એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિસર્ચ (ADR)નો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં વર્ષ 2024-25માં કઇ રાજકીય પાર્ટીઓનું કેટલું ફંડ મળ્યુ તેની વિગત જાહેર કરવામાં આવી છે.
ભારતમાં કુલ 6 રાષ્ટ્રીય પાર્ટીઓ છે, જેમાં ભાજપ, કોંગ્રેસ,CPI (M), આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને નેશનલ પીપલ્સ પાર્ટી. આ કુલ 6 પાર્ટીઓને કુલ 7960 કરોડનું ફંડ મળ્યુ અને તેમાં એકલા ભાજપને જ 6769 કરોડનું દાન મળ્યું. મતલબ કે 85 ટકા દાન તો માત્ર ભારતીય જનતા પાર્ટીને મળ્યું.
બીજુ તરફ કોંગ્રેસને 2023-24માં 1230 કરોડ રૂપિયાનું દાન મળેલું જે 2024માં ઘટીને 928 કરોડ થઇ ગયું. મતલબ કે કોંગ્રેસને 25 ટકા દાન ઓછુ મળ્યું . આમ આદમી પાર્ટીને આગલા વર્ષ કરતા 77 ટકા વધારે દાન મળ્યું છે.