- National
- બિહાર ચૂંટણી પરિણામઃ ફરી બની રહી છે નીતિશ સરકાર, NDA 157 સીટ પર આગળ, કોંગ્રેસે ફરી ખેલ બગાડ્યો
બિહાર ચૂંટણી પરિણામઃ ફરી બની રહી છે નીતિશ સરકાર, NDA 157 સીટ પર આગળ, કોંગ્રેસે ફરી ખેલ બગાડ્યો
2025ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના વલણોમાં NDA સૌથી આગળ ચાલી રહ્યું છે અને ખાસ કરીને ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે આગળ વધી રહી છે. સવારે 10 વાગ્યા સુધીના આંકડા મુજબ ભાજપ 73 સીટ પર આગળ ચાલી રહી છે, જ્યારે RJD 64 સીટ પર આગળ વધી રહ્યું છે. JDU 68 સીટ પર આગળ ચાલી રહી છે.આજે નક્કી થશે કે બિહારનું સિંહાસન કોણ મેળવશે. નીતિશ અને તેજસ્વી વચ્ચે કડક સ્પર્ધા ચાલી રહી છે. રાજ્યની 243 બેઠકો માટે બે તબક્કામાં પડેલા મતોની ગણતરી 46 મતદાન કેન્દ્રો પર ચાલી રહી છે. નીતિશ કુમારે ઉત્સાહપૂર્વક વિજય જાહેર કર્યો છે, જ્યારે તેજસ્વી યાદવે પણ ૧૮ નવેમ્બરે શપથ લેવાનો દાવો કર્યો છે.
કોંગ્રેસે ફરી એકવાર તેજસ્વી યાદવનો ખેલ બગાડ્યો છે. કોંગ્રેસ ફક્ત 16 સીટ પર આગળ છે, જ્યારે RJD 64 સીટ પર આગળ છે. NDAમાં નીતિશ કુમારની JDUને ભાજપનો મજબૂતીથી સાથ મળી રહ્યો છે, એટલે તેમનું ગઠબંધન સૌથી આગળ છે. એક્સપર્ટ્સ કહે છે કે જો કોંગ્રેસ બિહારમાં ચૂંટણી ન લડે અને તેજસ્વીને એકલા હાથે ચૂંટણી લડવા દેય તો તે એકલા હાથે સરકાર પણ બનાવી શકે છે.
RJDના પ્રવક્તા મૃત્યુંજય તિવારીનું કહેવું છે કે, અમને પૂરી આશા છે કે એક બે કલાકમાં એ સ્પષ્ટ થઈ જશે કે બિહારમાં ગઠબંધનની સરકાર બની રહી છે.
બિહારના લખીસરાયમાં ભાજપને પરાજયનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું લાગે છે. પાર્ટીના ઉમેદવાર વિજય કુમાર સિંહા પાછળ દેખાઈ રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે મતદાન દરમિયાન સિંહા પર ગાયનું છાણ ફેંકવામાં આવ્યું હતું.
પૂર્ણિયામાં એનડીએ મજબૂત પ્રદર્શન બતાવી રહ્યું છે. એનડીએ પૂર્ણિયામાં છમાંથી ત્રણ બેઠકો પર આગળ છે. પૂર્ણિયા જિલ્લામાં અમોર, બૈંસી, કસ્બા, પૂર્ણિયા, બનમંખી, ધમધહા અને રૂપૌલીનો સમાવેશ થાય છે.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં સૌથી ચર્ચિત ઉમેદવારોમાંની એક, 25 વર્ષીય મૈથિલી ઠાકુર શરૂઆતના વલણોમાં આગળ ચાલી રહી છે. ઠાકુર બ્રાહ્મણ સમુદાયના છે. તેમના મુખ્ય હરીફ, આરજેડી ઉમેદવાર વિનોદ મિશ્રા પણ બ્રાહ્મણ છે અને તેમના કરતા લગભગ 35 વર્ષ મોટા છે. મિશ્રાને મુસ્લિમ અને યાદવ સમુદાયો તરફથી સમર્થન મળવાની અપેક્ષા હતી.

