- National
- જાણો પ્રજાસત્તાક દિવસના ઈતિહાસ વિશે
જાણો પ્રજાસત્તાક દિવસના ઈતિહાસ વિશે
પ્રજાસત્તાક દિવસ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. જે દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ઈ.સ. 1950ના રોજ ભારત સરકાર અધિનિયમ (એક્ટ) (1935)ને ખસેડીને ભારતનુ બંધારણ અમલમાં આવ્યુ હતું. એક સ્વતંત્ર ગણરાજ્ય બનવવા અને દેશમાં કાનૂનુ રાજ સ્થાપિત કરવા માટે બંધારણને 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણ સભા દ્ધારા અપનાવવામા આવ્યુ અને 26 જાન્યુઆરી 1950એ તેને એક લોકશાહી સરકાર પ્રણાલીના સાથે અમલ કરવામા આવ્યુ હતુ. 26 જાન્યુઆરીને એટલા માટે પંસદ કરવામા આવ્યુ કારણ કે 1930માં આ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસે ભારતનો પૂર્વ સ્વરાજ જાહેર કર્યો હતો. આ ભારતના ત્રણ રાષ્ટ્રીય અવકાશોમાંથી એક છે, અન્ય બે પર નજર કરીએ તો સ્વતંત્રતા દિવસ અને ગાંધી જયંતીનો સમાવેશ થાય છે.
ઈ.સ. 1929એ ડિસેમ્બરમા લાહોરમા ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસના સંમેલન પંડિત જવાહરલાલ નહેરૂની પ્રમુખપદમાં થયુ જેમા દરખાસ્ત પસાર કરીને એ વાતની ઘોષણા કરી કે જો અંગ્રેજ સરકાર 26 જાન્યુઆરી 1930 સુધી ભારતને પ્રભુત્વનુ પદ નહીં પ્રદાન કરે, જેના હેઠળ ભારત બ્રિટિશ સામ્રાજ્યમા જ સ્વ સંચાલિત એકઈ બની જાત, તો ભારત પોતાનાને સંપૂર્ણ સ્વંતત્ર જાહેર કરી આપશે. 26 જાન્યુઆરી 1930 સુધી જ્યારે અંગ્રેજ સરકારે કઇ જ નહીં કર્યુ ત્યારે કોગ્રેસે તે દિવસે ભારતની પૂર્ણ સ્વંતત્રતાના નિશ્ચયની ઘોષણા કરી અને પોતાનુ સક્રિય આંદોલન શરૂ કર્યુ. તે દિવસથી 1947મા સ્વતત્રંતા પ્રાપ્ત થવા સુધી 26 જાન્યુઆરી પ્રજાસત્તાકના દિવસના રૂપમા મનનાવવામા આવતો રહ્યો.
આ પછી, સ્વતંત્રતા પ્રાપ્તિના વાસ્તવિક દિવસે 15 ઓગસ્ટે ભારતના સ્વતંત્ર દિવસના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો. ભારત આઝાદ થયા બાદ બંધારણીય સભાની જાહેરાત થઇ અને તેને પોતાનુ કાર્ય 9 ડિસેમ્બર 1947થી શરૂ કર્યુ હતું. બંધારણીય સભાના સભ્ય ભારતના રાજ્યની સભાઓના ચૂંટાયેલું સભ્યોના દ્ધારા પસંદ કરવામા આવ્યા હતા. ડૉ. ભીમરાવ આંબેડકર, જવાહરલાલ નહેરૂ, ડો રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ વગેરે આ સભાના પ્રમુખ સભ્યો હતા.
બંધારણીય નિર્માણમાં કુલ 22 સમિતીઓ હતી જેમાં પ્રમુખ ન્યાયશાસ્ત્રી સૌથી પ્રમુખ તેમજ મહત્વપૂર્ણ સમિતિ હતી અને આ સમિતિનુ કાર્ય સંપૂર્ણ ''બંધારણ લખવુ'' અથવા ''નિર્માણ કરવાનુ'' હતું. ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ વિધિવેત્તા ડો, ભીમરાવ આંબેડકર હતા. ડ્રાફટ કમિટીએ અને તેમાં વિશેષ રૂપથી ડો. આંબેડકરે 2 વર્ષ, 11 મહિના, 18 દિવસમાં ભારતીય બંધારણનુ નિર્માણ કર્યુ અને બંધારણ સભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદને 26 નવેમ્બર 1949ના રોજ ભારતનુ બંધારણ સોપવામાં આવ્યુ, એટલા માટે 26 નવેમ્બર, દિવસે ભારતમાં બંધારણના સ્વરૂપમાં દર વર્ષે મનાવવામા આવે છે. બંધારણીય સભાએ બંધારણીય નિર્માણના સમયે કુલ 114 દિવસ બેઠક કરી હતી. તેની બેઠકમાં પ્રેસ અને જનતાને ભાગ લેવાની સ્વંતત્રતતા હતી, અનેક સુધારા અને બદલાવાના બાદ 308 સભ્યોએ 24 જાન્યુઆરી 1950ને બંધારણીયની બે હાથે લખેલી કોપીઓ પર દસ્તાક્ષર કર્યા હતા. જેના બે દિવસ બાદ બંધારણીય 26 જાન્યુઆરીએ આ દેશભરમા લાગુ પડી ગઈ. 26 જાન્યુઆરીને મહત્વ રાખવા માટે આ દિવસ બંધારણીય નિર્માત્રી સભા દ્ધારા સ્વીકૃત બંધારણીયમાં ભારતના પ્રજાસત્તાક સ્વરૂપને માન્યતા પ્રદાન કરવામા આવી હતી.

