- Loksabha Election 2024
- INDIA ગઠબંધનના 6 સાંસદોનું સભ્યપદ રદ થઇ શકે, જાણો શું છે કારણ
INDIA ગઠબંધનના 6 સાંસદોનું સભ્યપદ રદ થઇ શકે, જાણો શું છે કારણ

ઉત્તર પ્રદેશમાં 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને INDIA ગઠબંધન વચ્ચે સખત ટક્કર જોવા મળી. આ કાંટાની ટક્કરમાં વિપક્ષને અંતે સત્તાધારી પાર્ટીથી વધુ સીટો મળી. જો કે, રાજ્યમાં સમાન્ય ચૂંટણીના પરિણામ જોખમમાં પડી શકે છે કેમ કે INDIA ગઠબંધનના 6 સાંસદ ઘણા ગુનાહિત આરોપોનો સામનો કરી રહ્યા છે, જેના કારણે 2 વર્ષની વધુની જેલ થઈ શકે છે. IANSના રિપોર્ટ મુજબ, જો INDIA ગઠબંધનના 6 સાંસદોને તેમના પર ચાલી રહેલા ગુનાહિત કેસોમાં દોષી ઠેરવવામાં આવે છે તો તેઓ પોતાની સંસદ સભ્યતા ગુમાવી દેશે.
તેમાં સૌથી ઉલ્લેખનીય નામ સાંસદ અફઝલ અન્સારીનું છે, જે ગેંગસ્ટરમાથી રાજનેતા બનેલા મુખ્તાર અન્સારીના મોટા ભાઈ છે. મુખ્તાર અન્સારીનું આ વર્ષની શરૂઆતમાં મોત થઈ ગયું હતું. સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ અફઝલ અન્સારીને ગેંગસ્ટર એક્ટના એક કેસમાં પહેલા જ 4 વર્ષની સજા સંભળાવી છે. જો કે, અલ્લાહબાદ હાઇકોર્ટે તેમની સજા પર રોક લગાવી દીધી હતી, જેથી તેમને સામાન્ય ચૂંટણી લડવાનો અવસર મળી ગયો.
જો કે, જુલાઈમાં જ્યારે કોર્ટ ખુલશે તો કેસની સુનાવણી થશે. જો કોર્ટ તેમની સજા યથાવત રાખે છે તો તેઓ પોતાની સંસદ સભ્યતા ગુમાવી દેશે. આજમગઢના સપાના સાંસદ ધર્મેન્દ્ર યાદવ વિરુદ્ધ પણ 4 ગુનાહિત કેસ પેન્ડિંગ છે અને જો તેમને 2 વર્ષ કે તેનાથી વધુની સજા મળે છે તો તેઓ પણ પોતાની લોકસભાની સભ્યતા ગુમાવી દેશે. એ સિવાય ઝોનપુરના સાંસદ બાબુ સિંહ કુશવાહ વિરુદ્ધ NRHM કૌભાંડ સાથે સંબંધિત 25 કેસો નોંધાયેલા છે, જે એ સમયે થયા હતા જ્યારે માયાવતી ઉત્તર પ્રદશન મુખ્યમંત્રી હતા.
સુલ્તાનપુર સીટથી ભાજપના નેતા મેનકા ગાંધીને હરાવીને જીતનારા રામભુઆલ નિષાદ 8 કેસમાં આરોપી છે. જેમાંથી એક ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધાયેલો છે. આ પ્રકારે વીરેન્દ્ર સિંહ (ચંદોલીના સાંસદ) અને ઈમરાન મસૂદ (સહારનપુરથી સાંસદ) વિરુદ્ધ પણ ઘણા કેસ નોંધાયેલા છે. આ INDIA ગઠબંધનના સાંસદો વિરુદ્ધ નોંધાયેલા કેસોમાં ઘણા પ્રકારના ગુના સામેલ છે, જેમ કે મની લોન્ડ્રિંગ, ધમકી અને ગેંગસ્ટર એક્ટની કલમો, જેના માટે 2 વર્ષ કરતા વધુની જેલ થઈ શકે છે.