INDIA ગઠબંધનથી કેમ અલગ થઈ ગઈ હતી નીતિશ કુમારની પાર્ટી JDU? કેસી ત્યાગીએ હવે કર્યો મોટો ખુલાસો

INDIA ગઠબંધનના પક્ષમાંથી મુખ્યમંત્રી નીતિશ કુમાર કેમ બહાર આવી ગયા હતા? મોદી સરકારને ઉખાડી ફેંકવા નીકળેલી JDU દ્વારા પલટી મારવાનું કારણ શું હતું? આ સવાલ પર અટકળોનું બજાર ગરમ હતું. હવે JDUના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ આ સવાલનો જવાબ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણી અગાઉ મોદી સરકારને ઉખાડી ફેંકવા માટે વિપક્ષી પાર્ટીઓ લામબંધ થઇ હતી. વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર લાવવાનો શ્રેય મુખ્યમંત્રી નીતિશ કુમારને આપવામાં આવે છે.

kc-tyagi2
indiatoday.in

 

કહેવામાં આવે છે કે, INDIA ગઠબંધનની કલ્પના મુખ્યમંત્રી નીતિશ કુમારની હતી. વિપક્ષી પાર્ટીઓની એકતાએ આકાર લીધા બાદ, રાજકીય ધમાસાણ મચી ગઈ હતી. બિહારમાં આગામી ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન, મુખ્યમંત્રી નીતિશ કુમારના INDIA ગઠબંધનમાથી મોહભંગ થવા પર મોટો ખુલાસો થયો છે. JDU નેતા કેસી ત્યાગીએ કહ્યું કે, ‘મુખ્યમંત્રી નીતિશ કુમારના INDIA ગઠબંધન છોડવાનું સૌથી મોટું કારણ જાતિ વસ્તી ગણતરી પર કોંગ્રેસનો આંતરિક ટકરાવ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત ગઠબંધનમાં સામેલ ઘણી પાર્ટી પણ જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરી રહ્યા હતા.

જાતિગત વસ્તી ગણતરીથી ખચકાઈ રહેલી કેન્દ્ર સરકાર અચાનક પલટી મારતા સહમત થઈ ગઈ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જાતિ વસ્તી ગણતરીના મુદ્દા પર અવાજ ઉઠાવતા હતા. સાર્વજનિક મંચ પરથી જાતિગત વસ્તી ગણતરીની માગ ચાલુ હતી. વર્ષ 2022માં, નીતિશ કેબિનેટે જાતિ આધારિત સર્વેનો પ્રસ્તાવને મંજૂર કર્યો હતો.

kc-tyagi2
indiatoday.in

 

સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ વિપક્ષ આક્રમક થઈ ગયું. કોંગ્રેસ સહિત મળીને RJD કેન્દ્ર સરકાર પર જાતિગત વસ્તી ગણતરી કરાવવા માટે દબાણ કરવા લાગી. મોદી સરકારે પલટી મારતા જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો. કેસી ત્યાગી જાતિ આધારિત વસ્તી ગણતરીના વિરોધ કરવાને પણ નીતિશ કુમારના INDIA ગઠબંધનથી અલગ થવાનું કારણ માને છે. આ નવા ખુલાસા ચૂંટણી વર્ષમાં બિહારની રાજનીતિ વધુ ગરમાવો લાવી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-04-2026 વાર- ગુરુવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

9020 mAh બેટરી, 90 વોટનું ફાસ્ટ ચાર્જર, જબરદસ્ત ડિસ્પ્લે સાથે લોન્ચ થયો 'Vivo T5 Pro'

Vivoએ ભારતમાં એક નવો સ્માર્ટફોન, Vivo T5 Pro 5G લોન્ચ કરી દીધો છે. કંપની આ મિડ-રેન્જ સ્માર્ટફોન 9020...
Tech and Auto 
9020 mAh બેટરી, 90 વોટનું ફાસ્ટ ચાર્જર, જબરદસ્ત ડિસ્પ્લે સાથે લોન્ચ થયો 'Vivo T5 Pro'

ભારતની જમીનમાં 500 કરોડ ટન કાચું સોનું દબાયેલું છે! શશિ થરૂરના દાવાથી મચ્યો ખળભળાટ

કોંગ્રેસના નેતા શશિ થરૂર પોતાના નિવેદનોને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેમણે કંઈક એવો દાવો કરી દીધો...
Politics 
ભારતની જમીનમાં 500 કરોડ ટન કાચું સોનું દબાયેલું છે! શશિ થરૂરના દાવાથી મચ્યો ખળભળાટ

25 લાખ લઈને ટિકિટ ખેંચી લો... કોંગ્રેસના ઉમેદવાર બીના મોદીને મળી ઓફર પણ તેમણે...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ છે ત્યારે પાર્ટીઓ અન્ય ઉમેદવારોને ફોર્મ ખેચાવવા માટે સામ, દામ અને...
Gujarat 
25 લાખ લઈને ટિકિટ ખેંચી લો... કોંગ્રેસના ઉમેદવાર બીના મોદીને મળી ઓફર પણ તેમણે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.