રાજીનામુ આપી દઉં કે જેલથી ચલાવું સરકાર? કેજરીવાલે જનતા પાસે માગ્યા સૂચનો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જનતાને પૂછ્યું છે કે જો તેમની ધરપકડ થાય છે તો શું તેમણે મુખ્યમંત્રી બન્યા રહેવું જોઈએ કે હટી જવું જોઈએ. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓને ઘેર ઘેર મોકલીને એ બતાવવા કહ્યું છે કે તેમણે શું કરવું જોઈએ. તેમણે પૂછ્યું છે કે જો કથિત આબકારીનીતિ કૌભાંડમાં તેમની ધરપકડ થાય છે તો તેઓ પોતાનું પદ છોડી દે કે જેલથી જ સરકાર ચલાવે.

કાર્યકર્તા ઘેર ઘેર જઈને લોકો સાથે સંપર્ક કરશે. એ સિવાય મોહલ્લામાં તેઓ નુક્કડ નાટક અને કેમ્પેઇન કરશે. સામાન્ય જનતા તેમને પોતાની સલાહ આપી શકે છે. પાર્ટી કાર્યકર્તા લોકોને એક ફોર્મ આપશે. આ ફોર્મને ભરીને જનતા પોતાની સલાહ આપી શકે છે. જ્યારે આખી દિલ્હીથી આ ફોર્મ પાર્ટી પાસે આવી જશે ત્યારે એ જોવામાં આવશે કે જનતાના શું સૂચનો છે. એ મુજબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નિર્ણય લેશે.

હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓને કહ્યું હતું કે તેઓ લોકો પાસેથી સૂચન લે. જેમ જનતા કહેશે, તેઓ એવું જ કરશે. અરવિંદ કેજરીવાલને આશા છે કે જનતા તેમનું સમર્થન કરશે. તેમનું માનવું છે કે મફત વીજળી, પાણી અને સરકારી બસોમાં મહિલાઓને છૂટ, દિલ્હીની સરકારી શાળાઓની સારી વ્યવસ્થા જેવા ઘણા કાર્યોથી જનતા ખુશ છે અને તેઓ તેમને મુખ્યમંત્રી બન્યા રહેવા દેવા માગશે.

થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી આબકારીનીતિ કૌભાંડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની ધરપકડ થઈ ચૂકી છે. ED અરવિંદ કેજરીવાલ પાસેથી ઘણા પ્રકારની જાણકારીઓ ઈચ્છે છે. આ વર્ષે એપ્રિલમાં દિલ્હી આબકારીનીતિ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની CBIએ કલાકો સુધી પૂછપરછ કરી હતી. જો કે, અરવિંદ કેજરીવાલ આ કેસને કાલ્પનિક કહ્યો હતો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -14-11-2025 વાર- શુક્રવાર મેષ - પ્રિયજનથી મુલાકાત થાય, સમાજમાં નામ પ્રતિષ્ઠા વધે, બાળકોની બાબતમાં ધ્યાન આપી શકો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

પાણી અને તેલમાં તરતા બટેકાનું શાક, એમાં પણ અંદર જીવાત અને ઇયળો... આવું જ કાંઈ ભોજન ગઈકાલે જૂનાગઢમાં આવેલ...
Gujarat 
જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે, જેનો મુખ્ય હેતુ શાસનમાં...
Gujarat 
CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી

આ વખતે માવઠાએ ખેડૂતોને રડાવ્યા. સાથે જ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઇ ગયો. જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની...
Gujarat 
ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.