચોરી કરનાર, જુઠ્ઠું બોલનાર, વિશ્વાસઘાત કરનાર બીજી વાર એ કરે જ અને પછી એ આદત બને અને એ આદત જીવન બની જાય. અને આ આદતો સાથે એવા માણસો કોલસા જેવા બની જાય.
આપણે દૂધ જેવા ગુણિયલ લોકો.
કોલસા જેવા અવગુણી લોકોથી આપણે દૂર રહેવું જોઈએ. આવા લોકો હંમેશા ઉપાદી જ નોતરે અને એ તો ઉપાદીમાં પડે જ પડે આપણને પણ પાડે.
હું એમ કહીશ કે સાકર જેવા ગુણિયલ લોકોની સાથે જીવો જે પોતાનું ગળપણ રૂપી સારા વિચારો, સારી આવડત, સારા સંસ્કાર અને સારા વ્યવહારના ગુણો લઈને દૂધમાં સાકર ભળી સફેદ થઈ જાય તેમ આપના જીવનમાં પણ સદ્ગુણ સાથે ભળે.
જો જો પાછા વધુ ગળ્યા લોકોથી ચેતીને રેહવું હો. ખોરાક હોય કે સબંધો ગળપણ સપ્રમાણ સારું એનું ધ્યાન તકેદારી રાખવી.
અગત્યનું:
સંગત કોલસા જેવા અવગુણી સ્વભાવના લોકો સાથે ન રાખશો. સાકરની જેમ જ દૂધમાં ભળી જનારા સરળ લોકો સાથે જ સબંધો રાખજો તો જીવન સંસ્કારી અને સુખમય રેહશે.
(સુદામા)
Related Posts
Top News
શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું
Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Opinion
