મફતનું માંગવું નહીં અને મફતનું લેવું પણ નહીં

(UTKARSH PATEL)

આપણા સૌનો આજનો સમયકાળ થોડો પરીક્ષા લેનારો છે!

આશીર્વાદ રૂપી ભેટ, સ્વાર્થની ભેટ અને મફતનું !!!

"મફતનું" આ શબ્દ અને એની આપડા જીવનના મૂલ્યો અને પેઢીઓ પર પડતી અસરોનો થોડો સમજપૂર્વક અભ્યાસ કરવા જેવો છે.

આપણા જીવનના પહેલા બે દશક પછીની આપણી સમજ અને નિર્ણયોને વ્યક્તિગત રીતે હું જવાબદારી અને સમજપૂર્વકના સમજું છું. જ્યારે આપણે દેશના મતાધિકારના દાયરામાં આવતા નાગરીક બનીએ છીએ ત્યારથી વાત શરૂ કરીએ.

આપણા ભારત દેશમાં જનમત મુજબ વિવિધ પક્ષની સરકારો આવે અને જાય. આ સરકારો આપણને મફતનું આપવાનું કહે અને આપેય ખરા અને ક્યારેય વાયદા પણ રહીજાય.

આ મફતનું આપણે શું કામ લેવું???

આપણા સ્વમાન નેવે મૂકીને મફતનું લેવાય???

શું આપણે આપણા બાળકો કુટુંબ અને દેશના યુવાનોને મફતનું લેવાની પ્રેરણા આપવાની???

મફતનું મળે પછી મહેનત કરવાનું ગમશે???

આપણા દેશમાં આ કહેવાતું મફતનું, વહેચાતું મફતનું ક્યાંથી આવે છે એ આપ જાણો છો?

કહેવાતું અને વહેચાતું મફતનું ક્યારેય મફતનું હોતુજ નથી. આ બધું મફતનું આપણા દેશની તિજોરીમાંથીજ ઓછું થઈને ફરે છે! જેટલું મફતનું અને લાભ રૂપી મફતનું સૌ મેળવે છેને તે આખરેતો દેશના અર્થતંત્રની કમર તોડનારો ભારો છે.

આપણે ભણેલા ગણેલા ઉદ્યમી ઉદ્યોગકાર હોઈએ, નાનો મોટો વેપાર કરતા હોઈએ અને દેશને સારો કરવેરો આપતા થઈએ એ આપણે કરવાનું છે.

આપણે નોકરી કરતા હોઈએ તો આપણે આપણી ચોકસ આવકમાંથી મફતનું લીધાવિના કેમ સારું જીવી શકાય એ વિચારીને જીવન જીવવું જોઈએ. ખરૂકે ખોટું???

આ મફતનું સૌ દૂર કરેને તો સ્વમાનથી જીવવાની મજા આવશે. કોઈનું વ્યક્તિગત કે સરકારી ઋણ આપણે શું કામ લેવું જોઈએ??

મારા મત મુજબતો મફતનું તમે જ્યાંથી લેશો ત્યાં તમારે શરમભાવમાં રહેવું પડશે કે પછી મફતનું આપનારની ગુલામી સ્વીકારવી જોઈશે!!

મફતનું લઈને ગુલામ બનશો ??

સમજ અને નિર્ણય આપના પર છોડ્યો.

વ્યક્તિગત વાત કરું તો હું ક્યારેય કોઈનું વ્યક્તિગત કે સરકારી મફતનું આપ્યું લેતો નથી અને ઈશ્વર ક્યારેય એવા સંજોગો ના લાવે એવી પ્રાર્થના કરું. અને જેટલો વેપાર કરું છું એનો આવક વેરો #incometax કે #GOI ના મને લાગુ પડતા બધાજ સરકારી કરવેરા ભરી દેશને વફાદાર રહેવાનો પ્રયત્ન કરું છું. આપને પણ આગ્રહપૂર્વક વિનંતી કરીશ કે દેશને ટેક્સ રૂપી સહોગ આપજો. આપણો દેશ આપણા ચૂકવેલ કરવેરાઓથીજ આગળ વધશે. દેશની તિજોરી આપણા ભરોસે હોય છે. દેશ આપણને ઘણું આપે છે આપણે દેશને આપીએને, દેશની સરકારો પાસેથી મફતનું લેવાનું ટાળીએ.

વેપારની આવકમાં દેશને ભાગીદાર બનાવીએ. આવકનું નફાનું ગણિત કરવેરા સાથેનું કરીએ.

અને એમાં કઈક માઠું લગવાજેવું જણાતું હોય તો પારદર્શિતા સાથે દેશ અને આપણા રાજ્યનું સુકાન સંભાળે એવી સરકારો બનાવીએ પણ આપણી બનાવેલી સરકારોની ભૂલો કાઢી દેશને આર્થિક નુકશાન થાય એવું તો ક્યારેય ના કરીએ.

હા આપને ક્યારેય દુઃખ વિપદા હોય અને કોઈની વ્યક્તિગત કે સરકારી યોજનાનાની મદદનો આપ લાભ લો તો એ સમયસર આભાર સહ પરત કરી ઋણ ઉતારીદો. પણ મફતનું લઈને કોઈકનું કે સરકારનું કરી ના નાખશો. કરી નાખ્યું હોય તો ખોટું લગાડ્યા વિના મફતનું મેળવ્યું પરત કરીદો.

થોડું સાદગીથી, કરસરથી જીવવાનો પ્રયત્ન કરીશુંને તો મફતનું લેવાની જરૂર નહીં પડે.

સૌનું ભલું એમાંજ છે કે...

મફતનું માંગવું નહીં અને મફતનું લેવું પણ નહીં.

ગુલામ ના બનશો.

સારા નાગરિક બનો.

દેશને વફાદાર રહો.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.