- National
- ફોનમાં રીલ જોતા-જોતા ચોથા ધોરણમાં ભણતા બાળકે ગુમાવ્યો જીવ
ફોનમાં રીલ જોતા-જોતા ચોથા ધોરણમાં ભણતા બાળકે ગુમાવ્યો જીવ
શું બાળકો ફોન પર વધુ સમય વિતાવવાથી હાર્ટ એટેક આવી શકે છે? ઉત્તર પ્રદેશના અમરોહામાં કંઈક એવું બન્યું, જેનો જવાબ લોકો શોધી રહ્યા છે. એવી વાતો ચાલી રહી છે કે સ્માર્ટફોનમાંથી નીકળતું રેડિયેશન બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. પરંતુ આ પ્રશ્ન શા માટે ઉભો થયો? હકીકતમાં, અમરોહાના એક ગામ જુઝૈલા ચકમાં ચોથા ધોરણમાં ભણતો છોકરો પથારીમાં બેઠો ઘણા સમયથી ફોનમાં રીલ જોઈ રહ્યો હતો. પરિવારજનો તેમના કામમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક છોકરો પથારી પરથી પડી ગયો. પરિવારજનો ગભરાઈ ગયા અને તેને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં, ડૉક્ટરે તેને મૃત જાહેર કરી દીધો.
આ ઘટનાથી આખા ગામમાં ગભરાટ ફેલાઈ ગયો છે. તાજેતરમાં સાયલન્ટ હાર્ટ એટેકના ઘણા કિસ્સા નોંધાયા છે. રસ્તા પર ચાલતા-ચાલતા, જિમમાં કસરત કરતા, પાર્ટીઓમાં ડાન્સ કરતા અને બસ ચલાવતી વખતે પણ લોકો હાર્ટ એટેકથી જીવ ગુમાવી ચૂક્યા છે. આ બધામાં સૌથી ચિંતાજનક પાસું એ છે કે અસરગ્રસ્ત લોકોની ઉંમરની રેન્જ. મતલબ 10-12 વર્ષના બાળકોથી લઈને 50-60 વર્ષના આધેડ વ્યક્તિઓને આવી રીતે હાર્ટ એટેક આવી રહ્યા છે.
અમરોહાની ઘટનાએ બધાને હચમચાવી દીધા છે. ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, અહી મંડી ધનોરા પોલીસ સ્ટેશન વિસ્તારના જુઝૈલા ચક ગામના ખેડૂત દીપક કુમાર તેની પત્ની પુષ્પા દેવી અને 2 પુત્રો મયંક અને શિવમ સાથે રહે છે. તેનો મોટો પુત્ર મયંક ચોથા ધોરણમાં ભણતો હતો અને લગભગ 10 વર્ષનો હતો. 4 જાન્યુઆરીના રોજ સાંજે 5:00 વાગ્યે તે ઘરે પોતાના પલંગ પર બેઠો-બેઠો રીલ જોઈ રહ્યો હતો. જ્યારે પરિવારજનો તેમના કામ કરી રહ્યા હતા, ત્યારે જ મયંક અચાનક પડી ગયો. ગભરાયેલા પરિવારજનો તેને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ ગયા.
ધનોરામાં એક ખાનગી ક્લિનિક ગિલ હોસ્પિટલ છે, ત્યાંના ડૉ. અવનીશ ગિલે બાળકના નાડી અને બ્લડ પ્રેશર જોયું. વધુ પરીક્ષણો કર્યા અને પછી તેને મૃત જાહેર કરી દીધો. આ સાંભળીને પરિવારજનો ચોંકી ગયા. અવનીશ ગિલે જણાવ્યું હતું કે બાળકનો જીવ હાર્ટ એટેકને કારણે ગયો છે, પરંતુ આ હાર્ટ એટેકનું કોઈ કનેક્શન ફોન સાથે છે કે નહીં, એ સ્પષ્ટ નથી. આ ઘટના બાદ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. આટલી નાની ઉંમરે હાર્ટ એટેક માટે મોબાઇલ ફોન દ્વારા નિકળતા રેડિયેશનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.
પરિવારજનો બાળકના મૃ*તદેહને હોસ્પિટલમાંથી ઘરે લઈને પહોંચ્યા અને પછી તેના અગ્નિસંસ્કાર કરી દીધા. પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું નહોતું, જેનાથી એ જાણવા મળતું કે તેના મૃત્યુનું અસલી કારણ શું હતું.
શું ફોનથી હાર્ટ એટેક આવી શકે છે?
તમે જે ફોનનો ઉપયોગ કરો છો તેમાંથી નોન આયનાઇઝેશન રેડિયેશન નીકળે છે. એટલે કે તમારો ફોન પોતાના એન્ટેનાથી નજીકના મોબાઇલ ટાવર પર રેડિયો ફ્રીક્વન્સી તરંગો મોકલે છે. જ્યારે તમે કૉલ કરો છો, મેસેજ મોકલો છો અથવા ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરો છો, ત્યારે તમારો ફોન મોબાઇલ ટાવરમાંથી રેડિયો ફ્રીક્વન્સી રેન્જ તેના એન્ટેનામાં રીસિવ કરે છે. આ ફ્રીક્વન્સીનું પ્રમાણ ટાવરથી તમારા અંતર પર આધાર રાખે છે. તમે ટાવરથી જેટલા દૂર છો, રેડિયેશનની તીવ્રતા એટલી વધુ હોય છે. ઘણા અભ્યાસોમાં આ રેડિયેશનના માનવ સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસરો બતાવી છે. તે શરીરને ધીમે-ધીમે અસર કરે છે અને ક્યારેક કેન્સરકારી પણ હોય છે.
જો કે, હૃદય પર તેની અસર બાબતે ખૂબ ઓછી વાત થઈ છે. અમેરિકાના નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનની વેબસાઇટ પર એક રિસર્ચના સંદર્ભે જણાવાયું છે કે લાંબા સમય સુધી મોબાઇલ ફોનના રેડિયેશનના સંપર્કમાં રહેલા લોકોને ધબકારા અને છાતીમાં દુઃખાવા જેવા લક્ષણો અનુભવાઇ થઈ શકે છે. હૃદય રોગનું જોખમ પણ વધી શકે છે. તેનું મુખ્ય કારણ શરીરમાં જરૂરિયાતથી વધુ ફ્રી રેડિકલ (ઓક્સિડેટીવ સ્ટ્રેસ) ની રચના અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં ફેરફાર માનવમાં આવે છે.
રિસર્ચમાં જણાવાયું છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ (EMFs) હૃદયની ઓટોનોમિક સિસ્ટમ એટલે કે ધબકારાને આપમેળે કંટ્રોલ કરનારી સિસ્ટમમાં ગરબડી પેદા કરી શકે છે, તેનાથી હૃદયના ધબકારા અનિયમિત થવા અથવા અચાનક કાર્ડિયાક અરેસ્ટ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ અમરોહાની ઘટના પાછળનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી, કારણ કે પરિવારે પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના બાળકના અંતિમ સંસ્કાર કરી દીધા છે.

