- Entertainment
- ‘ઓપરેશન સિંદૂર’ના નામ પર ફિલ્મ-સીરિઝ બનાવવાની મારામારી, 30થી વધુ કરાઇ અરજી
‘ઓપરેશન સિંદૂર’ના નામ પર ફિલ્મ-સીરિઝ બનાવવાની મારામારી, 30થી વધુ કરાઇ અરજી
-copy21.jpg)
પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારત તરફથી ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદ દેશભરમાં દેશભક્તિની લહેર દોડી ગઈ છે. હવે એવામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી ભલી કેવી રીતે પાછળ રહી શકે? ઘણા ફિલ્મ મેકર્સે હવે આ ઓપરેશન પર ફિલ્મ બનાવવા માટે ટાઇટલ હાંસલ કરવાની હોડ મચી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA) અને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યૂસર્સ કાઉન્સિલ (IFTPC) પાસે ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલા પર ફિલ્મ બનાવવા માટે ટાઇટલ સાથે જોડાયેલી ઘણી અરજીઓ મળી છે.
એક અંગ્રેજી અખબારે IFTPCના સુરેશ અમીનને સંદર્ભે લખ્યું છે. ઓર્ગેનાઇઝેશન પાસે ઓપરેશન સિંદૂરના આગામી જ દિવસે, બપોરે 3:00 વાગ્યાથી પ્રોડ્યૂસર્સના નિર્માતાઓ પાસેથી ટાઇટલ રજીસ્ટ્રેશન માટે અરજીઓ આવવા લાગી હતી. સુરેશે જણાવ્યુ કે, ઓપરેશન સિંદૂરનું ટાઇટલ હાંસલ કરવા માટે પ્રોડ્યૂસર્સ IFTPCમાં અરજીઓનો પૂર આવી ગયો છે. અમારી પાસે જે પણ ટાઇટલ અરજીઓ આવી છે તે બધી ‘ઓપરેશન સિંદૂર’ની આસપાસ કેન્દ્રિત છે. અમને ટાઇટલ માટે 10-12 અરજીઓ આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે આ બધી અરજીઓ મોટા બોલિવુડ પ્રોડક્શન હાઉસ તરફથી આવી છે. આ ટાઇટલ અરજીઓ ફિલ્મો અને વેબ સીરિઝ બંને માટે છે. IFTPCના અધિકારીઓએ મુજબ, ફિલ્મ મેકર્સને મિશન સાથે જોડાયેલી ટાઇટલ અરજીઓ ન મોકલવા માટે પણ સૂચના આપવાનું શરૂ કરી દીધું છે. જો IMPPAની વાત કરીએ, તો 2 દિવસમાં ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલી 20-25 અરજી રજીસ્ટર થઈ ચૂકી છે.
કોણે-કોને મોકલી અરજી?
ન્યૂઝ આઉટલેટે ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા નામોના નામ બતાવ્યા છે, જેમણે પોતાના નામ નોંધાવવા માટે અરજીઓ મોકલી છે. તેમાં જ્હોન અબ્રાહમનું પ્રોડક્શન હાઉસ, આદિત્ય ધરનું પ્રોડક્શન હાઉસ, મહાવીર જૈનની કંપની, અશોક પંડિત, મધુર ભંડારકર જેવા નામ સામેલ છે. આ ઉપરાંત, Zee સ્ટૂડિયો, જે.પી. ફિલ્મ્સ, બોમ્બે શૉ સ્ટૂડિયો જેવા સ્ટૂડિયો પણ આ રેસમાં સામેલ છે.
કયા-કયા ટાઇટલ મોકલવામાં આવ્યા છે?
ટાઇટલ સાથે જોડાયેલી જે અરજીઓમાં આવી છે તેમાં ‘પહેલગામ: ધ હોરિફિક ટેરર’, ‘ધ પહેલગામ ટેરર’, ‘ઓપરેશન સિંદૂર’, ‘ઓપરેશન સિંદૂર મેગ્નમ’, ‘સિંદૂર ઓપરેશન’ જેવા નામ સામેલ છે. તમને જણાવી દઈએ કે, 6-7 મેની રાત્રે, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ઓપરેશન સિંદૂર ચલાવીને 9 આતંકવાદી ઠેકાણાઓને તબાહ કરી દીધા હતા.
Related Posts
Top News
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા
લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ
રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ
Opinion
