ભાજપ શાસિત રાજ્યમાં બજરંગ દળના 5 કાર્યકરોની ધરપકડ કેમ કરવામાં આવી? વિશ્વ હિન્દુ પરિષદે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ઓડિશાના ક્યોંઝર જિલ્લામાં આદિવાસી સમુદાયના લોકો પર હુમલો કરવા અને તેમના પૂજા સ્થળમાં તોડફોડ કરવાના મામલે બજરંગ દળના 5 કાર્યકરોની ધરપકડને લઈને વિવાદ સર્જાયો છે. આ દરમિયાન, વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ રાજ્યના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીને આ બાબતે હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. VHPએ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. સોમવારે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં VHPના પ્રદેશ અધ્યક્ષ પ્રફુલ્લ કુમાર મિશ્રાએ આ ધરપકડોને ગેરકાયદેસર ગણાવી છે અને આરોપ લગાવ્યો છે કે પોલીસની કાર્યવાહી એકતરફી અને ભેદભાવપૂર્ણ હતી. તેમણે આ કેસની સમીક્ષા કરવાની અને ધરપકડ કરાયેલા લોકોને મુક્ત કરવાની માંગ કરી છે.

બજરંગ દળના પાંચ કાર્યકરોની ધરપકડ 10 નવેમ્બરે ઘાસીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસના સંબંધમાં કરવામાં આવી હતી. કથિત ઘટના 23 ઓક્ટોબરે બની હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ કાર્યકરો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તેમના પર આરોપ છે કે ગૌહત્યાના આક્ષેપો બાદ તેમણે આદિવાસી લોકો (જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે) સાથે મારામારી કરી અને તેમના પૂજા સ્થળમાં તોડફોડ કરી. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, બજરંગ દળના કાર્યકરો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે આદિવાસી સમૂહ સામે પણ અલગથી કેસ નોંધવામાં આવ્યો છે.

3

VHPએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, કેટલાક લોકો પર ગૌહત્યામાં સામેલ હોવાનો આરોપ છે. ઘટનાસ્થળે હાજર બજરંગ દળના સભ્યોએ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. પરિસ્થિતિને શાંત કરવા માટે પોલીસ અધિકારીઓએ હસ્તક્ષેપ કર્યો હતો, ત્યારબાદ બજરંગ દળના કાર્યકરો કોઈપણ વધારાના વિવાદ વિના શાંતિપૂર્ણ રીતે ત્યાંથી જતા રહ્યા હતા.

મિશ્રાએ આરોપ લગાવ્યો કે, બાદમાં ગૌહત્યાના આરોપીઓએ બજરંગ દળના કાર્યકરો પર હુમલો કર્યો, ત્યારબાદ બજરંગ દળના સભ્યો પોલીસ પાસે ગયા અ ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે, અમને ખૂબ જ નિરાશા થઈ છે કે સ્થાનિક પોલીસે અમારી ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી કરવાને બદલે એકતરફી અને ભેદભાવપૂર્ણ વલણ અપનાવ્યું છે. ત્યારબાદ, અમારા ઘણા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.

આ ધરપકડોને ગેરકાયદેસર અને દૂર્ભાવનાપૂર્ણ ગણાવતા, VHPના પ્રદેશ અધ્યક્ષ પ્રફુલ્લ કુમાર મિશ્રાએ મુખ્યમંત્રી મોહન ચરણ માઝીને પોલીસની કાર્યવાહીની નિષ્પક્ષ અને કાયદાકીય સમીક્ષા શરૂ કરવાની માંગ કરી છે. VHPએ સંબંધિત અધિકારીઓ સામે કથિત ગેરવર્તણૂક, અધિકારોનો દુરુપયોગ અથવા ફરજમાં બેદરકારી બદલ વિભાગીય અને કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

5

બીજી તરફ, ઘાસીપુરા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ આ આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું કે પોલીસે પોતાને બજરંગ દળના કાર્યકરો ગણાવનારા લોકો પાસે તલવારો સહિતના અનેક હથિયારો જપ્ત કર્યા છે.

આ દરમિયાન, આદિવાસી સંગઠનોના એક જૂથે બુધવારે (18 નવેમ્બર) ક્યોંઝર શહેરમાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. બીજુ જનતા દળના એક પ્રતિનિધિમંડળે, જેનું નેતૃત્વ પક્ષના આદિવાસી સેલના પ્રમુખ સુદામ મારંડી કરી રહ્યા હતા, તેમણે એ ગામની મુલાકાત લીધી જ્યાં કથિત હિંસા થઈ હતી અને આદિવાસી સમુદાયના લોકો સાથે મુલાકાત કરી. મારંડીએ કહ્યું કે, એવા સમયે જ્યારે મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પોતે આદિવાસી સમુદાયમાંથી આવે છે, ત્યારે આદિવાસીઓના પૂજા સ્થળ પર હુમલો થવો એ અત્યંત નિંદનીય છે.

About The Author

Top News

ટ્રમ્પે PM મોદીના કર્યા વખાણ, બોલ્યા- ‘મોદી ખૂબ ટફ વ્યક્તિ છે’, આગામી 12 મહિનામાં દુનિયાને...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્વોડ (QUAD) નેતાઓની બેઠક દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમને ટફ વ્યક્તિ ગણાવ્યા....
ટ્રમ્પે PM મોદીના કર્યા વખાણ, બોલ્યા- ‘મોદી ખૂબ ટફ વ્યક્તિ છે’, આગામી 12 મહિનામાં દુનિયાને...

ક્રિકેટમાં એક યુગનો અંત... ધોનીએ IPLમાંથી લીધી નિવૃત્તિ! લોકો બોલ્યા- ‘હવે IPLનો કોઇ અર્થ નથી..’

પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન એમ.એસ. ધોનીએ IPLમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. તે હવે ચેન્નાઈ સુપર કિંગ્સનો મેન્ટોર બની...
Sports 
ક્રિકેટમાં એક યુગનો અંત... ધોનીએ IPLમાંથી લીધી નિવૃત્તિ! લોકો બોલ્યા- ‘હવે IPLનો કોઇ અર્થ નથી..’

SMCના કર્મચારીને લાફો ખાધા બાદ ભાન આવ્યું? પોલીસ સ્ટેશનમાં અધિકારીએ માફી માંગી

છેલ્લા 3 દિવસથી સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બનેલા ‘લાફા કાંડ’ના રહસ્ય પરથી આખરે પડદો ઉંચકાયો છે. વેસુ ...
Gujarat 
SMCના કર્મચારીને લાફો ખાધા બાદ ભાન આવ્યું? પોલીસ સ્ટેશનમાં અધિકારીએ માફી માંગી

જેફરી એપસ્ટીનના મૃત્યુ અંગે ચોંકાવનારો ખુલાસો

જેફરી એપસ્ટીનના મૃત્યુને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો આવ્યો છે. જાણીતા ફોરેન્સિક નિષ્ણાતે દાવો કર્યો છે કે, જેફરી એપસ્ટીનનું મૃત્યુ...
World 
જેફરી એપસ્ટીનના મૃત્યુ અંગે ચોંકાવનારો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.