8 વર્ષની ઉંમરે બની ગયો AI સમિટનો કીનોટ સ્પીકર, જાણો કોણ છે રણવીર સચદેવા

ભારત અને વિદેશના ટેક નેતાઓ AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે રણવીર સચદેવા આ વૈશ્વિક કાર્યક્રમમાં સૌથી નાની ઉંમરના કીનોટ સ્પીકરની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાઇલ્ડ પ્રોડિજી, ટેક્નોલોજિસ્ટ અને ગ્લોબલ ઓથર ઇવેન્ટમાં પ્રાચીન ભારતીય ફિલોસોફી અને આધુનિક ટેક્નોલોજી પર વક્તવ્ય આપશે. રણવીરે અગાઉ પણ ઘણી AI અને ટેક ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે.

Ranvir Sachdeva
x.com/ANI

AI સમિટમાં ભાગ લઈ રહેલા 8 વર્ષીય કીનોટ સ્પીકરે જણાવ્યું હતું કે તે આ કાર્યક્રમમાં સૌથી નાની ઉંમરનો કીનોટ સ્પીકર છે. તે પ્રાચીન ભારતીય દર્શનશાસ્ત્ર અને આધુનિક ટેક્નોલોજી પર ચર્ચા કરશે. તેણે એમ પણ કહ્યું હતું કે, તે વિશ્વભરના અન્ય દેશો દ્વારા વિકસાવવામાં આવેલા AI પ્રત્યેના વિવિધ એપ્રોચ પર પણ પોતાના વિચારો શેર કરશે. આ કાર્યક્રમમાં તે ભારત AIને લઈને શું કરી રહ્યું છે અને પોતાના ભારતીય AI મોડેલના યુઝકેસનું પ્રદર્શન કરશે. AI સમિટમાં, રણવીર સિંહ સચદેવા જણાવશે કે તેનું AI મોડેલ ભારતના GDP અને AI સાક્ષરતામાં કેવી રીતે યોગદાન આપશે.

રણવીર સિંહ સચદેવા કોણ છે?

રણવીર સિંહ સચદેવા ભારતમાં થઈ રહેલા AI ઇમ્પેક્ટ સમિટ અગાઉ, AI ફોર ગુડ સમિટમાં સ્પીકર રહી ચૂક્યો છે. તેનો જન્મ 2017માં થયો હતો. તે એક ટેક્નોલોજિસ્ટ, ગ્લોબલ ઓથર અને TEDx સ્પીકર પણ રહી ચૂક્યો છે. AI ફોર ગુડ સમિટમાં રણવીરે એમ્બેસેડર તરીકે આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત તે અન્ય ઘણી ટેક્નોલોજી સંસ્થાઓનો એમ્બેસેડર પણ રહી ચૂક્યો છે.

ગયા વર્ષે જુલાઈ 2025માં, રણવીરને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા યુવાનો અને પ્રતિનિધિઓ સમક્ષ AI અને ડિજિટલ ટેક્નોલોજી પર બોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે AI ફોર ગુડ ગ્લોબલ સમિટમાં સૌથી નાની ઉંમરનો કીનોટ સ્પીકર પણ હતો. સપ્ટેમ્બર 2024માં માત્ર 6 વર્ષની ઉંમરે રણવીર UN હેડક્વાર્ટરમાં જનરલ એસેમ્બલી સત્રમાં હાજરી આપનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો સહભાગી રહી ચૂક્યો છે.

Ranvir Sachdeva
instagram.com/thesikhstriumph

એપલ સાથે તેનો શું સંબંધ છે?

રણવીર 2023માં માત્ર 5 વર્ષની ઉંમરે એપલ સ્વિફ્ટ પ્રોગ્રામર બનનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો પ્રોગ્રામર રહી ચૂક્યો છે. એપલના CEO ટિમ કૂકે, રણવીરને વર્ષ 2023માં આયોજિત WWDCમાં હાજરી આપવા માટે એપલના કેલિફોર્નિયા મુખ્યાલયમાં આમંત્રણ આપ્યું હતું.

About The Author

Related Posts

Top News

'આટલું બધું ખાવાનું વહેચવા ફંડ ક્યાંથી મળ્યું?'; જુનૈદે કહ્યું- પોલીસે ઉઠાવ્યો અને આખી રાત આંખે પાટા બાંધી રાખ્યા!

જંતર-મંતર પર પ્રદર્શનકારીઓને ખાવાનું વહેંચતા જુનૈદે આરોપ લગાવ્યો છે કે, શુક્રવારે રાત્રે પોલીસે તેને ઉપાડી લીધો, તેને ઘણી...
National 
'આટલું બધું ખાવાનું વહેચવા ફંડ ક્યાંથી મળ્યું?'; જુનૈદે કહ્યું- પોલીસે ઉઠાવ્યો અને આખી રાત આંખે પાટા બાંધી રાખ્યા!

નીતિન ગડકરી પહોંચી ગયા હાઇ કોર્ટ! જાણો તેઓ કોની સામે કેસ કરવા જઈ રહ્યા છે?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. અહેવાલ છે કે તે તેમની વિરુદ્ધ જાહેર કરાયેલ ડીપફેક સામગ્રી સામે...
National 
નીતિન ગડકરી પહોંચી ગયા હાઇ કોર્ટ! જાણો તેઓ કોની સામે કેસ કરવા જઈ રહ્યા છે?

શું CM વિજય પછી ધનુષ પણ રાજકારણમાં આવશે? એક નિવેદન આપ્યા પછી લોકોમાં ચર્ચા શરુ થઇ ગઈ

પ્રખ્યાત તમિલ સિનેમા અભિનેતા અને દિગ્દર્શક ધનુષે તાજેતરમાં તેમના ચાહકોને સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. રવિવારે...
Entertainment 
શું CM વિજય પછી ધનુષ પણ રાજકારણમાં આવશે? એક નિવેદન આપ્યા પછી લોકોમાં ચર્ચા શરુ થઇ ગઈ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 28-07-2026 દિવસ: મંગળવાર મેષ: આરોગ્ય સાચવવું, ધાર્યા કામમાં વિલંબ થાય, વિઘ્ન બાદ સફળતા મળે, નાણાકીય ચિંતા હળવી બને. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.