દિલ્હી ચાંદની ચોકથી ફ્રેન્ચ રાજદૂતનો ફોન ચોરાયો, પછી 48 કલાકમાં...

દિલ્હીમાં ચોરોનું મનોબળ ઉંચુ જણાય છે. ચાંદની ચોક સ્થિત જૈન મંદિરમાં દર્શન કરવા આવેલા ફ્રેન્ચ રાજદૂત થિયરી મથાઉનો ફોન 20 ઓક્ટોબર રવિવારના રોજ ચોરો ચોરી ગયા હતા. રાજદૂતે દિલ્હી પોલીસમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસ ચોરી થવો અને ખોવાઈ જવું એમ બંને એંગલથી તપાસ કરી રહી હતી. આ કેસમાં દિલ્હી પોલીસની ટીમે બુધવારે 4 લોકોની ધરપકડ કરી હતી.

જ્યારે ફ્રેન્ચ રાજદૂત ચાંદની ચોકમાં આવેલા જૈન મંદિરમાં ગયા હતા, ત્યારે કોઈએ તેમનો ફોન ચોરી લીધો હતો અથવા તે ખોવાઈ ગયો હતો. આ મામલાની માહિતી સામે આવ્યા પછી દિલ્હી પોલીસની ટીમ એ તપાસમાં વ્યસ્ત છે કે, મોબાઈલ ફોન કેવી રીતે ખોવાઈ ગયો કે ચોરાઈ ગયો. પોલીસે ધરપકડ કરાયેલા ચારેય લોકોની પૂછપરછ કરી રહી છે.

એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, મથાઉ અને તેની પત્ની 20 ઓક્ટોબરે બજારમાં ગયા હતા ત્યારે તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, તેમને 21 ઓક્ટોબરના રોજ દૂતાવાસમાંથી ઘટનાની માહિતી મળી હતી. CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી અને પોલીસકર્મીઓની ટીમ બનાવવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે, 20થી 24 વર્ષની વયના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે.

મોબાઈલ રિકવર કરીને ફ્રાન્સના રાજદૂતને પરત આપવામાં આવ્યો છે. દિલ્હીમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આ દિવસોમાં ચાંદની ચોકમાં દિવાળીની ખરીદી માટે ઘણા લોકો આવી રહ્યા છે. ભીડનો લાભ લઈને ચોરો લોકોના મોબાઈલ ફોન ચોરી રહ્યા છે.

આ દરમિયાન, દિલ્હી પોલીસે મોબાઇલ ટાવરમાંથી રિમોટ રેડિયો યુનિટની ચોરી કરીને વિદેશમાં વેચતા લોકોના મોટા નેટવર્કનો પણ પર્દાફાશ કર્યો છે. હોંગકોંગ જેવા દેશોમાં 5,000થી વધુ ચોરાયેલા રિમોટ રેડિયો યુનિટ વેચવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે કહ્યું કે, ચોરાયેલા રિમોટ રેડિયો યુનિટની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ છે. 700 રિમોટ રેડિયો યુનિટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ તપાસ સાથે દિલ્હી પોલીસે RRU યુનિટ ચોરીના લગભગ 250 કેસ ઉકેલ્યા છે.

Top News

જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?

જગદીપ ધનખડે રાજ્યસભામાં 21 જુલાઇથી ચોમાસા સત્રની શરૂઆત થઇ એ જ દિવસે રાત્રે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપીને આખા દેશને ચોંકાવી...
Politics 
જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -29-7-2025વાર - મંગળવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ છઠઆજની રાશિ - કન્યા આજના ચોઘડિયાલાભ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં બ્રિટનના પ્રવાસે ગયા હતા અને ત્યાં તેમણે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના સત્તાવાર PM હાઉસ પર ચાય...
World 
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે 1000 કરોડ...
Business 
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.