બાળકોના સ્વાસ્થ્ય માટે આ દેશમાં જંક ફૂડની જાહેરાતો પર લાગશે પ્રતિબંધ

આજકાલ બાળકો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર ખાવાની જગ્યાએ જંક ફૂડ ખાવાનું પસંદ કરે છે. તેમની લિસ્ટમાં પિત્ઝા, બર્ગરથી લઈને ચોકલેટ, કોલ્ડ ડ્રિંક્સ સુધી બધું જ સામેલ છે. જ્યારે પણ માતા-પિતા તેમને ફળ-શાકભાજી અથવા પૌષ્ટિક આહાર ખવડાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે બાળકો પગ પાછળ ખેંચી લે છે. અહી સુધી કે ક્યારેક-ક્યારેક તેઓ પૌષ્ટિક આહારનું નામ સાંભળીને મોઢું ફેરવવા લાગે છે. ભારત સહિત વિદેશો સુધીમાં બાળકોની આ સ્થિતિ છે.

શું જાહેરાતો જવાબદાર છે?

ક્યાંક ને ક્યાંક બાળકોના આ વલણ માટે જાહેરાતોને જવાબદાર માનવામાં આવી રહી છે. જાહેરાતોમાં જંક ફૂડનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને બાળકોને ખુશીથી ખાતા બતાવવામાં આવે છે, જેની અસર સામાન્ય બાળકો પર પડે છે. આ જાહેરાતો જોઈને બાળકો પોતાના માતા-પિતા પાસેથી જંક ફૂડ ખાવાની જિદ કરે છે. હવે યુનાઇટેડ કિંગડમ/બ્રિટન (UK)એ પોતાની ભાવિ પેઢીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જંક ફૂડની જાહેરાતો અંગે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. UK સરકારે જંક ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. હવે સવાલ એ ઉભો થાય છે કે શું ભારતે પણ આવી જાહેરાતો પર પ્રતિબંધ મૂકવો જોઈએ? ચાલો જાણીએ.

junk food
ft.com

યુનાઇટેડ કિંગડમના આરોગ્ય મંત્રી એન્ડ્રૂ ગ્વેને માહિતી આપી છે કે જંક ફૂડની જાહેરાતોને ટૂંક સમયમાં જુગાર, દારૂ અને કોન્ડોમની સાથે-સાથે પ્રતિબંધિત સામગ્રીની લિસ્ટમાં નાખવામાં આવશે. એક પબ્લિક હેલ્થ ઇનિટીએટિવ પહેલના રૂપમાં બાળકોના સ્વાસ્થ્યની પ્રાથમિકતા આપવા માટે જંક ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનું પગલું ઉઠાવવામાં આવ્યું છે. બાળકો મોટાભાગે પિત્ઝા, બર્ગર અને ચિપ્સ જેવા જંક ફૂડની જાહેરાતો જોઈને આકર્ષિત થાય છે.

આરોગ્ય મંત્રાલયે નાગરિકોના સામાન્ય સ્વાસ્થ્યમાં સુધાર લાવવા અને UKની ફ્રી-એટ-પોઇન્ટ-ઓફ-યુઝ હેલ્થકેર સિસ્ટમ, નેશનલ હેલ્થ સર્વિસ (NHS) પર દબાણ ઓછું કરવા માટે આ પગલું ઉઠાવ્યું છે. તમને જણાવી દઈએ કે, NHS ગંભીર આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. ગ્વેને સ્પષ્ટતા કરી હતી કે બીમારીઓને રોકવા માટે આ પહેલ કરવામાં આવી છે. તેમણે સંસદમાં કહ્યું કે, ‘ઘણા પડકારોમાંથી એક બાળપણમાં મોટાપાનું સંકટ છે, જે બાળકોને અસ્વસ્થ જીવનશૈલી તરફ લઈ જાય છે અને NHS પર વધુ બોજ નાખે છે.

junk food
precisionorthomd.com

ભારતીય બાળકો માટે પણ જોખમ છે જંક ફૂડ?

ભોજનના મામલે ભારતીય બાળકોના પણ નખરાં વધી રહ્યા છે. માતા-પિતા પરેશાન છે કે તેઓ પોતાના લંચબોક્સ ભરેલા લઈને પાછા ફરે છે. ભારતીય બાળકોએ પણ જંક ફૂડને પોતાનો ખોરાક બનાવી લીધું છે. તેમને પૌષ્ટિક આહાર ખાવાનું ખૂબ ઓછું ગમે છે. એવામાં માતા-પિતા રોજ એવી વાનગીઓ શોધતા હોય છે, જેના દ્વારા તેઓ તેમના બાળકના આહારમાં પૌષ્ટિકતા સામેલ કરી શકે. ભારતીય બાળકોમાં બાળપણથી જ મોટાપાની સમસ્યા જોવા મળી રહી છે, જે પાછળથી ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.

જંક ફૂડ કેમ હોય છે અનહેલ્ધી?

જંક ફૂડ એ ભોજન છે જેમાં વધારે માત્રામાં ચરબી હોય છે. આ સાથે, તેમાં ઘણું મીઠું અને ખાંડ પણ હોય છે. જ્યા તેમાં એવી અનહેલ્ધી વસ્તુઓની ભરમાર જોવા મળે છે, તો જંક ફૂડમાં ફાઇબર, વિટામિન અને ખનિજો જેવા પોષક તત્વોનો અભાવ હોય છે.

junk food
daysoftheyear.com

જંક ફૂડ ખાવાથી આ બીમારીઓ થઈ શકે છે

જંક ફૂડ ખાવાથી હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે.

સેચૂરેટેડ ફેટ્સથી ભરપૂર આહાર લિપોપ્રોટીન (LDL) કોલેસ્ટ્રોલ અથવા ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે.

ઘણા અભ્યાસોથી જાણકારી મળે છે કે જંક ફૂડ ઘણી રીતે ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે.

જંક ફૂડ ખાવાથી બાળકો તેમજ પુખ્ત વયના લોકોની કિડનીને નુકસાન થઈ શકે છે.

જંક ફૂડ જેવા એનર્જી-ડેન્સ  અને પોષક તત્વોની કમીવાળા ખાદ્ય પદ ખાવાથી મોટાપો વધવાનું જોખમ વધી જાય છે.

જંક ફૂડ ખાવાથી પણ લીવર સંબંધિત બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.

આ સિવાય જંક ફૂડ કેન્સર, દાંતની સમસ્યાઓ, ડિપ્રેશન અને ત્વચા સંબંધિત સમસ્યાઓનું કારણ પણ બને છે.

Top News

મંદીના સમયે સુરતમાં હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી મંદીનો અજગર ભરડો છે અને બજાર ચાલવાની બધા આશા રાખીને બેઠા છે એવા સમયે મોકાણના...
Gujarat 
મંદીના સમયે સુરતમાં હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું

એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન

સોમવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળ ઘણા મોટા કારણો હતા, પરંતુ સૌથી મોટું કારણ કોટક...
Business 
એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન

ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ

ભારતમાં રહેતી એક અમેરિકન મહિલાએ હવે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ભારતીય પુરુષ સાથે લગ્ન કર્યા પછી...
National 
ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ

મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક

ઇન્દોરના બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, તો આજે રાજાના પરિવારે એક અનોખી પહેલ...
Entertainment 
મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક
Copyright (c) Khabarchhe All Rights Reserved.