એક મિનિટની કિંમત આ નેતાને પૂછો... ટિકિટ મળી પણ ફોર્મ ભરવા જતા 1 મિનિટ માટે...

એક જૂની કહેવત છે-સમય શક્તિશાળી હોય છે. સમય કેટલો શક્તિશાળી છે અને એક એક મિનિટનું મૂલ્ય શું છે, વ્યક્તિને આનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ થોડી પળો, થોડીક ક્ષણો, થોડીક સેકન્ડો, થોડી મિનિટોના કારણે લક્ષ્ય ચૂકી જાય છે. તાજેતરની ઘટના મહારાષ્ટ્રની ચૂંટણી સાથે જોડાયેલી છે. એક મિનિટની કિંમત શું છે, કોઈએ નાગપુરના અનીસ અહેમદને પૂછવું જોઈએ.

પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન અઘાડી (VBA)એ નાગપુરની સેન્ટ્રલ નાગપુર વિધાનસભા બેઠક પરથી અનીસને તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા, પરંતુ એક મિનિટના વિલંબને કારણે તેઓ ઉમેદવારી નોંધાવી શક્યા ન હતા. પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અનીસ અહેમદ કોંગ્રેસ તરફથી ટિકિટના દાવેદાર હતા. જ્યારે તેમને કોંગ્રેસમાંથી ટિકિટ મળી ન હતી, ત્યારે અનીસ કોઈપણ ભોગે ચૂંટણી લડવા માટે મક્કમ હતા અને એક દિવસ અગાઉ જ 'હાથ'નો સાથ છોડીને VBAમાં જોડાયા હતા.

VBAએ અનીસને ટિકિટ પણ આપી. તેઓ મહારાષ્ટ્ર ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 29મી ઓક્ટોબરે નોમિનેશન માટે પણ પહોંચ્યા હતા. અનીસે દરેક ઔપચારિકતા અને પ્રક્રિયા પૂર્ણ કરી પરંતુ તે ઉમેદવારી પત્રો ભરવા માટે રિટર્નિંગ ઓફિસર પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં 3:01 થઈ ચૂક્યા હતા. નોમિનેશન માટે નિર્ધારિત સમય માત્ર 3 વાગ્યા સુધીનો હતો.

આ એક મિનિટના વિલંબનો ઉલ્લેખ કરીને ચૂંટણી અધિકારીએ નોમિનેશન હોલનો દરવાજો બંધ કરી દીધો હતો. અનીસ અહેમદ ઉમેદવારી પત્ર ભરવાથી વંચિત રહ્યા અને આ વખતે ચૂંટણી જંગમાં ઉતરવાનું અને મહારાષ્ટ્ર વિધાનસભાના દરવાજા ખટખટાવવાનું તેમનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. અનીસે આ સમગ્ર પ્રકરણ માટે પ્રશાસનને ભીંસમાં મૂક્યું છે. અનીસ અહેમદે આરોપ લગાવ્યો કે, તેઓ ત્રણ વાગ્યા પહેલા અંદર આવી ગયા હતા.

અનીસ અહેમદે દાવો કર્યો હતો કે, મારો માણસ અંદર બેઠો હતો. તેને ટોકન નંબર આઠ આપવામાં આવ્યો હતો. જ્યારે મારો માણસ અંદર બેઠો હતો, તો પછી મને કેમ જવા દેવામાં ન આવ્યો? તેમણે એમ પણ કહ્યું કે, એક વખત આ દરવાજામાંથી અંદર પ્રવેશ્યા પછી ત્યાર પછી બીજો કોઈ દરવાજો ન હોવો જોઈએ. અનીસે કહ્યું કે 3 વાગ્યા પહેલા તેઓ મેઈન ગેટ, સેમી ગેટ અને તમામ દરવાજા ઓળંગીને અંદર પહોંચી ગયા હતા. અધિકારીઓએ મને જવા દીધો ન હતો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-06-2025 દિવસ: રવિવાર મેષ:  તમારે વ્યવસાય માટે નજીક અને દૂર મુસાફરી કરવી પડી શકે છે. તમારા જીવનસાથીના સહયોગ અને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.