AAPનો દાવો- 'BJPએ સ્વાતિ માલીવાલને CM આવાસ મોકલેલા સારું થયું...',

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ સ્વાતિ માલીવાલ હુમલા કેસ પર પ્રેસ કોન્ફરન્સ કરી અને આ કેસને BJPનું ષડયંત્ર ગણાવ્યું. આતિશીએ કહ્યું કે, સ્વાતિ માલીવાલ આ ષડયંત્રનો ચહેરો અને પ્યાદુ હતી. સ્વાતિ માલીવાલ 13 મેના રોજ એપોઈન્ટમેન્ટ વગર CM આવાસ પર પહોંચી હતી. તેમનો ઈરાદો CM કેજરીવાલને ફસાવવાનો હતો, સારું થયું તેઓ ત્યાં ન હતા, તેથી તેઓ બચી ગયા. ત્યારપછી સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો. તે વિડિયો, જે આજે સામે આવ્યો છે, તે તેમને ખુલ્લા પાડે છે.

AAP નેતા આતિશીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સ્વાતિ માલીવાલની સાથે BJP પર પણ આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું, 'જ્યારથી CM અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે ત્યારથી BJP ગભરાઈ ગઈ છે. આ મૂંઝવણ હેઠળ તેમણે એક કાવતરું ઘડી કાઢ્યું હતું. આ કાવતરા અંતર્ગત સ્વાતિ માલીવાલને CM આવાસ મોકલવામાં આવ્યા હતા.

તેમનો હેતુ CM કેજરીવાલ પર ખોટા આરોપો લગાવવાનો હતો. સ્વાતિ આ ષડયંત્રનો એક ચહેરો હતી, સ્વાતિ માલીવાલ 13 મેના રોજ CM આવાસ પર પહોંચી હતી, તેમનો ઈરાદો આરોપ લગાવવાનો હતો. તેમનો ઈરાદો CM કેજરીવાલને ફસાવવાનો હતો, પરંતુ તેઓ ત્યાં હાજર ન હતા, તેથી તેઓ બચી ગયા. ત્યારપછી સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો. તે વિડિયો, જે આજે સામે આવ્યો છે, તે તેમને ખુલ્લા પાડે છે.

13 મેની આખી ઘટના મીડિયાને સંભળાવતા આતિશીએ કહ્યું કે, 'સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને આપેલી ફરિયાદમાં તેણે કહ્યું છે કે, તેને નિર્દયતાથી મારવામાં આવી હતી. તેઓનું માથું ટેબલ સાથે અથડાયું અને તેમનું માથું ફાટી ગયું, તેમના કપડા ફાટી ગયા, પરંતુ વિડિયોમાં તદ્દન ઊલટું સત્ય છે. સ્વાતિ માલીવાલ ઊંચા અવાજમાં વિભવ કુમારને ધમકી આપી રહી છે. તેના કપડા ફાટેલા નથી કે તેના માથામાં ઈજા થઈ નથી. આજના વીડિયોએ સ્વાતિ માલીવાલના આરોપોને પાયાવિહોણા સાબિત કર્યા છે. વિભવ કુમારે પોતાની ફરિયાદમાં 13 મેની તમામ ઘટનાઓનું વિગતવાર વર્ણન કર્યું છે.

About The Author

Top News

બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

12 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ જીત મેળવી છે. 300 સભ્યોની સંસદમાં લગભગ BNPને...
World 
બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં એક મોટો ફેરફાર થવાનો છે. દેશનું સૌથી શક્તિશાળી સરનામું હવે બદલાવાનું છે. PM નરેન્દ્ર મોદી આજે નવા...
National 
પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

શિક્ષકોને છેલ્લા કેટલાક સમયથી એવા કામો સોંપવામાં આવે છે જે શિક્ષણ ક્ષેત્ર સાથે લાગતા વળગતા નથી. જેમાં કેટલાક કામો તો...
Education 
આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

ગિરનારની ગોદમાં યોજાયેલા મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં વહીવટી તંત્રના કડક નિયમોના લીરેલીરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. જાણીતા...
Gujarat 
સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.