- National
- SDM બનીને સ્કોર્પિયો કારમાં ફરતો નકલી IAS, આવી રીતે કરતો તોડ-પાણી
SDM બનીને સ્કોર્પિયો કારમાં ફરતો નકલી IAS, આવી રીતે કરતો તોડ-પાણી

આ બે બદમાશ યુવાનોની વાર્તા છે, જેઓ નકલી ઓફિસર બનીને ફલાણી ફલાણી એપ દ્વારા બુકીંગ કરાવી કારમાં બેસાડ્યા પછી લોકોને લૂંટી રહ્યા હતા. આ માટે, તેઓએ એક વ્યવસ્થિત દેખાય તેવી સ્કોર્પિયો કાર ખરીદી રાખી હતી, જેના પર 'ભારત સરકાર' અને 'મેજિસ્ટ્રેટ' લખેલું હતું. એટલું જ નહીં, તેમની પાસેથી એક નકલી IAS ઓળખ કાર્ડ અને કાર પરનું સ્ટીકર પણ મળી આવ્યું હતું. તેમના આ કાવતરાથી પોલીસ પણ એક સમયે છેતરાઈ ગઈ હતી. પરંતુ આ વખતે નસીબે તેમનો સાથ ન આપ્યો અને હવે બંને જેલના સળિયા પાછળ છે.
આ ઘટના ઇટાવા જિલ્લાના સૈફઈ પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં પોલીસે બે નકલી અધિકારીઓની ધરપકડ કરીને એક મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ બે આરોપીઓ અમર પાંડે અને રામાધિન છે. મૂળ બલરામપુરના રહેવાસી છે, પરંતુ નકલી ઓળખ સાથે રાજ્યભરમાં ફરી રહ્યા હતા.

બધું લખનઉના ચારબાગ રેલ્વે સ્ટેશનથી શરૂ થયું, જ્યાં એક સામાન્ય મુસાફર સ્કોર્પિયો કાર પર 'ભારત સરકાર' અને 'મેજિસ્ટ્રેટ' શબ્દો લખેલા જોઈને ખાતરી થઈ ગઈ કે તે સરકારી કાર છે. તેણે ફલાણી ફલાણી એપ દ્વારા ફિરોઝાબાદની ટ્રીપ બુક કરાવી. તેને ખબર નહોતી કે તે એક સુનિયોજિત ગુનાનો ભાગ બનવા જઈ રહ્યો છે. કાર લખનઉથી નીકળી અને આગરા- લખનઉ એક્સપ્રેસ વે પર ઇટાવા જિલ્લાના સૈફઈ વિસ્તારમાં પહોંચતાની સાથે જ નાટક શરૂ થયું. કારમાં બેઠેલા નકલી અધિકારીઓએ પહેલા તો મુસાફરને ધમકાવ્યો, પછી તેના પર બંદૂક તાકી અને તેનો મોબાઈલ અને પૈસા છીનવી લીધા. આ પછી, તેને ચાલતી કારમાંથી ધક્કો મારીને રસ્તાની બાજુમાં ફેંકી દેવામાં આવ્યો.
તે સમયે, હાઇવે પર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમ સ્થળ પર હાજર હતી. ઘાયલ અને આઘાત પામેલા મુસાફરે કોઈક રીતે હિંમત ભેગી કરી અને પોલીસને ઘટના વિશે જાણ કરી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કારનો પીછો કર્યો. જ્યારે ચાલાક આરોપી પોલીસથી છટકી શક્યો નહીં, ત્યારે તેઓ કાર છોડીને ઘટનાસ્થળેથી ભાગી ગયા.

થોડા કલાકો પછી, એક યુવક એ જ સ્કોર્પિયો કાર પાછી લેવા પોલીસ ચોકી પહોંચ્યો. તેણે પોતાનું નામ અમર પાંડે હોવાનું જણાવ્યું અને કહ્યું કે તે શામલી જિલ્લાના ઉન તાલુકાનો SDM છે. તેણે પોલીસને એક એપોઇન્ટમેન્ટ લેટર પણ બતાવ્યો, જે પહેલી નજરે સાચો લાગતો હતો. પરંતુ પોલીસને તેના શબ્દોમાં કંઈક શંકાસ્પદ લાગ્યું. પોલીસે તરત જ લૂંટાયેલા મુસાફરને બોલાવ્યો અને તેની ઓળખ કરાવી. પીડિતે તરત જ અમર પાંડે અને તેના સાથીની ઓળખ કરી. આ પછી, બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને કડક પૂછપરછ કરવામાં આવી.
વાહનની તપાસ કરતાં, પોલીસને બે ગેરકાયદેસર પિસ્તોલ, જીવતા કારતૂસ અને નકલી સરકારી દસ્તાવેજો મળી આવ્યા. મેજિસ્ટ્રેટ પ્લેટવાળી સ્કોર્પિયોનો પણ નકલી રીતે ઉપયોગ થઈ રહ્યો હતો. પોલીસને શંકા છે કે આ ગેંગે આ રીતે ઘણા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

ઇટાવાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવે આ કેસમાં ખુલાસો કરતા કહ્યું કે, આ લોકો યોજના બનાવીને ખૂબ જ ચાલાકીથી કામ કરી રહ્યા હતા. સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવા માટે, વાહન પર સરકારી પ્લેટો લગાવવામાં આવી હતી, નકલી ID કાર્ડ લગાવવામાં આવ્યા હતા અને સરકારી અધિકારીઓ હોવાનો ડોળ કરવામાં આવ્યો હતો. રસ્તામાં ફલાણી ફલાણી જેવી ટ્રાવેલ એપ્સનો દુરુપયોગ કરીને લોકોને અડધે રસ્તે લૂંટવામાં આવ્યા હતા. તેમણે લોકોને મુસાફરી દરમિયાન વધુ સાવધાની રાખવા અને જો કોઈ વાહન કે વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી.

પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ આરોપીઓએ આવા કેટલા ગુના કર્યા છે. આ ઉપરાંત, તેમનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, તેમાં બીજું કોઈ સંડોવાયેલ છે કે નહીં, અને આ નકલી નિમણૂક પત્રો કયા માધ્યમથી બનાવવામાં આવ્યા હતા.
Related Posts
Top News
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Opinion
