- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ- 10-11-2025
વાર- સોમવાર
મેષ - આકસ્મિક ખર્ચાઓથી સાચવજો, સલાહ લીધા વગરનું કામ આજે ન કરતા, આજે કો પણ દસ્તાવેજ વાચ્યાં પછી જ આગળ વધજો.
વૃષભ - આજે સંતાન બાબતમાં ખર્ચ વધી શકે છે, સંબંધો આજના દિવસમાં મજબૂત બનશે, આજે સામાજિક કામમાં ભાગ અવશ્ય લેજો.
મિથુન - નોકરી ધંધામાં મહેનત વધારે કરવી પડશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે, આજે તમારી લાગણીઓ પર કાબુ રાખશો.
કર્ક - કોઈ ખોટા સાહસ ન થાય સાચવવું, આડોશ પડોશના કામમાં વ્યસ્ત રહેશો, તમે આજે કોઈ નવી વ્યક્તિને મળી શકશો.
સિંહ - આકસ્મિક ધનલાભ થઈ શકે છે, તમારી ધાર્મિકતામાં વધારો થશે, બહારનો ખોરાક લેવાનું આજે ટાળશો.
કન્યા - આજે તમારા સંબંધોમાં મધુરતા આવે, નોકરી ધંધામાં વધારે ધ્યાન આપી શકશો, આજે કોઈપણ દેવસ્થાનની મુલાકાત અવશ્ય લેશો.
તુલા - આજે શત્રુઓ તમારા પર હાવી થવાની કોશિશ કરી શકે છે, આર્થિક બાબતોમાં સુધારો આવશે, આજે તમે નવા મિત્રો બનાવવાની કોશિશ કરો.
વૃશ્ચિક - આર્થિક લાભમાં વધારો થશે, બાળકોથી સાહનુકુળતા રહેશે, આજના દિવસમાં કોઈપણ કામ અધૂરુ ન મુકવું.
ધન - કામ ધંધામાં આજે લાભ થશે, તમે નવી યોજનાઓ બનાવી શકશો, આજના દિવસમાં હનુમાનજીનું ધ્યાન અવશ્ય કરો.
મકર - કોઈ પણ નવું સાહસ કરતા પહેલા વિચારજો, મિત્રવર્ગથી આજે લાભ થશે, આજના દિવસમાં મૌન રાખી કામ કરો.
કુંભ - આજે તમારે આર્થિક સંઘર્ષ વધશે, તમે બોલવામાં આજે ગફલત કરી શકો છો, આજે તમે કોઈના ઉપર આશા ન રાખતા.
મીન - આજે તમારી ઉપર જવાબદારી વધશે, તમે આજે તમારા સંબંધો મજબુત બનાવશો, આજે તમે તમારી પાસે લાલ વસ્તું અવશ્ય રાખો, આપનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

