યુવાનીમાં એટલું કમાઓ કે પિતાની મિલકતમાં ભાગ મેળવવા ભાઈ બહેન સાથે બાધવું ના પડે

(Utkarsh Patel) આજે માનવજગતની કુટુંબ વ્યવસ્થાનું કડવું સત્ય સમજવાનો પ્રયત્ન કરીએ. ભાઈ ભાઈ અને ભાઈ બહેન વચ્ચે પિતાની મિલકતમાં ભાગ પડાવવાનું અને હિસ્સો મેળવી લેવાનું અને એમાય કંઈક વધારે મળે એવી ભાવના સાથે ઝઘડી લેવાનું આજે મોટાભાગના પરિવારોમાં સામાન્ય બની ગયું છે.

જેઓ યુવાનીમાં સમય વેડફે તેઓ જીવનમાં કંઈ વધુ ઉકાળી શકતા નથી. અને આવા લોકો કંઇક વ્યવસાય કરે તો ધબડકો વાળે. અને પછી પિતાની મિલકતમાં ભાગ માંગે!

જેઓ નોકરી કરે છે અને ચોક્કસ પગારમાં જીવન જીવે છે એવા લોકોની પણ પિતાની મિલકતમાંથી ભાગ મેળવી લેવાની દાનત વધુ રહે છે!

જેમણે જેમણે પિતાની મિલકતમાં ભાગ માંગ્યા છે અને ભાગ માટે ભાઈ ભાઈ ઝઘડ્યા છે એમને થોડું માઠું લાગવાનું આ વિષય વાંચીને. માઠું ના લાગતા બસ સમજવાનો પ્રયત્ન કરજો અને તમારા સંતાનો તમારી સાથે આવું ન કરે એ માટે ચેતી જજો. આજે સમગ્ર સંસારમાં મારી જાણ મુજબ કુટુંબિક ભાઈઓ અને બહેનો વચ્ચેના મહત્તમ ઝઘડા માટે પિતાની મિલકતનો ભાગ જ જવાબદાર હોય છે.

પિતાએ જીવનભર મહેનત કરી ધન સંપદા ભેગી કરી હોય અને અંતે એના જ માટે લડાઈ ઝઘડા! પિતાની હયાતીમાં ઝઘડા ચાલુ થાય અને પિતા જ્યારે ના રહે ત્યારે સંતાનો મારામારી પર પણ ઉતરે એ હદ સુધીનાં કિસ્સા તમે સાંભળ્યા જોયા જ હશે.

યુવાનીના સમયમાં જે લોકો જીવનમાં મહેનત કરી સફળ થાય તેઓ ક્યારેય પિતાની મિલકતો પર ભાગની દાનત રાખતા નથી અને પોતાનાથી ઓછું હોય તેવા ભાઈ કે બહેનને પોતાનો હક હિસ્સો સામેથી ભેટમાં આપી દેતા હોય છે. આવા લોકો ભાઈ બહેન સાથે બાધતા નથી અને સુખેથી માતાપિતાના આશીર્વાદ સાથે જીવન જીવી જાણે છે.

જો આપ યુવાન છો તો ખંતથી મહેનત કરો ભગવાન સાથ આપશે સફળ થશો, સંપન્ન થશો!

જો આપ વાલી છો તો આપના સંતાનોને યુવાનીમાં મહેનત કરવા પ્રેરણા અને સાથ આપો જેથી તેઓ આપની મિલકતના ભરોસે ના રહે અને ભવિષ્યમાં ભાઈ બહેન મિલકત માટે ઝઘડે નહીં!

ભાઈઓ બહેનો નો પ્રેમનો સબંધ આ મિલકતોના ભાગમાં અભડાય જાય એ દુઃખની વાત છે. આપણે સમજુ માનવ બનીએ. કંઇક જતું કરીને સબંધો જાળવી લેતા થઈએ તો સમાજમક કુટુંબભાવના જળવાઈ રેહશે નહીતર સબંધોનો દાયરો ઘટતો જશે આપણા સંતાનો એકલા પડશે. આપણે સાચવી લઈશું તો ભવિષ્યની પેધીઓક માટે સબંધો સચવાઈ રેહશે!

આપના હાથમાં છે... ભાગ વ્હાલો કે ભાઈ બહેન.

જો ભાઈ બહેન વ્હાલા હોય તો મહેનત કરો અને પિતાથી આગળ વધી આપના ભાઈ બહેનને સુખ વહેચો.

મારી નમ્ર વિનંતી છે કે ભાઈ બહેનના સબંધને માન આપજો અને પિતાની મિલકતના ભાગને મહત્ત્વના આપતા.

મારી વાતુ પર એક વાર વિચાર જરૂર કરજો,

પછી નિર્ણય આપનો.

(સુદામા)

Top News

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.